અછાંદસ કવિતા

મને એવું લાગે કે મને ભૂલી ગઈ

છે અને ભૂલી જ જવી જોઈએ

જેને પ્રેમ ફક્ત સમય પસાર કરવા કરેલો ..

જે હોય એ 

ઈચ્છા હતી તારો અવાજ સાંભળીશ

પણ 

કદાચ તને મારો અવાજ ઝહેર સમાન લાગતો હોય 

બની શકે

તારા અમૃત ભરેલા જીવનમાં અંશની દખલગીરી ક્યાંથી 

સોરી!


-અંશ


જિંદગી એક અનુભવ છે, 

 કવિતા રૂપે કોરા પાને 

ટાંકવી છે મારે . 

કોક દિવસ કુમળા હાથે 

એ ફરી વંચાય 

ને 

એ કુમળા છોડ ને 

ટેકો થઈ જાઉ હું 

એ આંબે આકાશે ....


અંશ ખીંમતવી





સુખ - દુઃખ 

પ્રેમ - દર્દ

ભૂખ - તરસ

બંગલો - ફૂટપાથ

આનંદ  - હતાશા 

ઊંચ - નીચ 

હાર - જીત 

આકાશ - પાતાળ 

વસંત - પાનખર

જીવન - મૃત્યુ

હા  બધું જ 

જિંદગીમાં  સ્વીકાર્ય છે 

બોલ જિંદગી છે કોઈ પ્રશ્ન ? 


- અંશ ખીમતવી




તને યાદ છે? 


તને યાદ છે? તે મને

તારી છત્રી આપેલી, જેથી

હું ઘરે જતી વખતે ભીંજાઉ ના.

સાચું કહું તો 

મારે છત્રીની જરૂર હતી જ નહીં

પણ, તારા માન ખાતર લઈ લીધી હતી,

જરૂર તો હતી મને ફક્ત

તારી , અને છત્રી વગર પછી એકમેકમાં ભીંજાવવાની .


- અંશ ખીમતવી


એવું ન માનતા કે પ્રેમ તમને
આખી જિંદગી સાથ આપશે,
પ્રેમ તમારી જિંદગીને સ્વર્ગ બનાવી દેશે,
પ્રેમ તમારું જીવન રંગોમય બનાવી દેશે,
પણ,
એક દિવસ
પ્રેમ તમને મધદરિયે એકલા જરૂર મૂકી દેશે,
પ્રેમ તમારો જીવ લઈ લેશે,
પ્રેમ તમને એટલો રડાવશે કે તમે ક્યારે
કોઈને પ્રેમ નહીં કરો,
બસ નફરત ,નફરત જ કરશો,
મને યાદ છે પ્રેમ કરવાથી હું ફરી જિંદગીમાં
બેઠો થયો હતો, ચહેરા પર હસીઓના
ફૂલ ખીલ્યા હતા, સોનેરી કિરણો ઉગ્યા હતા.
નિર્જીવ ને જીવંત મળ્યું હતું,
પણ આજ એટલી નફરત કરું છું
એને કે જો એ સામે આવે
એના પર એક નજર પણ ના કરું!!
કારણ કે દુશ્મન એક ઝાટકે
જીવ લઈ લે છે
પણ
પ્રેમ
પળે પળે તડપાવીને જીવ લે છે.

- અંશ ખીમતવી



મને આકરા તાપમાં
એને સાથ આપ્યો હતો,
સૂકા રણમાં તૃપ્ત બની હતી
મારા કાજે.
મારો છાંયો બની હતી,
કુદરતની તાકાત ન હતી 
કે મને હરાવીને જાય ,
સાવિત્રીની જેમ અડીખમ બની હતી
મારા કાજે.
આંસુ આવતા પહેલા રૂમાલ ધરતી હતી ,
એ મારી જીવન કવિતા હતી....
અને પછી હું પણ બંધાણી 
થઈ ગયો હતો 
એનો....
મને પણ ચાલે એમ નહોતું !
પણ કેમ 
જાણે
હવે એને ચાલવા લાગ્યું....
અને હું
રણમાં 
ભટકતો રહ્યો 
તું
મૃગજળ બની ગઈ !!

- અંશ ખીમતવી






આપણે બે એક ન થઈ શક્યા
તો શું થઈ ગયું !
ધરતીના છેડા પણ ક્યાં એક થઈ શક્યા છે !
જીવ અને શરીર પણ એક નથી,
બે ક્ષણ પણ એક પણ નથી ,
આકાશ- ધરતી,
ચાંદો -સૂરજ
રાત -દિવસ
અલગ અલગ છે .
તો
તું અને હું
આપણે નથી !
પણ
હું તારો છું
તું
મારી છે....

- અંશ ખીમતવી













જ્યારે હું બળતા
બપોરે
ચાલતો
ચાલતો
ઘર તરફ પગલાં
ભરતો, ત્યારે તારો કોલ
અચૂક આવતો.
કહેતી 'અંશ'
રૂમાલ માથા પર રાખ્યો છે ને ?
અને હું હા
કહેતો.
સાચું કહું
ત્યારે આ આકરો તાપ
પણ
તારા પ્રેમના કારણે
શીતળ ઘટાદાર છાંયા જેવો લાગતો !

-અંશ ખીમતવી





#વૃદ્ધાવસ્થા

હાથ,પગ, કહોને
કે શરીર સાથ ન આપે
તો પણ એકવાર ચલાવી લઈશ.
હું
ઘસાતો ઘસાતો
કે લાકડીના ટેકે
મુકામ સુધી પહોંચી જઈશ ,
ખાટલો ,બાટલો
આવશે
છતાં ,
હું જાતને
સશક્ત માનીશ,
પણ
જ્યારે
દીકરો ઘરડાઘર બતાવશે
ત્યારે
હું
નિર્બળ ,વૃદ્ધ
થઈ જઈશ !

- અંશ ખીમતવી















































No comments:

Post a Comment