તને યાદ છે ?





તને યાદ નહિ હોય તો
કરાવું 
તે મેસેજમાં એકવાર કહેલું કે
ગમે તેટલી જવાબદારી આવી જશે પણ
અંશને નહિ ભૂલું 
અને આગળ વધી કહેલું મરી જઈશ પણ તને ભૂલું 
તારે મરવાની કોઈ જરૂર નથી
અને યાદ કરવાની પણ કોઈ જરૂર નથી,
મતલબી માણસોના મેસેજ
ફક્ત મતલબી હોય છે.

- ansh 



તને યાદ છે ?

આપણી ચેટિંગ પૂરી થઈ ગયા
પછી 
તું ફરી મોબાઈલની સ્ક્રીન પર
 ટેરવા ફેરવ્યા કરતી..
અને 
મનમા ને મનમાં હસતી,
શરમાતી...
પ્રેમથી ઉભરાતી...
ત્યારે હું તને આશ્ચર્ય સાથે પૂછતો 
કે શું કરે છે?
ત્યારે તું કહેતી કે
તારી સાથે થયેલી વાતોને
ફરી
વાંચું છું ..
અને હું
મનમાં કહી ઉઠતો ..ઓહ હો.....

- અંશ 









તને યાદ છે ?

એકવાર તે અવિશ્વાસ દાખવ્યો હતો
અને હું અઠવાડિયા સુધી
બોલ્યો ન હતો,
ત્યારે તે કહેલું કે અંશની મારા લીધે જે હાલત
થાય છે એની જવાબદાર હું છું
ત્યારે તે આંસુભરી ત્રણ પત્રો લખેલા,
ગુસ્સામાં એક તો ફાડી નાખેલો
પણ બે હજી એમના એમ દિલમાં છે
ત્યાર બાદ 
હું ફરી બધું ભૂલી તને ચાહવા લાગેલો...
કારણ 
કે 
છ દિવસની તારી લાગણી મેં જોઈ હતી
અને એ  તારી તડપ...
પણ
આજે
તું
મારુ મોત પણ જુએ તેમ નથી
કારણ કે આજે તારા જોડે સર્વસ્વ છે.

- અંશ 


તને યાદ છે?

તારા બન્ને હાથ ઘરના કામમાં
મશગૂલ હોતા
છતાં તારું મન અને દિલ
અંશમાં મશગૂલ હોતું
તારા ગાલ
અને ખભાની
વચ્ચેના સંવાદથી.....

Ansh  





તને યાદ છે?


તારો 'ઓનલાઈન' મેસેજ
ટપકતા જ મારા મૃત શરીરમાં જીવ
આવતો
બીડાયેલું ફૂલ ખીલી  ઉઠતું
લાગણીઓનું પતંગિયું ઉડવા લાગતું..
ઉત્સાહનો સૂરજ ઉગતો
ચહેરાપર સ્મિતનો  પવન રેલાતો
આનંદનું ખળખળ ઝરણું વહેતું
અને
હું મારી જાતને ભૂલી જતો
તારામાં ખોવાઈ જતો 
તારો '"ઓનલાઈન" મેસેજ ટપકતા !

-અંશ ખીમતવી









તને યાદ છે ?

મને બહુ ઈચ્છા હતી કે તારા હાથની 
આંગળીમાં મારા હાથે રિંગ પહેરાવું....
અને એ સુંદર હાથને ચૂમી લઉં
પણ
એ ઈચ્છા પૂરી ન થઈ !
હા, રિંગ તો જાતે પહેરી લીધી 
ચૂમી લેવાની વાત તો
તે કોઈ બીજાની જિંદગી ચૂમી લીધી !!

-અંશ





તને યાદ છે ?

મને યાદ છે 

તારો  સૌથી મનપસંદ પર્વ

એટલે નવરાત્રી..
તને નાચવું બહુ ગમે ,
તું ગરબા ખેલવા જતી
અને હું તારી રાહ જોતો ....
ફરી એક રિપ્લાયની......
ટપકતો
ખરો પણ
બહું મોડો
એ પણ મને પસંદ હતું
એ જ તારો પ્રેમ હતો મારા માટે
તારો રીપ્લાય જ મારી જિંદગી હતી
એજ મારી તરસ, આતુરતા, વિશ્વસનીયતા હતી.
તને યાદ છે?

- તારો અંશ





આમતો તો તું ક્યારેય ચહેરા પર દુપટ્ટો વીંટળાવતી નથી

 પણ એકવાર

દુપટ્ટો હટાવતી હતી

મેં એકાએક જોઈ ,તો લાગ્યું કોઇ બીજુ છે

પણ 

જેમ જેમ દુપટ્ટોહટતો ગયો

તેમતેમ 

હું

તારામાં ઓગળતો ગયો...

એ નજારો એકાએક નજરે પડ્યો

પણ 

ગજબ હતો !

સાચું કહું તો અંશ માટે તું  ગજબ છે!


- ansh




એવી ખબર ન હતી કે આભ ફાટી પડશે,

અને વિરહનો વરસાદ વરસવા લાગશે
સદા ખળખળ વહેતુ પ્રેમનું ઝરણું બે ફાંટામાં 
ફેલાઈ જશે! 
હૈયાનું ફૂલ કરમાઈ જશે,
સદા ગમતી આ સાંજ ગમગીન થઈ પડશે
હસાવતી  તારી યાદો 
આંસુઓમાં ફેરવાઈ જશે,
ખબર ન હતી મને
કે 
તું હમેશા માટે તું દૂર થઈ જઈશ
આપણી પ્રેમની સાંકળ 
પળવારમાં તૂટી જશે !
સાચે જ ખબર ન હતી મને કે સપનામાં ઉગતી સવાર 
ઓશિકાને ભીંજવી દેશે,
એ દિવસ 
પ્રેમના તાંતણાનો  છેલ્લો દિવસ બની જશે,
સાચે જ 
પ્રિયે!
ખબર હોત તો 
એ ટેરવું બે મિનિટ માટે અટકી ગયું હોત !!

- અંશ ખીમતવી ( તારી સાથે વાત કરવા જતા )






તને યાદ છે ? 

મને બટાકા બહુ ભાવતા,

તો  તું મને પૂછતી કે અંશ  આજે

શું ખાધું ? 

બટાકા હું કહેતો.

અને તું મને ચિડાવતી...

ખૂબ હસતી અને આજે પણ

તારો ખિલખિલાટ ચહેરો મારી સામે છે.

પણ હું ઘણી વાર ખોટું બોલતો

સોરી, 

પણ એનું કારણ માત્ર 

તારા ચહેરાપર ખુશી રેલાવાનું હોતું....


@nsh




તારા તો રાત અને દિન સાહેબ સંગ

સુખથી વીતે છે

પણ , અહીં રાત દિન જળ વિન તરફડતા માછલી

માફક વીતે 

તારી આંખોમાં તો હર્ષના આંસુઓ હશે

ને તું તારા સાહેબની બાહોમાં હશે

પણ , 

અંશની આંખોમાં આંસુઓ પણ નથી,

તારી યાદોમાં ન જાણે કેમ હું ધોધમાર વરસતો હોઉં છું?

 તારો પ્રેમ તો ટાઈમપાસ જ હતો...

જો જરીકે પ્રેમ હોત

અંશની ખબર લીધી હોત

તારા પ્રેમમાં આટલો સ્વાર્થ હતો

ખબર ન હતી મને

નહિ તો મારા ભોળા દિલને હું

આટલું તડપાવા ન દેત !!


- અંશ....




તને યાદ છે ?  મેં તને કહેલું કે

તું મને ભૂલી તો નહિ જાયને ? ત્યારે 

જવાબ રૂપે 

કહેલું , ' કે અંશ, ગમે તેવી જવાબદારી આવી પડશે,

તને કોલ નહિ કરી શકું

મેસેજ નહિ કરી શકું 

પણ તને હું પળપળ યાદ કરતી રહીશ....'

સાચું તું મને હાલ પણ યાદ કરે છે ?

તું મને આજે પણ ભૂલી નથી ?

બોલ ને તું  અંશની માફક રોજ સૂતા પહેલાં

કે અડધી રાતે રડી જાય છે ?

બોલને તું આજપણ અંશની છે? 

બોલ ને ? 

હું તરસ્યો છું તારો અવાજ સાંભળવા માટે..

બોલ ને ?

નહિ તો કદાચ તું પણ એકલી એકલી તડપતી રહીશ

સદા 

અંશની માફક.......


- અંશ 





પ્રથમ સૂતા પહેલા તારી યાદો

ધ્રૂસકે ધ્રૂસકે રડાવે છે

બાદમાં ઉણપ હોય ,સ્વપ્નમાં આવી

રડાવે ,

સ્વપ્નમાં તું આંખમીચોળી રમે 

મને જોઈને ઘેલું શરમાય 

પછી તું ક્યાંય અદશ્ય થાય !

ક્યારેક હાથ લાંબો કરીને બોલાવે

પાછળ પાછળ ,

તો ક્યારેક બ્લ્યુ સાડીમાં ગુલાબ આપી પ્રપોઝ કરે...

તો ક્યારેક પાછું વળી વળી ને જોયા કરે...

મને સતાવ્યા કરે

અને હું ઝબકીને જાગી રડ્યા કરતો અડધી રાતે!

બોલને

તું

તારા વગર કઈ રીતે જિંદગી જાશે !?


- અંશ 






તારો પ્રેમ
દીર્ઘ સમય તો ન મળ્યો
પણ અતિ ગાઢ ચોક્કસ મળ્યો
તારો સ્પર્શ ઝાઝો સાંપડ્યો નથી મને
પણ
તારો મીઠો સ્વર મારા આત્મા સુધી
પહોંચ્યો છે
તું જ્યારે તારા આછા કોમળ ગુલાબી 
હોઠથી મારું નામ લેતી
ત્યારે
ત્યારે
મારા તન મનમાં દરિયા સમું તોફાન
મચી જતું....
પ્રેમની લાગણીનો હિલોળે ચડતી,
પણ
એ તોફાન ધ્યાન સરીખું એકદમ શાંત
કરી જતું મને.....

- તારો અંશ






તને યાદ છે ?
જેવી તું ખુરશી પરથી ઉઠીને
ઉતાવળા પગે ચાલવા ગયેલી
અને ત્યારે દરવાજાની ઠેસ તને વાગેલી,
ત્યારે એ ઠેસ માત્ર તને નહિ
મને
પણ
લાગેલી
દિલમાં.....

- અંશ ખીમતવી

તું કહેતી હતી ને 
હું જીવનભર સાથ આપીશ ,
તારા હાથોમાં લાલ મહેંદી છે, સોળ શણગાર છે, 
કંકુ પગલાં છે
શરણાઈના શૂર સંભળાતા હતા,
ચારેકોર ઉમંગ ,  ને તું
આમ સજીને ક્યાં જઈ રહી છે ? 
પણ એ મૌન રહી,
એ પછી મારો અવાજ પણ બહાર ન નીકળી શક્યો
ચારે બાજુ તો આનંદની રમઝટ હતી, પણ
હું
ત્યાં જ લથડી પડ્યો ! 
ને એ ચાલી નીકળી કોઈના  હાથમાં હાથ રાખી...

- અંશ ખીમતવી

તને યાદ છે ? 
મને મળતા ,વચ્ચે એક બારી હતી,
એ બારી પર જ્યારે તે હથેળી મુકેલી,
ત્યારે એ બારી મનોમન વિચારતી કે 
મારુ કેવું અહોભાગ્ય
કે મારા હાથમાં તારી હથેળી આવી.
એ મનોમન બાગબાગ હતી,
પ્રેમના કૂંપળનો ફણગો પણ ફૂટી નીકળ્યો હતો,
સૂકી બારી આજ લીલી થઈ ગયેલી.
પણ એ બારી ને પણ મારી 
જેમ ક્યાં ખબર હતી 
કે આ નાજુક ,મૃદુ 
હથેળી તે કોના માટે રાખી હતી ?

-અંશ ખીમતવી

તને યાદ છે ?
એ દિવસે તું બ્લ્યુ સાડીમાં
હતી,
અને હાથમાં પ્રેમનું પ્રતીક ગુલાબ હતું,
તે મને ઈશારો કરી પ્રેમથી
આપેલું, અને પછી મીઠું મલકાઈ હતી.
એ ક્ષણ મારામાં જીવંત રચાઈ ગઈ છે 
એ પછી
રોજ યાદોનું પાણી સીંચીને
હરહંમેશ તાજી રાખું છું.
ફરી એ જીવંત સમય ક્યારે આવશે 
બોલને?

-અંશ ખીમતવી


તને યાદ છે? 

તને યાદ છે? તે મને
તારી છત્રી આપેલી, જેથી
હું ઘરે જતી વખતે ભીંજાઉ ના.
સાચું કહું તો 
મારે છત્રીની જરૂર હતી જ નહીં
પણ, તારા માન ખાતર લઈ લીધી હતી,
જરૂર તો હતી મને ફક્ત
તારી , અને છત્રી વગર પછી એકમેકમાં ભીંજાવવાની .

- અંશ ખીમતવી


એવું ન માનતા કે પ્રેમ તમને 
આખી જિંદગી સાથ આપશે,
પ્રેમ તમારી જિંદગીને સ્વર્ગ બનાવી દેશે,
પ્રેમ તમારું જીવન રંગોમય બનાવી દેશે,
પણ,
એક દિવસ 
પ્રેમ તમને મધદરિયે એકલા જરૂર મૂકી દેશે,
પ્રેમ તમારો જીવ લઈ લેશે,
પ્રેમ તમને એટલો રડાવશે કે તમે ક્યારે 
કોઈને પ્રેમ નહીં કરો,
બસ નફરત ,નફરત જ કરશો,
મને યાદ છે પ્રેમ કરવાથી હું ફરી જિંદગીમાં
બેઠો થયો હતો, ચહેરા પર હસીઓના 
ફૂલ ખીલ્યા હતા, સોનેરી કિરણો ઉગ્યા હતા.
નિર્જીવ ને જીવંત મળ્યું હતું,
પણ આજ એટલી નફરત કરું છું
એને કે જો એ સામે આવે 
એના પર એક નજર પણ ના કરું!!
કારણ કે દુશ્મન એક ઝાટકે 
જીવ લઈ લે છે 
પણ 
પ્રેમ
પળે પળે તડપાવીને જીવ લે છે.

- અંશ ખીમતવી

એ ઊંઘમાં હતી
ત્યારે 
એના રેશમી કેશ ચહેરાપર
છવાઈ ગયેલા હતા, ત્યારે
મેં
હળવેકથી કેશ દૂર કરી
એના કપાળ પર પ્રેમથી તરબોળ મીઠું 
ચુંબન કર્યું.
અને
પછી એ
મીઠું મલકાઈ ગયા ભર ઊંઘમાં...

- અંશ ખીમતવી


હારી થાકી અને હું 
માથે હાથ દઈને બેઠો હતો,
ન કોઈ આશ હતી ,
જિંદગીમાં બસ હતી તો પાનખર ને પાનખર.
વિચારોનું ચકડોળ ગોળ ગોળ ભમ્યા કરતું હતું,
હું શું કરું કઈ સૂઝતું નહોતું, 
મને વિચાર આવ્યો, કે 
મહાભારત યુદ્ધ વખતે અર્જુન પણ નાસીપાસ થઈ ગયેલો.
પણ,
અર્જુન જોડે તો એનો સખો અખિલ બ્રહ્માંડનો માલિક હતો,
મારી જોડે તો મારા સગા સંબંધી પણ નથી....
અને અચાનક મારી નજર 
અડીખમ પથ્થરને ચીરતી , આરપાર
નીકળતી 
એક કૂણી કૂંપળ પર પડી ,
અને એ જ પળે મારો ભાગ્યોદય થયો !

- અંશ ખીમતવી


કાળા વાદળો તો ક્યાંય ઘેરાયેલા નથી,
કે નથી વીજળીના ચમકારા...
કે નથી ટહુકો ક્યાંય ! 
પણ
ઠંડો ઠંડો વાયરો 
અને એ પણ તારા નગરેથી ! 
મારો જીવ હાલક ડોલક થવા લાગ્યો છે ,
તું હેમખેમ તો છે ને ! 
કે 
પછી તને પણ મારી જેમ 
રોગ લાગું પડ્યો 
વિરહનો ! 

- અંશ ખીમતવી


ઘણીવાર એવું થાય છે 
તારી યાદોના વિચારો મૂળ સમેત ઉખાડી ને ફેંકી દઉં
દૂર દૂર આકાશની પેલે પાર....
તને શું ખબર કે તારા વિચારો આવતા જ 
મારી શી હાલત થાય છે ,
આંખો સાંબેલા ધાર વરસે છે
હદય મૂંઝારો અનુભવે છે
નસે નસે માં રક્ત ઝામી જાય છે
શ્વાસ લેવાનું ચૂકી જવાય છે
લાગણીઓ માથે હાથ દઈ બેસી જાય છે
સાવ અધમૂઓ થઈ જાઉં છું
પણ 
તને શું , તને શેની ફિકર ?
કારણ કે તારી લાઈફ તો સુખના દરિયામાં 
ઝૂલા ખાય છે.....
એકસામટા વિચારો ભેગા કરી દફનાવી
 જાઉં છું 
ત્યારે 
ત્યારે
ફરી ફરી
તાજી યાદોની કૂંપળનું વાવેતર થઈ જાય છે.
બોલ ને શું કરું જિંદગી ?

- અંશ ખીમતવી


મને  કેમ વીસરે રે
પ્રિયે,
મારા દુઃખમાં તે તારી 
નીંદર ત્યાગી તી,
તારી આંખોમાં પ્રેમની લાગણી જાગી હતી,
મને કેમ   વીસરે રે પ્રિયે !  

પણ આજ કેમ ના અંશ તને સાંભરે ?
વધી ને કેટલા ગયા છો આપ અંતરે ?
એક જીવ વિન બીજો કેમ જીયે ! 
મને કેમ  વીસરે રે પ્રિયે ! 

કળીએ કળીએ બેઠી છે વસંત ,
ને મારી હાલત સુકાઈ રહી છે,
આવી ને ટહુકા કરી જા હદયમાં ,
મૌસમ પ્રેમની જો વીતી ન રિયે ,
મને કેમ વીસરે પ્રિયે ! 

મને કેમ વીસરે રે પ્રિયે,
મને કેમ વીસરે રે પ્રિયે! 

- અંશ ખીમતવી




હું જ્યારે પણ કવિતા લખું છું
ત્યારે ત્યારે આંખોને ફોસલાવી નથી શકતો ,
મારી કવિતાઓમાં તું એકદમ 
છાતી સરીખી હોય છે
પણ તને સ્પર્શી નથી શકતો ,
શબ્દોમાં લાગણીઓ , રૂપકો, છંદો
અલંકારોને ઘોળી કોશિશ કરું છું
તને સ્પર્શવાનો 
પણ
તું છે કે હંમેશની જેમ 
સંતાકુકડી રમ્યા કરે છે
મારી ખુલી આંખોની સામે !
અને હું શોધ્યા કરું છું ફરી એક કવિતામાં...

- અંશ ખીમતવી


ન એના પર તારું નામ લખવું છે
ના કોઈ સંદેશો, ના
પ્રેમ પત્ર ,
ના વિરહના આંસુઓ.
મારા દિલની દોરથી કાંઈ પણ
સંદેશો મૂકવા માંગતો નથી,
કારણ કે 
હું
પતંગોત્સવ મનાવતો નથી ,
પણ , હા 
તું સ્વતંત્ર છે ...
તારા નામ સાથે મનગમતું નામ લખવા !

- અંશ ખીમતવી


બોલને !

તારી જોડે વાત કરવા મન બેબાકળું
થઈ રહ્યું છે,
તારા ગુલાબી હોઠો ક્યારે મૌન તોડશે ?
શબ્દોનાં પ્રેમથી ક્યારે તાર જોડશે !
હું તરસ્યો છું ભવોભવનો 
તારા રસદાર પ્રેમનો.
ચાતક બની 
તરસી રહયો છું એક બુંદ અમીરસ માટે
જો તું બુંદ બની નહિ વરસે તો હું સુકાઈ જઈશ સૂકા રણમાં ! 
શું તારા દિલમાં પ્રેમના વાદળો નથી બંધાતા...
શું મિલનના ચમકારા નથી થતા ? 
બોલને ?

- અંશ ખીમતવી


*એક 'તું'*

મારી દરેક ગઝલોમાં તું છે,
મારી કવિતાના શબ્દે શબ્દોમાં
તું અને તું જ છો,
ઢળતી સંધ્યાના મૌનમાં,
પંખીઓના મીઠા કલરવમાં,
સ્મરણમાં તું
વિસ્મરણમાં પણ તું 
તું ક્યાં નથી !
બધે જ તું !
અંશની રગેરગમાં ,ધડકનમાં, નજરોમાં,
હૈયામાં ,બાહોમાં ,સપનામાં, બે અધરોના ખાલીપામાં,
આંસુઓમાં, મુસ્કાનમાં, 
બસ એક તું છો
પણ છતાં તું નથી
મારા જીવનસફરમાં ! 

- અંશ ખીમતવી



તું કહેતી હતી ને 
હું જીવનભર સાથ આપીશ ,
તારા હાથોમાં લાલ મહેંદી છે, સોળ શણગાર છે, 
કંકુ પગલાં છે
શરણાઈના શૂર સંભળાય છે
ચારેકોર ઉમંગ ,  ને તું
આમ સજીને ક્યાં જઈ રહી છે ? 
પણ એ મૌન રહી,
એ પછી મારો અવાજ પણ બહાર ન નીકળી શક્યો
ચારે બાજુ તો આનંદની રમઝટ હતી, પણ
હું
ત્યાં જ લથડી પડ્યો ! 
ને એ ચાલી નીકળી કોઈના  હાથમાં હાથ રાખી...

- અંશ ખીમતવી


આજ અચાનક 
એનો કોલ આવ્યો ,
મજબૂરીના કારણો આપ્યા..
મારા સમાચાર લીધા,
એના સમાચાર આપ્યા,
બે ,વીતી ગયેલી પ્રેમની વાતો
વાગોળી,
હળવું ચુંબન કર્યું ,
ગાલ ને ભીના કર્યા ,
હવે ક્યારે નહિ મળી શકું 
એવા અંતિમ શબ્દો કહ્યા 
ને 
પછી
કોલ કટ કરી દીધો ,
હું 
ધબ્બ
કરતો એનો હાથ પકડવા ગયો 
ને
સવાર પડી ગઈ !

- અંશ ખીમતવી


જ્યારે હું બળતા
બપોરે 
ચાલતો 
ચાલતો
ઘર તરફ પગલાં 
ભરતો, ત્યારે તારો કોલ 
અચૂક આવતો.
કહેતી 'અંશ'
રૂમાલ માથા પર રાખ્યો છે ને ? 
અને હું હા 
કહેતો.
સાચું કહું 
ત્યારે આ આકરો તાપ 
પણ
તારા પ્રેમના કારણે 
શીતળ ઘટાદાર છાંયા જેવો લાગતો ! 

-અંશ ખીમતવી



મારો મૌન ઈશારો સમજીને
તું તારા
નાજુક હાથથી ,
કાન પાછળ છુપાયેલી 
તારી વાંકડીયાળી લટને
જ્યારે
તારા ચહેરા પર ઝૂલતી કરતી 
ત્યારે 
તારો "અંશ " 
ખોવાઈ જતો 
તારા સૌંદર્યના ઉપવનમાં ...

- અંશ ખીમતવી



તે પાછા વળી ને
ક્યારે 
મારા સમાચાર 
લીધા ?
લગીરે તારામાં મારા પ્રત્યે
લાગણીઓ નથી,
કરમાઈને ખાખ થઈ ગઈ !
તને હોય પણ શેની હવે,
તારા જીવનમાં તો સુખી જીવનના
ફૂલો ખીલ્યા છે ...
હમસફરના સંગાથ મળ્યા છે
હથેળીને હાથ મળ્યા છે,
હસીને રહેવાના કોડ ફૂટ્યા છે
પછી સમય જ ક્યાંથી હોય 
કોઈના દર્દની દવા બનવામાં ! 

-અંશ ખીમતવી

હું ખુશ હતો,
કારણ કે તું મારી સંગાથ હતી,
માત્ર સંગાથ જ નહીં , પણ મારી
લાગણીઓની ભરતી ,ઓટમાં ભાગીદાર
હતી,
હું સાવ હળવો ફૂલ થઈ ગયેલો,
જિંદગી સવારના ફૂલની માફક ખીલવા 
લાગી ' તી,
સોનેરી કિરણોની માફક ચળકવા લાગી હતી
સપનાઓ સજાવા લાગ્યો હતો 
રોજ સોનાનો સૂરજ ઉગતો ! 
પણ અચાનક જ 
તું
મારી હથેળીમાં હાથ તાળી દઈ ને
ચાલી ગઈ...
કોઈ અજનબીના હમસફરમાં.....

અંશ ખીમતવી ( આ કવિતા સવારે લખી મેં અને 12: 30 પછી ક્યારેય મળી ન શક્યા..)




No comments:

Post a Comment