આજે થોડું વિચાર,મન,અને એની અસરો વિશે થોડું લખવાનો વિચાર સ્ફુર્યો છે તો લાવને થોડું લખી દઉં. આ બાબત પર આપ સો ટકા સહમત થાઓ કે ન થાઓ એ હું નથી કહેતો...તમે માનો કે ન માનો .હું ફક્ત મારા વિચાર અને અનુભવ થકી થોડું લખી રહ્યો છું.જે આપની સમક્ષ મૂકું છું. આપ સ્વીકારો એવું હું નથી કહેતો....
'મન 'વિશે આગળ લખી ચુક્યો છું એટલે હું આજે અહીં 'વિચાર' વિશે શબ્દો પ્રકાશ પાડું છું.
વિચાર શુ છે ?
આમતો વિચાર મન સાથે જ જોડાયેલો છે. પણ મન એ આગળ તમને કહ્યું એમ દ્રશ્યમાન નથી એટલે સંશોધન મુજબ એ સ્વીકાર્ય નથી, પણ જેમ મનુષ્યમાં જીવ દ્રશ્યમાન નથી છતાં એ છે.એવું આપણે માનીએ છીએ. તેમ મન છે, એવું માનવું રહ્યું. સાયન્સ તો સંપૂર્ણ માઈન્ડને જ સર્વ માને છે એ એમની રીતે તદ્દન સાચા છે.પણ મન નથી એવું પણ નથી. મન છે. મનમાં અદ્ભૂત શક્તિઓ રહેલી છે મનના પ્રકારો એ પણ મેં મારી સમજ પ્રમાણે આગળ લખેલું છે. હવે આગળ આપણે વિચાર વિશે જોઈએ...
વિચાર જીવન છે :
માણસનું સર્વસ્વ જીવન વિચારો પર નિર્ભર છે એવું કહીએ તો પણ મને જરાય અતિશયોક્તિ જેવું લાગતું નથી. કારણ કે વિચારો દ્વારા જ માણસ ઘડાય છે. જેવા માણસના વિચારો તેવુ એનું આચરણ.તમે થોડું વિચારશો તો તમે પણ સ્વીકારશો કે આ વાત સાચી છે. તમે જેવા વિચાર કરો છો એવું તમે આચરણ કરો છો. ચહેરો એ આંતરિક વિચારોનો પડદો છે. તમે જેવું ભીતર ફિલ કરો છો એજ તમારા ચહેરા પર જોવા મળે છે. જો તમે દુઃખી હશો કોઈ ટેનશનમાં હશો તો એ ભાવો તમારા ચહેરા પર દેખાશે. જો તમે ભીતરથી આનંદ અનુભવતા હશો તો તમારો ચહેરો
પણ ખીલી ઉઠશે.
આજ જે આપણે જીવી રહ્યા છીએ એ કાલના વિચારો નું પરિણામ છે.અને આજે જે વિચાર્યું એ કાલનું પરિણામ હશે. એ તો તમે વિચારશો એટલે તમને ખબર પડી જશે. આજ જે જીવન આપણે જીવી રહ્યા છીએ એ ભૂતકાળ માં તમે જે જે વિચારો કર્યા એનું પરિણામ છે. આપણે દુઃખી છીએ તો પણ આપણે જ એના જવાબદાર છીએ. અને સુખી છીએ તો પણ આપણે જ જવાબદાર છીએ. આપણે જે વિચારો કરીએ છીએ એ સર્વસ્વ આપણા અર્ધ જાગૃત મનમાં સ્ટોર થાય છે. અને સમયાંતરે એ સક્રિય થતાં રહે છે. વિચારો બે પ્રકારે હોય છે એક તો નેગેટિવ અને બીજો પ્રકાર છે પોઝિટિવ.
વિચારોની અસરો :
આપણા જીવનમાં વિચારોનો ફાળો ઘણો જોવા મળે છે. મુખ્યત્વે બે પ્રકારે વિચાર હોય છે એક પોઝિટિવ અને નેગેટિવ. દિવસ દરમિયાન આપણને સાઠ હજાર વિચારો આવે છે. એમાં નેગેટિવ વિચારો આવવા સ્વભાવિક છે. આમ જોવા જઈએ તો નેગેટિવ વિચારો આપણને અસર નથી કરતા પણ જ્યારે આપણે એમાં સંબંધ જોડીએ છીએ ત્યારે એ વધારે ઉગ્ર બનતા હોય છે. કોઈ વિચાર આપણને ક્યારે અસર કરે છે ઉદા, જ્યારે આપણે ટીવી પર કોઈ ઇમોન્સન સીન જોતા હોઈએ અને ત્યારે આપણે એ સીનમાં આપણે ખુદ પાત્ર ભજવતા હોઈએ એવું ફિલ કરી ને વિચારથી જોડાયેલા હોઈએ છીએ ત્યારે આપણી આંખો ભીની થઇ જાય છે. વાસ્તવમાં વિચાર ટીવીનો પડદો જ છે. અને આપણે તો ફક્ત જોનાર છીએ.
વિચારો આકાશના વાદળો છે, જે આવે ને જાય. જ્યારે આપણે સાક્ષી ભાવ રાખીને માત્ર વિચારોને જોયા કરીએ તો એ આપણને અસર કરતા નથી. પણ જ્યારે કોઈ નેગેટિવ વિચારોને આપણે પકડી રાખીએ છીએ અને સાથે અપરાધ ભાવ રાખીએ ત્યારે જ આપણે દુઃખી થઈ એ છીએ. એટલે ચિંતાનો ત્યાં જન્મ થાય છે.'મહાન ચિંતક અને દાર્શનિક ઓશો વિચારોને બસ સાક્ષી ભાવે જોયા જ રહેવાનું કહે છે. કહે છે ક્યારે વિચારો સાથે ક્યારે ઝઘડવું નહિ કારણ કે ઝઘડવાથી જીત નેગેટિવ વિચારોની થાય છે એટલે કે આપણે હમેશા હાર સ્વીકારવી રહી. '
આજ એટલું જ ....
-અંશ ખીમતવી
"છોકરીની હસ્યાની જ આ વાત છે
પ્રેમમાં તો પડ્યાની શરૂઆત છે "
- અંશ ખીમતવી
પ્રેમ વિષય પર જેટલું લખો એટલું ઓછું છે. પ્રેમ કેવા રૂપ બતાવે છે આજે મારે શબ્દોમાં થોડું અંકિત કરવું છે. ઘણા મિત્રો પૂછે કે તમે પ્રેમ વિશે લખો તો અમને મોકલજો. આજે થયું કે લાવ જે જે અનુભવ્યું જે વાંચ્યું એ આધારે પ્રેમ શબ્દ પર પ્રકાશ પાડું .પ્રેમ વિશે સાચી લાગણી તો ત્યારે જ તમે લખી શકો જ્યારે તમે કોઈને પ્રેમ કર્યો હોય.એક મારી કવિતા માણો
પ્રેમ એટલે.....
પ્રેમ એટલે સતત એકબીજાની
ફિકરમાં રહેવું,
એકના આંખે આંસુ અને બીજાના
ગાલનું ભીંજાવું.
તું ખુશ તો હું ખુશ ની સમજણમાં રહેવું.
દર્દ એક ને થાય તો બીજાને તત્કાળ અનુભવવું,
કોલની રાહ જોતાં જ રણકવું.
રોજ ઝગડવું પણ એક બીજા વગર ઘડીએ ન ચાલવું
તત્કાળ કહી દેવું કે તું મને હવે ભૂલી જા ! પણ સામે કાંઠે પૂરનું વહેવું.
જળની માફક લાગણીઓનું ભળવું,
પાસ પાસે થી રોજ એકબીજાની નજીક આવવું.
સ્વર ફક્ત કર્ણ પ્રિય જ નહીં પણ આખા તન મનમાં
મીઠા સંગીતનું રણજણવુ.
ખૂબ દૂર હોવા છતાં દિલમાં હોવું
પ્રેમ એટલે માત્ર એકમેકના વિચારોમાં ખોવાયેલા રહેવું
સ્વંયની જિંદગી ને ભૂલી એક બીજાના વિમાસણમાં રહેવું.
પ્રેમ એટલે ઘણું બધું પણ આમ કઈ નહિ ,
માત્ર
તું અને હું ...
અંશ ખીમતવી
આમતો પ્રેમ ઘણા પ્રકારે આવે પણ હું જે અહીં લખું એ પ્રેમ યુવાનીના સમયમાં વસંતી પાંખો ફૂટે અને પછી કલ્પનાના આકાશે વિહરવા માંડે એ પ્રેમની વાત કરવાનો છું. પ્રેમ જ્યારે થાય છે શરૂઆતમાં તો બધું કલરમય લાગે છે. તમે જ્યા નજર માંડો બધું તમારા મનને ગમે છે. તમે પ્રેમની પાંખોથી વિહરવા માંડો છો. તમે જે જગ્યાએ હોવ એ જગ્યાએ નહિ અને ન હો એ જગ્યાએ તમે બેઠા છો એવું ફિલ થાય છે. તમને ગમતી વ્યક્તિ સાથે હરવા ફરવાનું બહુ જ ગમે. એને મીઠો સ્પર્શ કરવાનું, એના સપનાઓ જોવાનું . બસ એજ એજ અને એજ તમે જ્યાં જાઓ બસ તમને એજ દેખાવા લાગે છે.
પ્રેમમાં તમે તમારી ગમતી વ્યક્તિને હમેશા ખુશ રાખવાના પ્રયત્નો કરો છો. તમને એની નાની નાની વાતમાં પણ ખૂબ જ રસ હોય છે. એને શુ ગમે છે. એને કઈ વસ્તુ ફેરવીટ છે.એને કઈ વસ્તુ ખાવી ગમે છે એનું શુ શુ ફેવરિટ છે તમામ વાતો તમે શરૂઆતમાં મોબાઈલમાં કે જ્યારે તમે મળો છો ત્યારે કરતા હોવ છો. એક બીજાના ચહેરા ને નિહાળવામાં જ અનેક સમય પસાર કરતા હોવ છો. એની આંખો ,હોઠો, ગાલ પર તમે વિહરતા હો છો.એને ચૂમી લેવાનું પણ બહુ ગમતું હોય છે. એના કોમળ હાથને સ્પર્શવાનું એને ચુમવાનું વિશેષ ગમતું હોય છે.એ સમય થકી તમને પૃથ્વી પર સ્વર્ગ જેવું ભાષવા લાગે છે. ત્યારે તમારા મિત્રોથી તમે દૂર રહો છો. મિત્રો પણ તમને ઘણી વાર સંભળાવશે કે યાર તું હવે બદલાઈ ગયો છે ! અને તમેં એને મીઠો હસીને જવાબ આપો છો. પ્રેમમાં અનન્ય તાકાત રહેલી છે. સાચી લાગણીઓથી જોડાયેલો પ્રેમ વ્યક્તિને સુખદ રાખે છે. ઘણી વાર નાની નાની વાતો પર ઝઘડવાનું પણ થાય છે. અને થોડાક સમય પછી બન્ને એક પણ થઈ જવાય છે. આમ મનાવવું રિસાવવું બહુ જ આનંદ પમાડે તેવું હોય છે. બસ આમને આમ તમેં ચોવીસે કલાક સ્વપ્નોમાં વિહરતા જોવા મળો છે. અને તમને જીવનનો અનેરો આનંદનો અનુભવ થાય છે. પ્રેમ વિશે જેટલું લખાય એટલું ઓછું....બસ થોડા પ્રેમના ફૂલો અહીં મુક્યાં છે.તમે એને ચૂમી લેજો....
- અંશ ખીમતવી
તું જ પ્રસન્ન કરે અને તું જ ખિન્ન !
પ્રાચીન કાળથી મનને જાણવા માટે અનેકો પ્રયત્ન થયા છે જેમાં ઋષિમુનિઓ તપ ,મંત્રો ,ધ્યાન દ્વારા અનેકો કોશિશ કરી છે તે છતાં મન એટલું અગાથ છે કે તેને સંપૂર્ણ જાણી નથી શકાયું. વર્તમાન વિજ્ઞાન યુગમાં અનેક શંશોધન થયા પણ મનને હજી સમજી શકાયું નથી. વિજ્ઞાન પોતે મગજને જ સંપૂર્ણ માને છે, કારણ કે મન તો અદ્રશ્ય સ્વરૂપમાન છે એટલે નિયમ અનુસાર એ દ્રશ્યમાન નથી એટલે મન પદાર્થ સ્વરૂપે ન હોવાના કારણે સ્વીકારતા નથી. અને એવું કહેવાય છે મહાન વિજ્ઞાનિક આઇન્સ્ટાઈનને પણ આંશિક જ મનનો ઉપયોગ કરેલો.
હવે આપણે સીધા વિષય તરફ જઈએ જેમાં મારા વિચારો પ્રગટ કરતા કહું છે કે મન જ પ્રસન્નતા આપે અને મન જ ખિન્નતા આપે. મન આપણા કાબુ પર હોય તો તો બરાબર પણ જ્યારે મન બેકાબુ થઈ જાય ત્યારે માણસને એ ધારે એ રીતે નાચ નચાવે છે. માણસનું મન જેટલું પવિત્ર હશે એટલું જ બહારનું વાતાવરણ આનંદમય રહેશે. નહિ તો ભલે બહાર ફૂલો ખીલ્યા હોય પણ જો મન પ્રસન્ન નહિ હોય તો એની ફોરમ આપણને ક્યારે સ્પર્શે શકશે નહિ. એની સુંદરતા આપણને નજરે ચડશે નહિ. સુંદર ઉપવન પણ તમને બોજારૂપ લાગશે. ચહેરો એ આંતરિક વિચારોનો પડદો જ છે.
વિચારો મુખ્યત્વે બે પ્રકારના માણસને આવતા હોય છે જે આપણે આ વાતથી વાકેપ છીએ છતાં તમને જણાવી દઉં કે નેગેટિવ અને પોઝિટિવ. સંશોધન પ્રમાણે પ્રત્યેક વ્યક્તિને દિવસ દરમિયાન 60,000 હજાર
વિચારો આવે છે. મારે મુખ્યત્વે ઊંડાણ માં જવું નથી પણ સીધું જ કહી દઉં કે વિચારો આપણને કઈ રીતે કનડે છે. ઇચ્છનીય અને અઇચ્છનીય એમ બે પ્રકારે વિચારો આપણને આવતા હોય છે. જેમાં ઇચ્છનીય વિચારો આપણને આનંદ આપતા હોય છે. પણ અઇચ્છનીય નેગેટિવ વિચારો આપણને કનડતા હોય છે. આમ જોઈએ તો કોઈ પણ એક વિચાર સેકન્ડ ના ભાગમાં જ બદલાઈ જતો હોય છે. કનડગત વિચાર પર જ્યારે આપણું મન ફોકસ થઈ જાય ત્યારે એ વિચારોમાંથી અનેક શ્રુંખલાઓ ઉત્પન્ન થઈ જાય છે જે આપણે અનેક ભય તરફ લઈ જાય છે. આપણે જેટલા વિચારોની સામે લડીએ એટલા વિચારો આપણાપર પ્રહારો કરે છે. આપણને અનેકો પ્રકારના ડર બતાવે છે. અને રાક્ષસનું સ્વરૂપ ધારણ કરેછે.
એટલે કે એમાંથી છૂટવા આપણે હાર જ સ્વીકારવી રહી. વિષય તો બહુ લાંબો છે પણ ટૂંકમાં , વિચારો જ માણસને પ્રસન્ન કરે છે અને વિચારો જ માણસને ખિન્ન !
-અંશ ખીમતવી
No comments:
Post a Comment