ગીત

પહેલા કરે પ્રેમ ને પછી આપે ઝખમ ઉદ્દગાર જિંદગીમાં ક્યાં શોધવા મલમ પહેલા કરે પ્રેમ ને પછી આપે ઝખમ એની ઇચ્છાઓના મૃગજળ બન્યા કરે દોડી ને જાઉં હરખભેર પણ તૃપ્તિ ક્યાં ફળે ભર બપોરે સૂકા રણમાં સહેવા પડે સીતમ! પહેલા કરે પ્રેમ ને પછી આપે ઝખમ..... ભૂલ મારી નથી હદયને વળગ્યું હતું ભૂત એને જોતા ધબધબ ધબકયું હતું પૂછ ! નયનને આપું દોષ કે દિલને બોલ ભાઈ પ્રીતમ! પહેલા કરે પ્રેમ ને પછી આપે ઝખમ... -અંશ ખીમતવી div dir="ltr" style="text-align: left;" trbidi="on">
*શુભ અવસર પર ગીત*

ઝંડો ફરકી રહ્યો છે કાશ્મીર રાજમાં 
બોલો બોલોને ભારતમાની જય હો..
બોલો બોલોને ભારતમાની જય હો...

ભારતના ભાગલાઓ પડ્યા 'તા,
કાશ્મીર ભારતમાં ન સમાતા ,
કલમ 370મી રચાતા... 
આર્ટિકલ પાંત્રીસમી લખાતા, 
મૂંઝવણ ઉભી થઇ તી ભારત રાજમાં...
બોલો બોલોને ભારતમાની જય હો..


કાયદાઓ અલગ રચાતા ,
દુશ્મનો નિયમોનું ઉલંઘન કરતા ,
યુધ્ધો રોજે રોજ મંડાતા, 
જવાનો બલિદાન આપતા...
આજે જવાબ દીધો છે ભારતના સપૂતે
બોલો બોલોને ભારતમાની જય હો...

તારીખ પાંચમી ઓગષ્ટ કહેવાય 
વાર સોમવાર કહેવાય , 
છાતી છપ્પનની કહેવાય, 
સાવજ ગુજરાતનો કહેવાય ,
આર્ટિકલ પાંત્રીસમી હંફાય
એને તોડી પાડ્યા છે વરસોનાં જુના કાયદા.....
બોલો બોલોને ભારતમાની જય હો...
બોલો બોલોને ભારતમાની જય હો...

- અંશ ખીમતવી...
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳



એવું કોણ હતું કે જેને તે દિલ દઈ દીધું 
એવું કોણ હતું કે જેને તારું દિલ જીતી લીધું
એવું કોણ હતું કે જેને તે દિલ દઈ દીધું...

પાંપણો ખૂલતાં દેખાય છે જેનો ચહેરો,
સ્પર્શ કરવા જતાં મલકાય છે તારો ચહેરો
એવું કોણ હતું કે જેને કામણ કરી લીધું
એવું કોણ હતું કે જેને તે દિલ દઈ દીધું ....

એ હસતી હતી તો ફૂલડાં ઝરતાં હતાં 
એ નજરો કરતી તો ફૂવારા છૂટતાં હતાં 
એવું કોણ હતું કે જેને કૌતુક મચાવી દીધું...
એવું કોણ હતું કે જેને તે દિલ દઈ દીધું...

તને રડતો જોઈને કુદરત પણ રડી પડી...
અંશના પ્રેમને કોણે નજર લગાડી દીધી....
એવું કોણ હતું કે જેને કાળજું કાપી લીધું !

એવું કોણ હતું કે જેને તે દિલ દઈ દીધું 
એવું કોણ હતું કે જેને તારું દિલ જીતી લીધું
એવું કોણ હતું કે જેને તે દિલ દઈ દીધું...

- અંશ ખીમતવી
દીકરી મારી દીકરી, દીકરી મારી દીકરી
લાડકી મારી લાડકી ,દીકરી મારી દીકરી

પાપા મારા પાપા , પાપા મારા પાપા
ભગવાન મારા પાપા ,મારા વ્હાલા મારા પાપા .

ઘરની તું છો લક્ષ્મી , તુલસીની ક્યારી
કાળજનો કટકો , મારા આંખોનું રતન

દીકરી મારી દીકરી, દીકરી મારી દીકરી
લાડકી મારી લાડકી, દીકરી મારી દીકરી

પાપા મારા પાપા , સુખનો છો દરિયો
મારા દુઃખનો છાયો , મમતાનો દરિયો

દીકરી મારી દીકરી, દીકરી મારી દીકરી
પાપા મારા પાપા , પાપા મારા પાપા .

- અંશ ખીમતવી












































No comments:

Post a Comment