બહુત દિન રોયા અકેલા
અબ હસના જરૂરી હે
મરના તો એક દિન હે
અબ તો જીના જરૂરી હે
કયું હારકે મેં બેઠા રહું,
અબ તો ખેલના જરૂરી હે
મેં અકેલા હું તો ક્યાં હે ,
ઝીંદા હું વો જરૂરી હે !
ખુદા હર વક્ત સાથ નહિ દેતા,
કહાની લીખની ભી જરૂરી હે !
- ansh khimtvi
હું ફક્ત તારા ચહેરાને જ પ્રેમ નથી કરતો,
હું પ્રેમ કરું છું તારા એક એક અંશને...
તારી બદામી આંખોને, તારા રસઝરતા હોઠને, તારી મદહોશ નજરને
ગોરા ગાલને , રેશમી સુંવાળા કેશને,
મહેંદી રચાયેલી હથેળીને
તારી પતળી ,પતળી કમરને
નાગીન જેવી ચાલને..
તારા આલિંગનને
શ્વાસને, વિશ્વાસને, પ્રેમભરી લાગણીને
મીઠી બોલીને , તારા ધબકતા હૈયાને
તારા જોબનને
અસ્તિત્વને
તારા એક એક અંશ ને અંશ
પ્રેમ કરે છે .
- અંશ ખીમતવી
જિંદગીમાં કોઈ સાથ ન આપે તો
એકલો ચાલજે રે
એકલો ચાલજે રે..
ન મૂંઝાતો , ન થાકતો ,
ન રોદણાં રડતો
તુજ તને હાક મારજે રે...
જિંદગીમાં કોઈ સાથ ન આપે તો
એકલો ચાલજે રે
એકલો ચાલજે રે..
આકરો તાપ ભલે દઝાડે
વાયરા વંટોળ ભલે વધારે
ડગલે ઉતાવળે ચાલજે રે
જિંદગીમાં કોઈ સાથ ન આપે તો
એકલો ચાલજે રે
એકલો ચાલજે રે..
ભલે થાય પરસેવે રેબઝેબ
મનને માત આપજે રે
ઈશ્વર પર વિશ્વાસ રાખજે રે
જિંદગીમાં કોઈ સાથ ન આપે તો
એકલો ચાલજે રે
એકલો ચાલજે રે..
- અંશ ખીમતવી
તું ભૂલી શકે છે ભૂતકાળ
હું નહિ
તું ખંખેરી નાખે સપના
હું નહિ
તું લાગણીઓ સંગે રમી શકે છે
હું નહિ
તું મધ દરિયે મૂકી શકે છે
હું નહિ
તું દર્દ પર મીઠું ભભરાવી શકે છે
હું નહિ
તું નજીક આવીને દૂર થઈ શકે છે
હું નહિ
તું અંશ ને ભૂલી શકે છે
હું નહિ !!
- અંશ
મુસીબતોનો હલ
એક તું
ઉર્જાની આગ
એક તું
અવિરત ઝરણું
એક તું
પર્વતારોહણ
એક તું
પહાડોને ચિરનાર
એક તું
અંગારોમાં ચાલનાર
એક તું
વિરાટ બ્રહ્માંડ
એક તું
આકાશે આંબનાર
એક તું
આનંદ પરમાનંદ
એક તું
ઈશ્વર 'અંશ'
એક તું
આયનો ભ્રમ
હકીકત તું !
-અંશ ખીમતવી
✨✨✨✨
કવિતા એ
બીજું કંઈ નથી
પણ
લાગણીઓના ઊછળતા મોજાઓને
ખભા નો હાથ છે!
- અંશ ખીમતવી
હોય કે
ઉપર વાળો જાણે,
આ ઉપરવાળો કોણ ?
ઈશ્વર !
એ જ સરનામું પાક્કું હોય તો
એ મળવો જોઈએ ને .
ત્યાં તો ઘણા આંટાઓ માર્યા છે.
કેમ જાણે,
એક આ આંટા તરફ
આ નિર્દોષ બાળક ,બંધ આંખે
પ્રાર્થના કરતો
ભીતર તરફ
આંગળી ચીંધી રહ્યો હોય
એવું મને લાગ્યું.
મુકામ શૂન્ય ,અનહદ આનંદ ...
- અંશ ખીમતવી
એક ઢોગડું
ખબર નહિ કેમ મારા ઘરના
બારણે આવી
મૌન ધારણ કરી ઊભું રહે.
રોટલી તો રોજ ખવડાઉ છું
એટલે નિયમિતામાં પાક્કું થઈ ગયું છે
પણ
પ્રશ્ન
મને એ થાય છે કે
શું એ
કંઈક
કહેવા માગે છે ?
- અંશ ખીમતવી
તે પાછા વળીને
ક્યારે
મારા સમાચાર
લીધા ?
લગીરે તારામાં મારા પ્રત્યે
લાગણીઓ નથી,
કરમાઈને ખાખ થઈ ગઈ !
તને હોય પણ શેની હવે,
તારા જીવનમાં તો સુખી જીવનના
ફૂલો ખીલ્યા છે ...
હમસફરના સંગાથ મળ્યા છે
હથેળીને હાથ મળ્યા છે,
હસીને રહેવાના કોડ ફૂટ્યા છે
પછી સમય જ ક્યાંથી હોય
કોઈના દર્દની દવા બનવામાં !
-અંશ ખીમતવી
No comments:
Post a Comment