Saturday, June 8, 2019

મને ઘણા પૂછે છે
તમે કોને પ્રેમ કરો છો ? કોણ છે
તમારી મન ગમતી ગઝલ ?
હું શું કહું
એને,
મારી સપનાની
નથી કોઈ રાણી ,
કે નથી કોઈ મનગમતી ગઝલ
કે નથી હું કોઈને પ્રેમ કરતો !
બસ
વીતેલી પળોની
ફરી
શબ્દો અને કાગળો દ્વારા જીવંત કરવાનો
એક નાજુક મૃગજળ સમો હદયસ્પર્શી
પ્રયત્ન કરું છું.
તેથી હું જીવું છું.

- અંશ ખીમતવી

No comments:

Post a Comment