Friday, May 3, 2024

મિત્રો, તમે મોબાઈલમાંથી બ્લોગ વાંચતા હો તો ..નીચે viwe veb version લખેલું હશે એના પર ક્લિક કરશો તો તમને ફૂલ વિન્ડો માં વાંચવા મળશે...  


તમે વાંચો છે એના પ્રતિભાવ તમે મોકલી શકો છો અથવા કમેન્ટ કરી શકો છો તો ખબર પડે તમે ક્યાંથી,અને કોણ કોણ વાંચો છો.


ધન્યવાદ... 
નીંદ નથી આવતી
આટલા વર્ષો વિતી ગયા છે
છતાં તું કેમ યાદોમાં ફર્યા કરે છે
તારો વિશ્વાસઘાત 
કેમ દીવાલ બની ને યાદોને રોકતો નથી!
એવું છે
શું
આ પ્રેમમાં 
કેમ 
અડધી રાતે કવિતાની આડમાં
તને યાદ કરવી પડે છે?
બોલ?

Ansh 

Wednesday, May 1, 2024

તું તો મારી લાગણીઓ 
ગમે ત્યારે વાંચી શકે છે જો
તારું દિલ ઈચ્છે તો !
પણ
હું
હંમેશા માટે
એકલો!
શું તને આજે એવું લાગે છે
કે
મને પ્રેમ મળ્યો અંશનો 
એકદમ
નિર્દોષ.
હું
કહું તો મને મળ્યો
દોષિલો
દગાખોર!

---_-Ansh 

Saturday, April 13, 2024

તું જિંદગીભર 
મને ભૂલી નહિ શકે
કારણ 
એજ
મારો તારા પ્રત્યેનો નિર્દોષ પ્રેમ.


==Ansh 

Friday, April 12, 2024

લઘુવાર્તાં



લઘુવાર્તા...         " હા" 



'  સાહેબ !  આજ તમારે થોડું જૂઠું બોલવાનું છે. '

 શું? 

'ના હો હું જૂઠું નહિ બોલું.'

જેનીલનો ચહેરો થોડો ફિકકો અને મુરઝાવા લાગ્યો. 

બોલ વાત શું છે? 

સાહેબ વાત એમ છે કે તમારે આજ જ્યારે મારા પપ્પા તમારી પાસે આવે ને કહે કે આજ જેનીલને પરીક્ષાના ફોર્મ ભરાય છે એવું પૂછે તો તમારે  ' હા ' કહેવાની.

' અલ્યા, હાલ તો વેકેશન પડવાનો ટાઇમ છે પરીક્ષાના ફોર્મ ક્યાંથી? 

સાહેબની વાત વચ્ચેથી કાપી ને  ઘેરા અવાજે જેનીલ બોલ્યો,

સાહેબ, ' મારા પપ્પા ને માથું દુખે છે અને એમને નોરતા કરેલા છે તો પાછુ કાધુ પણ નથી. અને ઉપર એમને જ્યા કામ ચાલે છે 

ત્યાં કામ પણ ધાબા પર કરવાનું છે એટલે ત્યાં સાહેબ તડકો બહુ પડે છે એટલે આ ગરમીમાં કદાચ એમને ચક્કર બક્કર કે કઈ થાય એટલે....

સાહેબ.... આશ્ચર્ય નજરે બસ જેનીલને જોતા રહ્યા.....   



-- ansh khimatvi 

Friday, March 1, 2024

 

બન્ને સાથે સાથે

મને છોડી દીધો

એક તો

કવિતા એ 

અને

બીજી પણ..... 



અંશ ખીમતવી