- તે છોડ્યા પછી ...
સતત હું રડ્યો છું તે છોડ્યા પછી,
વધી ને ગળ્યો છું તે છોડ્યા પછી.
સદા છોડ આ મહેકતો સાથમાં,
પછી ક્યાં વળ્યો છું તે છોડ્યા પછી.
મળે રસ્તે આડું ના જોતી કદી ,
ફરી થી મળ્યો છું તે છોડ્યા પછી !
કદી આપણા થાય ના જે નથી ,
ઘણું હું શીખ્યો છું તે છોડ્યા પછી !
ગઝલ વાંચી મારી ન રડતી કદી ,
ખબર છે જડ્યો છું તે છોડ્યા પછી!
- ansh khimatvi
No comments:
Post a Comment