મારા વિચારો





શુભ સવાર....

🌷એક વિચાર🌷


તમારી ગેર હાજરીમાં જે તમારું કાપતો હોય એ સૌથી મોટો તમારો દુશ્મન.


Ansh khimatvi




















મારા જન્મદિવસ નિમિત્તે .....
હદયમાંથી ઉદ્દભવતા 25 વરસના 25 વાક્યો.....
1. આ જિંદગીમાં પ્રેમ એક અદભૂત દિવ્ય અનુભૂતિ છે. પ્રેમ વિના જીવન સાવ ફિક્કું છે.
2. જિંદગી આપણા વિચારો પર ઘડાયેલી છે . જેવા વિચારો વાવીએ તેવો છોડ ઊગી નીકળે છે.
3. ઘણી બધી સમસ્યાઓનો હલ એકાંતમાં નીકળે છે હદયની સંગાથે વાર્તાલાપ કરવાથી.
4. માનસિક શાંતિ માટે આઘ્યાત્મિક જીવન મહત્વનો ભાગ ભજવે છે.
5. જિંદગીમાં જે કઈ પણ કરવાનું એ એકલાએ જ કરવાનું છે જે સ્વંયપર નિર્ધારિત છે .
6.કેટલીક ઘટનાઓ નથી ઇચ્છવા છતાં એ ઘટના  બનીને જ રહે છે.
7. કેટલાક માણસો તમને હીરો સમજશે તો કેટલાક ઈર્ષા કરશે.
8. માતા પિતા એ સાક્ષાત ઈશ્વર સ્વરૂપ છે.
9. તમારું અર્ધજાગૃત મન જ શક્તિનો અખૂટ ભંડાર છે.
10. તમે દરેક વ્યક્તિને ખુશ નહિ રાખી શકો. છતાં પ્રયત્ન કરવો રહ્યો.
11. જિંદગીમાં સમસ્યાઓ આવવાની જ સમસ્યાઓ તમને ક્રિયાશીલ રાખશે અને જીવન સખત બનાવશે.
12. તમારામાં અનોખી કલા હોય તો એનું પૂજન કરવું સામેના પક્ષે કલાની મજાક ઉડાવવી નહિ .
13. પરિવારમાં વડીલોને માન આપવું કારણકે ઘરડા ગાડાં જ પાછા વાળતા નથી પણ એ ગાડાં ને આગળ હંકારે પણ છે.
14.અનુભવ જ જિંદગીનું ઘડતર છે.
15. રડવું આવે તો રડી લેવું જોઈએ. હસવાનું ભૂલવું નહિ.
16. કુદરતની કરિશ્માને નિહાળતા રહો એ લાઈવ ફિલ્મ છે.
17.સામેની વ્યક્તિ ન સમજે તો વાંધો નહિ પણ તમે એને સમજીને માફ કરી દેશો.
18.કુદરત આપણને ઘણું બધું શીખવી જાય છે તેની નોંધ લેવી.
19.લાગણીશીલ વ્યકિતોને દર્દ ચુંબકની માફક આકર્ષે છે. પણ તેને હકરાત્મકમાં ફેરવી દેવું.
20.વાંચન માટે સમય નીકાળો. વાંચન તમને અવેજી શક્તિ પુરી પાડે છે. તમારું જીવન પણ બદલી શકે છે.
21. ગુરુને આદર આપવો જોઈએ.
22.સાચા મિત્રને પારખો.
23.દરેકની અંદર સારી અને ખરાબ આદતો રહેલી હોય છે. તો એ સારી આદતને અનુસરો.
24. કર્મનું ફળ મળે જ છે.
25.આ ફક્ત મારા વિચારો છે. તમને અલગ અનુભવ થઈ શકે પણ નજર અવશ્ય ફેરવી લેવી.
અંશ ખીમતવી.....










No comments:

Post a Comment