આખરે બધા પ્રેમીઓ
એક બીજા વગર જીવી જતા હોય છે.
મતલબ એ નથી
કે
એમને પ્યાસની જરૂર નહોતી,
એમને શ્વાસની જરૂર નહોતી
આસપાસની જરૂર નહોતી
સહવાસની જરૂર નહોતી
વિશ્વાસની જરૂર નહોતી !
ઉણપ તો આ જિંદગી વર્તી હોય છે
પણ
કેવી રીતે જીવી જાણ્યું
એ તો
ફક્ત
તરફડતા પંખી જાણે !
-અંશ ખીમતવી
No comments:
Post a Comment