વાર્તા

‘’મૈત્રી ‘’
અને
પ્રણય કથા

 અંશના  બે બોલ...
કવિતા ,ગઝલ પછી સ્ટોરી લખવાનો રસ જાગ્યો અને એ રસને મે પીવાનો પ્રયાસ કર્યો છે. ગમે તો વધાવજો.......સાહિત્ય તો ઘણું વિશાળ છે.  મે તો ફક્ત  લાગણી સ્વરૂપે બે શબ્દ કહેવાનો પ્રયત્ન કર્યો છે . 
                                              
                ‘’ સાવ ખાલી વિતે જિંદગી,
                 આપનું કહો જરા કેમ છે?’’
                                              -અંશ ખીમતવી
                                               9624399950
 
              અનુક્રમણિકા 
1. સોમનાથ મંદિરે  
2. આ મૈત્રી કોણ છે ?
3. લગ્ન ન થવાના કારણો 
4. ડિપ્રેશનમાં પ્રણય 
5. કોઇની યાદમાં રાત રડ્યા
6. હું ચિત્રા !
7. પ્રમુખનું સ્વાગત
8. જીવ એક થઈ ગયાં ! 

    આજે આખા વૃદ્ધાશ્રમમાં આનંદનો ઉમળકો હતો. કારણ કે કાલે વહેલી સવારમાં જ બસ ટુરમાં જવાની હતી. એટલે સૌ કોઈ પોતાની બેગમાં સામાન ભરવા લાગી ગયા હતા. દરેકના મનમાં એક જ ઉમળકો હતો. પ્રવાસ...... પ્રવાસ ...... પ્રવાસનો ! 

     સવારના ચાર વાગી ગયા હતા.સૌના એલાર્મ બોલી રહ્યા તા 'જાગો જાગો' .બધા સમયસર જાગી ગયા.અને 5 વાગતા જ સ્લીપિંગ બસ પણ આવી પહોંચી હતી.વ્યવસ્થા પ્રમાણે સૌ  સોફામાં બેસી ગયા.. અને હા વ્યવસ્થાપકો પણ પોતાની સીટમાં ગોઠવાઈ ગયા.અને પછી બસ ઉપડી......
   
   સમયસર સૌ સોમનાથ મંદિરે આવી પહોંચ્યાં.સૌ સાચવીને ધીમે ધીમે  નીચે ઉતરતા હતા.કન્ડક્ટર પણ સેવાભાવી માણસ લાગતો હતો.એ પણ હાથ લાંબો  કરીને દાદા - દાદીને સાચવીને નીચે ઉતારતો હતો.રસોઈયો પણ સાથે જ હતો એટલે એમને સૂચિત કરવામાં આવ્યું તમે ચા- નાસ્તાની તૈયારી કરો.એટલે ત્યાં સુધી સૌ મિત્રો હળવા થઈ જાય... સરસ ચાદર નીચે પાથરી સૌ મો ધોઈને ફ્રેશ થઈને ચા - નાસ્તો કરવા લાગ્યા.ત્યાર બાદ દર્શન કરવા જવાનું હતું.અને પછી સાંજે  દરિયાને કિનારે કુદરતના ખોળે મોજ માણવાની હતી. બધાએ  દર્શન કરી લીધા. સાંજનો સમય થઈ ગયો. દરિયો ખળખળ સંગીત રેલાવતો હતો.બધા કુદરતની લીલાનો આનંદ ઉઠાવતા હતા.. તો ઘણા નહાવા પણ ગયા.. 

        ‘’કેમ ,તમારે નહાવા નથી જાવું, કેમ શાંત થઈ ને બેઠા છો? મજા નથી આવતી કે શું? શાંત બેઠેલા દાદાને જોઈ દાદીએ  પૂછ્યું॰  
' 'ના ,એવું નથી. આવે છે ને મજા.હું તો આ દરિયાને જોઈ યુવાનીના વિચારોમાં ખોવાઈ ગયો હતો’’ ‘'એમ ? તમે તમારી યુવાની વિશે કહી કહેશો? '’ 
   ,શું કહું એ જમાનો તો જમાનો હતો.ઘણું બધું યાદ આવે છે ઘણું બધું ભૂલી જવાયું છે પણ.....દાદા એકદમ લાગણીસભર થઈ ગયા!
.’સોરી'
 ‘’ ઓકે પણ એતો મને મારી મૈત્રીની યાદ આવી ગઈ એટલે ન રહેવાયું.સોરી તો મારે કેવું જોઈએ.’
     આ મૈત્રી કોણ છે?'' આ મૈત્રી એટલે મારી આંખોને જે ખૂબ જ ગમી ગયેલી.મારા હદયમાં વસી ગયેલી.જેને જોયા વગર કદી ચેન નહોતું પડતું.જેના વગર હું એકપળ પણ નહતો રહી શકતો.જેની મે આખી જિંદગી પૂજા કરી છે.જેને જોતા જ પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો.એ ખૂબ જ સુંદર હતી.એનો ચહેરો નેચરલી રીતે  મનોરમ્ય હતો.એને બ્યુટીપાર્લર નો જરાય શોખ ન હતો.એ ક્યારેય કોઈપણ ક્રીમ લગાડતી જ નહિ.એને જોઈને મનમાં એવું થતું તારે ક્રીમ લગાડવાની જરૂર જ નથી.. તું છે જ સુંદર!સાચું કહું તો પ્રેમની શરૂઆત એને કરેલી.પછી જ્યારે અમે એકદમ નજીક આવી ગયા હતા ત્યારે મેં પૂછેલું કે હું તને પ્રેમ કરતો હતો પણ તારી જોડે વાત કરવામાં તને પ્રપોઝ કરવામાં ડર લાગતો હતો.ત્યારે એને હસતા હસતા કહી દીધું કે જો મેં તને મેસેજ ન કર્યો હોત તો મનનું મનમાં જ રહી જાત..હેને?...હું થોડો હસ્યો અને મનમાં કીધું રાઈટ વાત છે તારી...મને એના વાળ બહુ ગમતા એ અઠવાડિયામાં એકવાર વાળ કોરા રાખતી.મને એના કોરા હવામાં ઝૂલતા વાળ બહુ ગમતા. હું એને કહેતો કે રોજ કોરા વાળ રાખીને આવને. ત્યારે એને કહેલું કે રોજ નહિ.. તોય હું એ દિવસની રાહ જોતો કે એ ક્યારે કોરા વાળ રાખીને આવે. એના નખ ખાસ ઓછા પાલીશ કરેલા હોય અને હોય તોય લાલ રંગના..એના હાથમાં એક ઘડિયાળ શોભતી.આમ એ અન્ય કોઈ વસ્તુ પહેરવાની શોખીન ન હતી.પણ દિલવાળી ઘડિયાળ હમેશા એના હાથમાં શોભતી.
  અને હા એકવાત કહી દઉં એના વિશે ખાસ કે જ્યારે એને મેં પહેલી વાર બ્લ્યુ સાડીમાં જોઈ ત્યારે એને હું જોતો જ રહી ગયેલો.મૈત્રી એટલી સુંદર લાગતી હતી ના પૂછો વાત!  અને એને દિવસે મને ગુલાબનું ફૂલ સામેથી આપેલું.ત્યારે હું ખૂબ ખુશ થઈ ગયો હતો.. પછી તો મારો પ્રિય રંગ બ્લ્યુ થઈ ગયો હતો.
 " તો પછી તમે એને ભગાડીને કેમ ન લઈ ગયા? તમારામાં હિંમત ન હતી કે શું? 
‘’દાદા સ્વસ્થ થઈ ને આત્મવિશ્વાસ ભરીને  બોલ્યા, હા મારામાં તાકાત હતી..ન હતી એવું પણ નહતું.પણ ...
     'પણ, શું?
     'પણ ,એમાં ઘણા કારણો ભાગ ભજવી ગયા છે.પહેલું કારણ એ કે હું એકદમ લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છું એટલે કોઈને પીડા આપતા પહેલા બહુ વિચારું અને એ વિચારોમાં ભવિષ્યના ચિત્રો બરાબર સ્પષ્ટ નજરે ચડી જાય છે. અને બીજું એ પણ કારણ છે હું મૈત્રી ને ફક્ત પ્રેમ નહિ જે મૈત્રી સાથે જોડાયેલ છે એ તમામ ને ચાહતો મતલબ કે મૈત્રીને જેનાથી દુઃખ થાય એવું હું કોઈપણ કામ કરવા માંગતો નહતો.હું તો એને લઈ જાઉ અને એ પણ કદાચ તૈયાર થઈ જ જાય.પણ પછી એના મા- બાપ પર જે આફત આવી પડે એ હું બરાબર સમજી શકતો  હતો .એક બાપના ઘરથી દીકરીનું આ રીતે ભાગી જવું એટલે એ પરિવારપર દુઃખનો ડુંગરો પડી જાય એવું  સમજવું.અને આ બધું હું બરાબર અનુભવી ગયો છું.

    હવે તમે એમ પૂછશો કે તમે આ બધું કઈ રીતે જાણો? તો સાંભળ હું જ્યારે દસેક વર્ષનો હતો ત્યારે ગોકુળ નગરીમાં જે કિસ્સો બન્યો હતો.એ કિસ્સો આજે પણ મારા મનમાં સતત રમ્યા કરે છે પરેશાન કર્યા કરે છે. એ વખતે મંગુ કાકીનો દીકરો
 મુંબઈમાં  રહે. મંગુ કાકીનો આ એકનો એક દીકરો.મંગુ કાકી પોતે વિધવા થઈ ગયા હતા.એટલે મંગુકાકીએ રાત દિવસ એક કરીને ,પેટે પાટા બાંધીને દીકરાને મોટો કર્યો.અને ભણાવી ગણાવીને એને મુંબઈ શહેરમાં નોકરી માટે મોકલ્યો. પ્રાઇવેટ નોકરી કરતો હતો.અને એ રકમ બચતી એ મહિને ઓગડીયે મોકલાવતો અને આમ મંગુડોશીનું ઘરજીવન ચાલતું હતું.પણ એકવાર અચાનક એવા સમાચાર આવ્યા કે એ સાંભળીને કાકી બે ભાન થઈ ગયા હતા.અમે બધા દોડીને ગયા.અને પછી સવિતાકાકી એ પવન નાખ્યો. પાણી પાયું અને પછી ધીરે ધીરે આંખો ખોલી ત્યારે અમને બધાને હાશકારો થયેલો.પછી સવિતા કાકીને એમને વિગતવાર જણાવ્યું ત્યારે જમીન પગ તળેથી નીકળી ગઈ હતી. એવું બન્યું કે એમનો દીકરો કોઈ છોકરી લઈને ભાગી ગયેલો.ત્યારે એવી તો કરુણતા ફેલાઈ ગઈ હતી કે ના પૂછો વાત.એક તો એમને એકનો એક દીકરો અને એમાંય ટેકો થવાના બદલે ઝાટકો આપે તો કઈ રીતે સહન થાય? તોય મા કહેવાય ને કહેવત છે ને છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.એ કહેવત એમને સાર્થક કરેલી. પથર એટલા દેવ પૂજી અનેક જગ્યાએ  માનતા માની હતી.કેમ કરીને દીકરો પાછો આવે.પાછો આવતા સાતેક વર્ષ વીતી ગયેલા અંતે મંગુડોશીની માનતા ફળી.પણ એમને એટલું કસ્ટ વેઠયું કે ગિરનાર પણ પળમાં ઓગળી જાય!! એ દિવસે મનમાં ગાંઠ વાળી હતી કે પ્રેમ તો ન જ કરાય.છતાં આંખો મળી ગઈ પણ અંતે હું ઓગળીને પણ કઠણ રહ્યો.

        સાંભળ હજી તો બીજા અનેક કારણો જવાબદાર રૂપ નડ્યા છે બાકી શરીર વૃદ્ધ થયું છે પણ દિલ તો હજી એજ છે.આજે પણ મૈત્રીની યાદ એટલી જ આવે છે.વચ્ચે વાત કાપતાં દાદી બોલ્યા'' તો પછી તમે લગ્ન કર્યા કે નહિ? ''
લગ્ન તો કરવાની ઈચ્છા ત્યારે જ થઈ ગઈ જયારથી મૈત્રી સાથે આંખો મળી હતી.મારા ભોળા હદયે એવું વિચાર્યું કે મંજિલ મારી મૈત્રી છે લગ્ન કરીશ તો મૈત્રી જોડે જ.પણ જ્યારે આવું મૈત્રી ને કહેતો ત્યારે એ મને સીરીયસ થઈને કહેતી હોય એમ કહેતી કે ચૂપ! આવી વાત ન કર.તને મારા કરતા પણ સારી પત્ની મળશે.એને એકવાર પત્રમાં પણ લખેલું કે પ્રણય તને ખૂબ સુંદર ,શુશીલ પત્ની મળશે. મારા મનમાં તો ફક્ત એનું જ ચિત્ર આવતું. ખબર ન હતી કે એક દિવસ આ પંખી ઉડી જવાનું સાથી સંગી શોધીને! કહેતા આંખો ભીની થઈ ગઈ છતાં જાતને સંભાળી લીધી.. 

       ફરી દાદી બોલ્યા કે ચલો તમારા કારણો હું માનું કે બરાબર છે પણ મૈત્રી એ ક્યારે કોશીશ ન કરી કે એ પ્રણયની થઈ જાય. તમે શું માનો છો? શું એ તમારી બનવા નહોતી ઇચ્છતી? દાદા મૈત્રીના વિચારોમાં ડૂબી ગયા.. દાદીએ ફરી એજ પ્રશ્ન કર્યો દાદા સફાળા જાગ્યા અને ઉત્તર આપતા કહ્યું કે 
 ,''હું માનું છું મૈત્રી પણ મારી થવા ઇચ્છતી હતી એ પણ અનહદ પ્રેમ કરતી હતી.પણ એની સગાઈ થઈ ગયેલી.અને પછી એકાએક એના લગ્ન લેવામાં આવ્યા.તો પછી એ કઈ વિચારી ન શકી. મજબૂરીમાં એને લગ્ન કરવા પડેલા.હું એવું માનું છું પછી ખબર નહિ એ તો મૈત્રીનું મન જાણે! કે એ મારા જોડે ટાઈમપાસ કરતી હતી કે પછી અગાઢ પ્રેમ! '' 
  ''ઓહ! સોરી ,
  
     વાત આગળ વધારતા બોલ્યા કે એના લગ્ન થઈ ગયા ત્યારબાદ હું  ડિપ્રેશનમાં સરી પડેલો.એ પહેલા મૈત્રીએ ઘણો સાથ આપેલો.મને હિંમત આપ્યા કરતી.મારી સાથે હમેશા રહેતી.એ દવાખાને ન આવી શકતી પણ એ કોલમાં હમેશા સાથે રહેતી.ત્યારે એવું લાગતું કે જાણે મારા લગ્ન મૈત્રી જોડે થઈ ગયા હોય! અને મૈત્રી પત્ની હોય એવો આભાસ મને થતો.એ જ્યારે સાથે હતી તો મૈત્રીએ મને અસીમ પ્રેમ આપી એમાંથી બહાર લાવવા માટે ખૂબ મદદ કરેલી. હું એને ઈશ્વર માનીને પ્રેમ પૂજા કરતો હતો.હું મારી જાતને  નસીબદાર માનતો હતો તો ક્યારે એવું વિચારતો  કે એ ક્યાં મારી જિંદગીમાં આવવાની છે એવું વિચારી ફૂટેલા નસીબ જેવો પણ માનતો.એકવાર હું બહુ ડિપ્રેશનમાં આવેલો કોઈ ને કહી પણ કશું એમ ન હતો મૈત્રીની યાદો બહુ આવતી હતી પણ કોઈ વિકલ્પ ન હતો.જો હું એને કોલ કરું તો એની લાઈફ બગડતી હતી. પણ પછી ના છૂટકે મેસેજ કરી હેલ્પ માંગેલી પણ કોઈ રિપલાય આવ્યો નહિ. હું ત્યારે બહુ દુઃખી થયો હતો.ત્યારે સમજી ગયો તો કે જિંદગી આપણા ભરોસાપર જ જીવવી જોઈએ. કોઈ અન્યપર ભરોસો રાખવો નહિ.આમ મનને સમજાવવાની કોશિશ કરતો. જેમ તેમ કરીને મેં એકલા જિંદગી જીવવાની હિંમત કરી લીધી.પછી હું સમજી ગયો કે લોકો પ્રેમ ફક્ત ટાઈમ પાસ કરવા માટે જ કરતા હોય છે ફક્ત લાગણીઓ જોડે રમત રમતા હોય છે.હું પણ એને ખૂબ ધિક્કારવા લાગેલો.ન બોલવાનું બોલી જતો.. બીજું તો હું શુ કરું.મારી હાલત બહુ બગડી ગયેલી. જાતને હિંમત આપી હું ફરી બહાર આવવાની કોશિશ કરી.પણ હું મૈત્રીને આજ દિન સુધી ભૂલી ન શક્યો!!
જેને હું  યાદ કરી કરી ને આખી આખી રાતો  ભીની કરી.જેની સતત મને ખોટ વર્તાતી રહી.જેના વગર હું જીવીને પણ જીવી ન શકયો એ શ્વાસ એજ મારી મૈત્રી. મારી પ્રેમિકા. મારી જાન.મારી બકુ. આટલું કહેતા તો આંખો રડી પડી... છતાં એ બોલતા જ રહ્યા મૈત્રી મારી...મારી મૈત્રી..... પછી પાછા એકાએક સ્વસ્થ થઈ ધ્રૂજતા હાથે આંસુઓ લૂછયા. અચાનક એકદમ ગુસ્સેથી  બોલી ઉઠયા' નામ ન લો એનું કોઈ! એ મતલબી છે.સ્વાર્થી છે. જ્યાં સુધી એને જરૂરું હતી ત્યાં સુધી એ મારા પ્રેમમાં પાગલ રહી.અને જ્યારે એનો મતલબ પૂરો થઈ ગયો એટલે બસ..ભૂલી ગઈ મને.એને ઘણીવાર વિશ્વાસઘાત કરેલો પણ હું જ મૂર્ખ હતો કે એના પ્રેમમાંથી બહાર ન આવી શક્યો.આખરે હું એને પ્રેમ કરતો રહ્યો.પણ મને શુ ખબર કે જેને હું ભગવાન સમજીને પ્રેમ કરું છું.એજ એક દિવસ મને તડછોડી મુકશે.વચ્ચે ફરી વાત કાપતા દાદી બોલી ઉઠ્યા... "પણ તમે એને એટલી નફરત કેમ કરો છો?,.તમે હાલ કીધું કે એ મારો શ્વાસ હતી.મારી જાન હતી.તો પછી આમ આટલી નફરત પાછળ કયું કારણ છે?" હવે દાદીને પણ ઉત્સુકતા હતી દાદાના પ્રેમની વાત જાણવા માટે. દાદાએ વાતને આગળ વધારતા બોલ્યા..સાંભળ હું આજે પણ એને એટલો જ પ્રેમ કરું છું જેટલો કાલે કરતો હતો.પણ એને નફરત પણ બહુ કરું છું.
   એને જે હાલતમાં મને છોડ્યો હતો.એવી હાલતમાં કોઈ એના પ્રેમીને ક્યારે ન છોડે.પણ એને એકપળમાં વિચાર કરીને મને કહી દીધું હવેથી હું તમને વાત નહિ કરું.આમ તો એને પહેલા મને એની સગાઈની વાત પણ કહી હતી..મને શુ ખબર કે એના લગ્ન પણ ઘડિયે લેવાઈ જશે.એને એ પણ કહ્યું કે પ્રણય મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. એ કેટલી ગાંડી છે એને એ પણ ન વિચાર્યું કે આ વાત જાણી પ્રણય કેટલો દુઃખી થઈ પડશે.પણ પછી તો પ્રણય પણ શું કરી શકે.સમય જતા એ  કંકોત્રી પણ આપવા આવેલી.મેં ન સ્વીકારી. હું મનમાં એમ સમજતો હતો કે આ લગ્ન કરવા મૈત્રી પણ એટલી જ ઉત્સુકતા ધરાવે છે એટલે એ ખુશ થઈ મને કંકોત્રી આપવા પણ આવી ગઈ. મેં સ્વીકારી નહિ.પણ હું એ દિવસે બહુ રડ્યો.. પણ હું શુ કરું? મારાથી પણ કઈ થઈ શકે એમ નહતું.બસ ફક્ત રડ્યા સિવાય હું બીજું કઈ કરી શકું એમ નહતો.કારણ કે હું કોઈની આંખોમાં આંસુઓ જોઈ શકું એમ નહતો.. મારા કારણે કોઈ દુઃખી થઈ પડે એવુ હું કશું કરવા માંગતો ન હતો. નહિ તો હું મૈત્રીને ભગાડીને પણ લઈ જાત.પણ હું એવું બધું કરું એવો નહતો. કારણ  કે મૈત્રીના પપ્પા- મમી એ જ મારા હોય એવું હું માનતો હતો. આ બધું ન કરી શક્યો.. અને અંતે મેં મારી મૈત્રીને ખોઈ દીધી...આટલું 
કહેતા તો ફરી દાદાનો અવાજ ભાવવિભોર થઈ ગયો.દાદી સમજતા હતા કે મારે કારણે એમની તબિયત ન ખરાબ થઈ જાય એટલે ફરી વચ્ચે વાત કાપતા એમને કહેલું કે શુ બધો વાંક મૈત્રી નો જ હોઈ શકે? શુ મૈત્રી તમને પ્રેમ નહોતી કરતી? એવી વાત હોય કે જે તમને પણ ન કહી શકી હોય.એની મજબૂરી હશે.તો જ એને એવું પગલું ભર્યું.તમે સમજુ છો તો.... વાત આગળ ધપાવતા મૈત્રીનું પક્ષ લેતા હોય એ રીતે દાદીએ એના પક્ષમાં બોલવાનું ચાલુ રાખ્યું..

     મૈત્રી પણ તમને લગ્ન કરવા ઇચ્છતી હોય એની પણ ઇચ્છા તો હશે જ ને.પણ એની કઈક મજબૂરી હશેને. એટલે તો એને હાથ પીળા કરવા પડ્યા..બાકી કોઈ પ્રેમી આવી હાલતમાં ના છોડે.. દાદાને ઘણું કહેવું હતું પણ દાદા પછી એકાએક ચૂપ રહ્યા અને દાદીની વાતો સાંભળતા રહ્યા..દાદીએ મૈત્રીની ભેરુ લેતા ઘણી વાતો રજૂ કરી.અંતે એ પણ ભાવવિભોર થઈ ગયા.. અચાનક બસ કંડકટર ની સિસોટી વાગી..અને સૌ ચોકી ઉઠ્યા. પાછળથી બુમો પડી  કે સૌ હવે જમવા ભેગા થઈ જાઓ.હવે આપણે જમી ને ફરી આશ્રમ તરફ એટલે વળતા થવાનું છે તો.સૌ જલ્દી જમવા વાડીમાં ભેગા થઈ જાય.બધા રાત્રે જમવા બેઠા.અને ત્યારબાદ નવ વાગે સૌ બસમાં ગોઠવાઈ ગયા.
     
      સવાર પડતા સૌ વૃદ્ધાશ્રમમાં આવી પોત પોતાના રૂમમાં ગોઠવાઈ ગયા..સૌ એ સામાન મૂકી થોડો આરામ કર્યો પછી ફરી સૌ સવારે નાસતો કરવા ભેગા થવાના હતા.. નાસ્તો આવી ગયો.. સૌની હાજરી બોલાતી હતી ..અને એક નામ કાને પડ્યું મૈત્રી જી..... કોઈએ હાજર એવું ન બોલતા  ફરી જોરથી બૂમ પાડી... મૈત્રીજી......અને જોયું તો સામેના રૂમમાંથી અવાજ આવ્યો આ રહી.દાદાએ નજર કરી તો  કાલે જે વાતે વળગેલા એ દાદી આવતા નજરે પડ્યા. જેમ જેમ નજીક આવતા ચહેરો સ્પષ્ટ દેખાયો.. આંખો લાલ થઈ ગઈ હતી કેમ જાણે એ આખી રાત કોઈની યાદમાં રડ્યા હોય......

- અંશખીમતવી 
     મૈત્રીએ આવીને ધીમેથી સોરી કહ્યું.અને  તરત જ જગ્યાપર જઈને બેસી ગઈ.આજે સૌ કોઈની નજર મૈત્રીપર મંડાતી હતી. પ્રણય જાણે આભો બની ગયો હતો! સૌની હાજરી પુરાયા બાદ નાસ્તો કરીને સૌ જુદા થયા. પણ પ્રણયની નજર મૈત્રીપરથી ખસતી ન હતી. કેમ જાણે પાનખરમાં વસંત ફૂટી! સૌ પોતપોતાની રીતે બગીચામાં કસરત કરતા ,આસન ,ધ્યાન વગેરે કરતા ત્યાં મૈત્રી એક આરામ ખુરશીપર મૌન થઈ બેઠી હતી. સામે ઉભેલા દાદા એટલે કે પ્રણય એકીટશે જોતો હતો.ધીરે ધીરે લાકડીના ટેકે જઈ બાજુમાં પડેલી ખાલી ખુરશીમાં જઈને બેઠો.બન્નેની ફરી એકવાર ઘરડી આંખો મળી. પણ ચિત્ર વધારે અસ્પષ્ટ થઈ પડતું હતું.પણ ધડકન તો ઓળખી ગઈ હતી.બન્નેના આંખોમાંથી મૌન આંસુઓની ધારા વહી જતી હતી.કોઈ કશું બોલી શકતું ન હતું .ડૂમો ભરાઈ ગયેલો હતો.બોલે તો બોલે પણ કઈ રીતે? તે છતાં પ્રણય હિંમત કરીને બોલ્યો." તું મારી મૈત્રી ? બોલને યાદ નથી આવતો તને ભૂતકાળ?'' 

       મૈત્રી  હા કહે એ પહેલા પ્રણય બોલી ઉઠ્યો. પણ તું અહીં કેમ? તારા તો લગ્ન થઈ ગયેલા.આ બધું શું છે? તારે આમ વૃદ્ધાશ્રમમાં આવવાનું કેમ થયું?તું તો નોકરી કરનાર જોડે પરણી હતી.તો પછી આમ રજળવાનું તારે કેમનું થયું? ફરી કેમ જાણે દુઃખનો પહાડ છુપાવતી હોય એમ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. પ્રણયનો હાથ એની આંખો તરફ જાય એ પહેલા મુઠી વાળી લીધી. એને સ્પર્શી ન શક્યો.ભીતરમાં તો તડપની જ્વાળા હતી પણ તે છતાં પ્યાસ જ રહી ગઈ.પર્ણયને લાગ્યું કે એની સાથે નક્કી કઈક અજુગતું બન્યુ હશે. એમ વિચારી પ્રણયે પ્રશ્ન કર્યો. એ ય બોલને ? શુ છુપાવે છે તારા પ્રણયથી? ત્યારે મૈત્રીએ જે જવાબ આપ્યો એનાથી પ્રણય ભાંગીને ભુક્કો થઈ ગયો! આ વાત જણાવવી ન હતી પણ અંતે ના છૂટકે મૈત્રીને પોતાના હોઠ ખોલવા પડ્યા હતા.પણ પ્રણયમાં જીવ ક્યાં હતો.એ આભો બની જોતો જ રહ્યો.જીવ તો જાણે જતો રહ્યો હોય!! મૈત્રી એ કહેલું કે મૈત્રી આ દુનિયામાં નથી રહી. હું એની હમશકલ બેન છું.ચિત્રા.....!!!

         શું થયું હતું મારી મૈત્રીને બોલો ને તમે?  એકદમ ગળગળા અવાજે પ્રણય બોલ્યો. ચિત્રાએ મનમાં વિચાર્યું આ બધું કહીને હવે ઢળતી ઉંમરે એમને દુઃખી નથી કરવા માંગતી એટલે ચિત્રાએ આખી વાત ફેરવતા કહ્યું મૈત્રી તમને ખૂબ જ પ્રેમ કરતી હતી ઘણી વાતો આજે તમને કરવી છે જે ડિમ્પલે મને કહેલી.'આ ડિમ્પલ કોણ છે?' મૈત્રીની ખાસ ફ્રેન્ડ છે જેને એક એક વાત એ ડિમ્પલને કહેતી. પ્રણયને વધુ જાણવાની તાલાવેલી થઈ ચિત્રાએ વાત વધારતા આગળ કહ્યું કે એ દિવસ અને રાત બસ તમારી માળા જપતી હતી.અને મેં પણ પૂછેલું કે તમે આટલો બધો પ્રેમ કરતા હતા તો પછી લગ્ન કરી લેવા જોઈએ ને.એને પણ તમે જે કહેલું એ રીતે જ લાગણીઓ વ્યક્ત કરેલી.હું તો એ દિવસે સમજી ગઈ હતી કે મૈત્રીના પ્રણય તમે જ છો.પણ મેં પછી મૂઠી બંધ રાખેલી.પ્રણય ચિત્રાના હોઠ કયારે ફફડે એના પર જાણે ધ્યાન લગાવી બેઠો હોય! ચિત્રા કહ્યું કે એક વખત એના પતિ આગળ ખૂલી પડી ગઈ હતી. અચાનક પ્રણયનો મેસેજ ટપકયો અને એજ સમયે એના પતિએ મોબાઈલ ત્રિપાઈ પરથી લીધેલો.એમને મેસેજ જોયો.પછી પૂછ્યું તો મૈત્રીએ આ મેસેજ એની બહેનપણીનો છે એવું કહ્યું.પણ એ વખતે એનો પતિ કઈ બોલ્યો નહિ પણ એ નમ્બર ને યાદ રાખી એને ઓફીસ પર ડિટેલ ચેક કરી તો એના હોસ ઉડી ગયા.એ સિમ પ્રણય દવે ના નામનું હતું.એ સાંજે આવી બન્ને વચ્ચે ઝઘડો થયો. આ તો સારું થયું કે મૈત્રીએ બધું સાચવી લીધું નહિ તો ન થવાનું થઈ જાત. પણ આ બધી વાત પ્રણય ને ક્યાં સમજાય છે  એ તો પાગલ છે મૈત્રીના પ્રેમમાં.એને તો બસ મૈત્રી જ જોઈએ છે.પણ હું રહી દીકરી એટલે મારે ઘણું બધું જોવુ પડે. બસ એ દિવસથી મેં પ્રણ લઈ લીધાં કે ગમે તે થાય હું ક્યારેય પ્રણય ને મેસેજ કે કોલ નહી કરું.અને મેં જયારે એને છેલ્લો મેસેજ મૂકી ને કહેલું કે હવે પછી આપણે ક્યારેય વાત નહિ કરીએ.અને જે ઘટના બની એ પણ કહેલી...

      પ્રણયને હું સારી રીતે જાણું કે એ કેવો માણસ છે દિલનો સાવ ભોળો અને ચોખા દિલનો માણસ છે મારો પ્રણય પણ હું શું કરું હું મજબુર હતી.એ પછી તો પ્રણયના ઘણા ઇમોશનલ મેસેજે આવતા..હું પણ ક્યારેક એ વાંચીને રડી જતી. ક્યારેક એની યાદ આવે તો રડું રડું થઈ જાઉં પણ હું રડી ન શકતી..એકવાર પ્રણયે મેસેજ કરેલો કે મૈત્રી હું ખૂબ જ ડિપ્રેશનમાં જતો રહ્યો છું પ્લીઝ મારી મદદ કર.આ મેસેજ વાંચતા મારું રોમેરોમ રડવા લાગ્યું હતું.મારામાંથી જીવ નીકળી ગયો હતો.કે હું કઈ રીતે મારા પ્રણયને રીપ્લાય કરું કે હું અહીં બકા મજબૂર છું પણ એ મારા પ્રેમમાં એટલો ગાંડો હતો કે પળે પળે મને યાદ કરીને રડતો.મને ખબર છે એની આંખોમાં દરિયો ભરાય જેટલું પાણી છે એ સતત વરસતો હશે મને યાદ કરી.બિચારી આટલું મને કહેતા કહેતા તો એ બાથરૂમ માં ગઈ અને ત્યાં ધ્રૂસકે ધ્રૂસકે ખૂબ રડી.એતો હું ઝટ દોડી ને ગઇ અને એને છાની રાખી.એની પણ હાલત બહુ ખરાબ થઈ ગઈ છે પણ આ બધું પ્રણય ના સમજે.મજબૂરી હોય એટલે વ્યક્તિનું મન ન હોય છતાં પરાણે એને એ કાર્ય કરવું પડે છે બિચારી મૈત્રી!! હદપાર રડી છે પ્રણય માટે. એકવાર પ્રણયે મેસેજમાં કીધેલું કે તારા પતિને તો ગવર્મેન્ટ જોબ છે પછી ચિંતા અને રડવા જેવું ક્યાં આવે છે? એવું સાંભળતા મને પણ અજુગતું લાગી આવ્યું .આવું વિચારે પ્રણય? મૈત્રીના મનને રૂપિયાની કઈ કિંમત નથી એના રોમેરોમ..
    પ્રણયના પ્રેમથી ભરાયેલા છે. પ્રણયની આંખો ફરી રડવા લાગી ચિત્રાને સાંભળતા સાંભળતા.. આજે આંખો જેટલી વરે એટલી વરવા દે પ્રણય.. ચિત્રાએ મનસૂબો કર્યો કે એક સ્ત્રી બેવફા નથી એ બેવફાઈ નથી કરતી પણ એ મજબુર હોય છે. વચ્ચે વાત કાપતા પ્રણય ગળગળા અવાજે બોલ્યો મારી મૈત્રીને આખરે એવું થયું શું હતુ? ",બે મિનિટ એક જ નજરે જોઈ ચિત્રા વિચારતી હતી કે એમને સાચું કહી દઉં કે ના કહું? જો હું એને કહી દઉં કે એ દિવસે જ્યારે પુર આવેલું  ત્યારે  ઘણાની લાશો મળી નહતી એટલે કદાચ મૈત્રી જીવતી પણ હોય! તો કદાચ એ ફરી મૈત્રીની શોધમાં લાગી જશે અને ફરી દુઃખી થશે તો, ?એટલે શરૂઆતમાં જે કીધુ એજ બરાબર છે કે મૈત્રી નથી રહી.પણ .......ફરી વિચાર આવ્યો કે હકીકત હવે જણાવવી જ પડશે કે કે આખરે મૈત્રીનું થયું શું?
     અને હવે જે વાત કહેવાની હતી એ શરૂ કરતા પહેલા કહ્યું કે પ્રણય હવે છાતીપર પથર રાખી સાંભળજો ચિત્રા બોલી. મૈત્રી  અને એનો પતિ એટલે કે જીજુ વર્ષો પહેલા એક સાંજે દરિયા કિનારે ફરવા ગયેલા.અને ત્યારે અચાનક ભરતી આવી ....બસ એ દિવસથી મૈત્રીનો કોઈ પતો નથી! આવું સાંભળતા જ પ્રણયની આંખોમાં પૂર આવી ગયું. ચિત્રા ઝટ ઉભી થઈને પ્રણયને સંભાળવા લાગી.'હું બરાબર છું તું મને છોડ અને આગળ કહે કે મારી મૈત્રીની શુ થયું એ ક્યા છે? "હા,કહું છું બધું બરાબર અને કાચ જેવું કહું છુ   
પણ તમારી તબિયત બગડતી હોય એવું લાગે છે."તું મારી ચિંતા કરીશ નહિ મને જલ્દી તું વાત કર! ચિત્રાએ ફરી વાત આગળ વધારતા કહેલું કે હજી સુધી કોઈ ખબર નથી મળ્યા પણ એ જીવતી હોય એ ચાન્સ હતા નહિ.કારણ કે એ વિસ્તારમાં પાંચ પાંચ કિલોમીટર સુધી બધું વેરાન- ખેરાન થઈ ગયું હતું અનેકોની જિંદગીએ જીવ ગુમાવ્યા તો કોઈની લાશની હજી ખબર સુધા મળી નથી.પ્રણય અંદરો અંદર હવે હિમ પર્વતની જેમ તૂટતો જતો હતો.પણ અચાનક એક વિચારે પ્રણયમાં જીવ પૂર્યો.કે હજુ એની લાશનો પતો નથી.મતલબ મારી મૈત્રી જીવે છે ક્યાંક તો હશે? હું શોધ કરીશ.....એને મનોમન નક્કી કરી લીધું કે જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું મારી મૈત્રીની શોધ કરીશ......

       રાત થવા આવી હતી.ફરી વિસલ પડી ગઈ.અને સૌ જમીને રાત્રે નિરાંતે સુઈ ગયા.કારણ કે આવતી કાલે આશ્રમના નવા નિમણૂક થયેલ પ્રમુખ આવવના હતા.તો સૌ કોઈ સુઈ ગયા અને અમુક કર્મચારીઓ બધી વ્યવસ્થા અને તૈયારીમાં મોડા સુધી જાગી રહ્યા હતા.સવાર પડી.ચારે બાજુ ઉમંગનું વાતવરણ હતું સૌ મિત્રો આજે ખુશ હતા અને સાથે નવા નિમાયેલા પ્રમુખને જોવા માટે ઉત્સાહિત હતા... થોડી વાર થઈ અને વાઈટ કાર આવી ગઈ.દરવાજો ખુલ્યો  અને પ્રમુખે આશ્રમની ધરતી પર પગ મુક્યો.ત્યાં અચંબા જેવું લાગ્યું.. ફરી ઊંડો શ્વાસ લઈ.હસતા મોઢે  સૌ કોઈ સ્વાગતમાં ઉભા હતા એમને હાથ જોડી આભાર વ્યક્ત કર્યો. સ્વાગત થઈ ગયું અને ત્યાર બાદ કલાક પછી મિટિંગ હતી.અને અચાનક ચીસ પડી.તરત જ સેવકો દોડ્યા અને જઈને જોયું તો પ્રણય બે ભાન અવસ્થામાં ઢળી પડ્યો! તરત જ 108 બોલાવી અને નિદાન કરતા ખબર પડી કે હવે પ્રણય એક બે કલાકનો જ છે!પણયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. થોડો સમયબાદ આછી આંખ ખુલી ચિત્ર હવે સ્પષ્ટ નજરે આવતું નહતું.કોણ જોડે બેઠું છું કઈ ઓળખાણ પડે એમ હતી નહિ.ચિત્રા વાત કરતી બધાને કહેતી હજી ગઈ કાલે એમના જોડે  મારી વાત થઈ એમને એમના ભૂતકાળ વિશે જણાવ્યું અને એમ કહેતા કે મારી મારી મૈત્રીને મળવું છે પણ  આ ભવમાં કદાચ  ભગવાનને મંજુર નહિ હોય પ્રણય અને મૈત્રી ફરી એક થાય.એટલે કુદરતે હવે બે ઘડી બાકી રાખી છે.નિસાસો નાખતા ચિત્રાએ વાત પુરી કરી..

      થોડી વાર થઈ અને પ્રમુખ શ્રી આવી પહોંચ્યા હતા.104 નમ્બરના રૂમમાં આવી જોયું.તો પ્રણય આખરી શ્વાસ લઈ રહ્યો હતો. અને કંઈક કેતો હોય એમ હાથ લાંબો કર્યો.હાથ લાંબો કરતા જ એનું પોકેટ નીચે પડ્યું.પ્રમુખના પગમાં આવતું પડ્યું નીચે વળીને  એમને હાથમાં લીધું અને જરૂર હશે એમ સમજી આપવા જતા એમની નજર એક ફોટા પર પડી!!જોયું તો વર્ષો પુરાણો ફોટો હતો.એજ હાસ્ય એજ ચહેરો એજ નિર્દોષતા નજરે પડી. પમુખ આંખો ફાડી ને જોતા જ રહ્યા એમની નજર એ ફોટાપર સ્થિર થઈ ગઈ. આજુબાજુ બધું શૂન્ય થઈ ગયું.સમય થંભી ગયો હોય.ને થોડીક વારમાં પ્રણયના શ્વાસ નીકળી ગયા! અને પ્રમુખ શ્રી પણ થડાક કરતા પલંગ પર ઢળી ગયા...અને સૌ જોતા દંગ રહી ગયા..આ શુ થઈ ગયું અચાનક! 

           પાકીટમાં વર્ષો જૂનો ફોટો જે મૈત્રીએ એના પ્રણયને હાથો હાથ આપ્યો હતો.એ ફોટો સ્પષ્ટ નજરે હવે પડી રહ્યો હતો.અને બન્નેના જીવ એક થઈ ગયા આકાશમાં!!
......................................................................................................................................................

‘’મૈત્રી ‘’
અને
પ્રણય
કથા

અંશના  બે બોલ...
કવિતા ,ગઝલ પછી સ્ટોરી લખવાનો રસ જાગ્યો અને એ રસને મે પીવાનો પ્રયાસ કર્યો છે. ગમે તો વધાવજો.......સાહિત્ય તો ઘણું વિશાળ છે.  મે તો ફક્ત  લાગણી સ્વરૂપે બે શબ્દ કહેવાનો પ્રયત્ન કર્યો છે .
                                             
                ‘’ સાવ ખાલી વિતે જિંદગી,
                 આપનું કહો જરા કેમ છે?’’
                                              -અંશ ખીમતવી

              અનુક્રમણિકા
1. સોમનાથ મંદિરે 
2. આ મૈત્રી કોણ છે ?
3. લગ્ન ન થવાના કારણો
4. ડિપ્રેશનમાં પ્રણય
5. કોઇની યાદમાં રાત રડ્યા

    આજે આખા વૃદ્ધાશ્રમમાં આનંદનો ઉમળકો હતો. કારણ કે કાલે વહેલી સવારમાં જ બસ ટુરમાં જવાની હતી. એટલે સૌ કોઈ પોતાની બેગમાં સામાન ભરવા લાગી ગયા હતા. દરેકના મનમાં એક જ ઉમળકો હતો. પ્રવાસ...... પ્રવાસ ...... પ્રવાસનો !

     સવારના ચાર વાગી ગયા હતા.સૌના એલાર્મ બોલી રહ્યા તા 'જાગો જાગો' .બધા સમયસર જાગી ગયા.અને 5 વાગતા જ સ્લીપિંગ બસ પણ આવી પહોંચી હતી.વ્યવસ્થા પ્રમાણે સૌ  સોફામાં બેસી ગયા.. અને હા વ્યવસ્થાપકો પણ પોતાની સીટમાં ગોઠવાઈ ગયા.અને પછી બસ ઉપડી......
  
   સમયસર સૌ સોમનાથ મંદિરે આવી પહોંચ્યાં.સૌ સાચવીને ધીમે ધીમે  નીચે ઉતરતા હતા.કન્ડક્ટર પણ સેવાભાવી માણસ લાગતો હતો.એ પણ હાથ લાંબો  કરીને દાદા - દાદીને સાચવીને નીચે ઉતારતો હતો.રસોઈયો પણ સાથે જ હતો એટલે એમને સૂચિત કરવામાં આવ્યું તમે ચા- નાસ્તાની તૈયારી કરો.એટલે ત્યાં સુધી સૌ મિત્રો હળવા થઈ જાય... સરસ ચાદર નીચે પાથરી સૌ મો ધોઈને ફ્રેશ થઈને ચા - નાસ્તો કરવા લાગ્યા.ત્યાર બાદ દર્શન કરવા જવાનું હતું.અને પછી સાંજે  દરિયાને કિનારે કુદરતના ખોળે મોજ માણવાની હતી. બધાએ  દર્શન કરી લીધા. સાંજનો સમય થઈ ગયો. દરિયો ખળખળ સંગીત રેલાવતો હતો.બધા કુદરતની લીલાનો આનંદ ઉઠાવતા હતા.. તો ઘણા નહાવા પણ ગયા..

        ‘’કેમ ,તમારે નહાવા નથી જાવું, કેમ શાંત થઈ ને બેઠા છો? મજા નથી આવતી કે શું? શાંત બેઠેલા દાદાને જોઈ દાદીએ  પૂછ્યું॰ 
' 'ના ,એવું નથી. આવે છે ને મજા.હું તો આ દરિયાને જોઈ યુવાનીના વિચારોમાં ખોવાઈ ગયો હતો’’ ‘'એમ ? તમે તમારી યુવાની વિશે કહી કહેશો? '’
   ,શું કહું એ જમાનો તો જમાનો હતો.ઘણું બધું યાદ આવે છે ઘણું બધું ભૂલી જવાયું છે પણ.....દાદા એકદમ લાગણીસભર થઈ ગયા!
.’સોરી'
‘’ ઓકે પણ એતો મને મારી મૈત્રીની યાદ આવી ગઈ એટલે ન રહેવાયું.સોરી તો મારે કેવું જોઈએ.’
     આ મૈત્રી કોણ છે?'' આ મૈત્રી એટલે મારી આંખોને જે ખૂબ જ ગમી ગયેલી.મારા હદયમાં વસી ગયેલી.જેને જોયા વગર કદી ચેન નહોતું પડતું.જેના વગર હું એકપળ પણ નહતો રહી શકતો.જેની મે આખી જિંદગી પૂજા કરી છે.જેને જોતા જ પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો.એ ખૂબ જ સુંદર હતી.એનો ચહેરો નેચરલી રીતે  મનોરમ્ય હતો.એને બ્યુટીપાર્લર નો જરાય શોખ ન હતો.એ ક્યારેય કોઈપણ ક્રીમ લગાડતી જ નહિ.એને જોઈને મનમાં એવું થતું તારે ક્રીમ લગાડવાની જરૂર જ નથી.. તું છે જ સુંદર!સાચું કહું તો પ્રેમની શરૂઆત એને કરેલી.પછી જ્યારે અમે એકદમ નજીક આવી ગયા હતા ત્યારે મેં પૂછેલું કે હું તને પ્રેમ કરતો હતો પણ તારી જોડે વાત કરવામાં તને પ્રપોઝ કરવામાં ડર લાગતો હતો.ત્યારે એને હસતા હસતા કહી દીધું કે જો મેં તને મેસેજ ન કર્યો હોત તો મનનું મનમાં જ રહી જાત..હેને?...હું થોડો હસ્યો અને મનમાં કીધું રાઈટ વાત છે તારી...મને એના વાળ બહુ ગમતા એ અઠવાડિયામાં એકવાર વાળ કોરા રાખતી.મને એના કોરા હવામાં ઝૂલતા વાળ બહુ ગમતા. હું એને કહેતો કે રોજ કોરા વાળ રાખીને આવને. ત્યારે એને કહેલું કે રોજ નહિ.. તોય હું એ દિવસની રાહ જોતો કે એ ક્યારે કોરા વાળ રાખીને આવે. એના નખ ખાસ ઓછા પાલીશ કરેલા હોય અને હોય તોય લાલ રંગના..એના હાથમાં એક ઘડિયાળ શોભતી.આમ એ અન્ય કોઈ વસ્તુ પહેરવાની શોખીન ન હતી.પણ દિલવાળી ઘડિયાળ હમેશા એના હાથમાં શોભતી.
  અને હા એકવાત કહી દઉં એના વિશે ખાસ કે જ્યારે એને મેં પહેલી વાર બ્લ્યુ સાડીમાં જોઈ ત્યારે એને હું જોતો જ રહી ગયેલો.મૈત્રી એટલી સુંદર લાગતી હતી ના પૂછો વાત!  અને એને દિવસે મને ગુલાબનું ફૂલ સામેથી આપેલું.ત્યારે હું ખૂબ ખુશ થઈ ગયો હતો.. પછી તો મારો પ્રિય રંગ બ્લ્યુ થઈ ગયો હતો.
" તો પછી તમે એને ભગાડીને કેમ ન લઈ ગયા? તમારામાં હિંમત ન હતી કે શું?
‘’દાદા સ્વસ્થ થઈ ને આત્મવિશ્વાસ ભરીને  બોલ્યા, હા મારામાં તાકાત હતી..ન હતી એવું પણ નહતું.પણ ...
     'પણ, શું?
     'પણ ,એમાં ઘણા કારણો ભાગ ભજવી ગયા છે.પહેલું કારણ એ કે હું એકદમ લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છું એટલે કોઈને પીડા આપતા પહેલા બહુ વિચારું અને એ વિચારોમાં ભવિષ્યના ચિત્રો બરાબર સ્પષ્ટ નજરે ચડી જાય છે. અને બીજું એ પણ કારણ છે હું મૈત્રી ને ફક્ત પ્રેમ નહિ જે મૈત્રી સાથે જોડાયેલ છે એ તમામ ને ચાહતો મતલબ કે મૈત્રીને જેનાથી દુઃખ થાય એવું હું કોઈપણ કામ કરવા માંગતો નહતો.હું તો એને લઈ જાઉ અને એ પણ કદાચ તૈયાર થઈ જ જાય.પણ પછી એના મા- બાપ પર જે આફત આવી પડે એ હું બરાબર સમજી શકતો  હતો .એક બાપના ઘરથી દીકરીનું આ રીતે ભાગી જવું એટલે એ પરિવારપર દુઃખનો ડુંગરો પડી જાય એવું  સમજવું.અને આ બધું હું બરાબર અનુભવી ગયો છું.

    હવે તમે એમ પૂછશો કે તમે આ બધું કઈ રીતે જાણો? તો સાંભળ હું જ્યારે દસેક વર્ષનો હતો ત્યારે ગોકુળ નગરીમાં જે કિસ્સો બન્યો હતો.એ કિસ્સો આજે પણ મારા મનમાં સતત રમ્યા કરે છે પરેશાન કર્યા કરે છે. એ વખતે મંગુ કાકીનો દીકરો
મુંબઈમાં  રહે. મંગુ કાકીનો આ એકનો એક દીકરો.મંગુ કાકી પોતે વિધવા થઈ ગયા હતા.એટલે મંગુકાકીએ રાત દિવસ એક કરીને ,પેટે પાટા બાંધીને દીકરાને મોટો કર્યો.અને ભણાવી ગણાવીને એને મુંબઈ શહેરમાં નોકરી માટે મોકલ્યો. પ્રાઇવેટ નોકરી કરતો હતો.અને એ રકમ બચતી એ મહિને ઓગડીયે મોકલાવતો અને આમ મંગુડોશીનું ઘરજીવન ચાલતું હતું.પણ એકવાર અચાનક એવા સમાચાર આવ્યા કે એ સાંભળીને કાકી બે ભાન થઈ ગયા હતા.અમે બધા દોડીને ગયા.અને પછી સવિતાકાકી એ પવન નાખ્યો. પાણી પાયું અને પછી ધીરે ધીરે આંખો ખોલી ત્યારે અમને બધાને હાશકારો થયેલો.પછી સવિતા કાકીને એમને વિગતવાર જણાવ્યું ત્યારે જમીન પગ તળેથી નીકળી ગઈ હતી. એવું બન્યું કે એમનો દીકરો કોઈ છોકરી લઈને ભાગી ગયેલો.ત્યારે એવી તો કરુણતા ફેલાઈ ગઈ હતી કે ના પૂછો વાત.એક તો એમને એકનો એક દીકરો અને એમાંય ટેકો થવાના બદલે ઝાટકો આપે તો કઈ રીતે સહન થાય? તોય મા કહેવાય ને કહેવત છે ને છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.એ કહેવત એમને સાર્થક કરેલી. પથર એટલા દેવ પૂજી અનેક જગ્યાએ  માનતા માની હતી.કેમ કરીને દીકરો પાછો આવે.પાછો આવતા સાતેક વર્ષ વીતી ગયેલા અંતે મંગુડોશીની માનતા ફળી.પણ એમને એટલું કસ્ટ વેઠયું કે ગિરનાર પણ પળમાં ઓગળી જાય!! એ દિવસે મનમાં ગાંઠ વાળી હતી કે પ્રેમ તો ન જ કરાય.છતાં આંખો મળી ગઈ પણ અંતે હું ઓગળીને પણ કઠણ રહ્યો.

        સાંભળ હજી તો બીજા અનેક કારણો જવાબદાર રૂપ નડ્યા છે બાકી શરીર વૃદ્ધ થયું છે પણ દિલ તો હજી એજ છે.આજે પણ મૈત્રીની યાદ એટલી જ આવે છે.વચ્ચે વાત કાપતાં દાદી બોલ્યા'' તો પછી તમે લગ્ન કર્યા કે નહિ? ''
લગ્ન તો કરવાની ઈચ્છા ત્યારે જ થઈ ગઈ જયારથી મૈત્રી સાથે આંખો મળી હતી.મારા ભોળા હદયે એવું વિચાર્યું કે મંજિલ મારી મૈત્રી છે લગ્ન કરીશ તો મૈત્રી જોડે જ.પણ જ્યારે આવું મૈત્રી ને કહેતો ત્યારે એ મને સીરીયસ થઈને કહેતી હોય એમ કહેતી કે ચૂપ! આવી વાત ન કર.તને મારા કરતા પણ સારી પત્ની મળશે.એને એકવાર પત્રમાં પણ લખેલું કે પ્રણય તને ખૂબ સુંદર ,શુશીલ પત્ની મળશે. મારા મનમાં તો ફક્ત એનું જ ચિત્ર આવતું. ખબર ન હતી કે એક દિવસ આ પંખી ઉડી જવાનું સાથી સંગી શોધીને! કહેતા આંખો ભીની થઈ ગઈ છતાં જાતને સંભાળી લીધી..

       ફરી દાદી બોલ્યા કે ચલો તમારા કારણો હું માનું કે બરાબર છે પણ મૈત્રી એ ક્યારે કોશીશ ન કરી કે એ પ્રણયની થઈ જાય. તમે શું માનો છો? શું એ તમારી બનવા નહોતી ઇચ્છતી? દાદા મૈત્રીના વિચારોમાં ડૂબી ગયા.. દાદીએ ફરી એજ પ્રશ્ન કર્યો દાદા સફાળા જાગ્યા અને ઉત્તર આપતા કહ્યું કે
,''હું માનું છું મૈત્રી પણ મારી થવા ઇચ્છતી હતી એ પણ અનહદ પ્રેમ કરતી હતી.પણ એની સગાઈ થઈ ગયેલી.અને પછી એકાએક એના લગ્ન લેવામાં આવ્યા.તો પછી એ કઈ વિચારી ન શકી. મજબૂરીમાં એને લગ્ન કરવા પડેલા.હું એવું માનું છું પછી ખબર નહિ એ તો મૈત્રીનું મન જાણે! કે એ મારા જોડે ટાઈમપાસ કરતી હતી કે પછી અગાઢ પ્રેમ! ''
  ''ઓહ! સોરી ,
 
     વાત આગળ વધારતા બોલ્યા કે એના લગ્ન થઈ ગયા ત્યારબાદ હું  ડિપ્રેશનમાં સરી પડેલો.એ પહેલા મૈત્રીએ ઘણો સાથ આપેલો.મને હિંમત આપ્યા કરતી.મારી સાથે હમેશા રહેતી.એ દવાખાને ન આવી શકતી પણ એ કોલમાં હમેશા સાથે રહેતી.ત્યારે એવું લાગતું કે જાણે મારા લગ્ન મૈત્રી જોડે થઈ ગયા હોય! અને મૈત્રી પત્ની હોય એવો આભાસ મને થતો.એ જ્યારે સાથે હતી તો મૈત્રીએ મને અસીમ પ્રેમ આપી એમાંથી બહાર લાવવા માટે ખૂબ મદદ કરેલી. હું એને ઈશ્વર માનીને પ્રેમ પૂજા કરતો હતો.હું મારી જાતને  નસીબદાર માનતો હતો તો ક્યારે એવું વિચારતો  કે એ ક્યાં મારી જિંદગીમાં આવવાની છે એવું વિચારી ફૂટેલા નસીબ જેવો પણ માનતો.એકવાર હું બહુ ડિપ્રેશનમાં આવેલો કોઈ ને કહી પણ કશું એમ ન હતો મૈત્રીની યાદો બહુ આવતી હતી પણ કોઈ વિકલ્પ ન હતો.જો હું એને કોલ કરું તો એની લાઈફ બગડતી હતી. પણ પછી ના છૂટકે મેસેજ કરી હેલ્પ માંગેલી પણ કોઈ રિપલાય આવ્યો નહિ. હું ત્યારે બહુ દુઃખી થયો હતો.ત્યારે સમજી ગયો તો કે જિંદગી આપણા ભરોસાપર જ જીવવી જોઈએ. કોઈ અન્યપર ભરોસો રાખવો નહિ.આમ મનને સમજાવવાની કોશિશ કરતો. જેમ તેમ કરીને મેં એકલા જિંદગી જીવવાની હિંમત કરી લીધી.પછી હું સમજી ગયો કે લોકો પ્રેમ ફક્ત ટાઈમ પાસ કરવા માટે જ કરતા હોય છે ફક્ત લાગણીઓ જોડે રમત રમતા હોય છે.હું પણ એને ખૂબ ધિક્કારવા લાગેલો.ન બોલવાનું બોલી જતો.. બીજું તો હું શુ કરું.મારી હાલત બહુ બગડી ગયેલી. જાતને હિંમત આપી હું ફરી બહાર આવવાની કોશિશ કરી.પણ હું મૈત્રીને આજ દિન સુધી ભૂલી ન શક્યો!!
જેને હું  યાદ કરી કરી ને આખી આખી રાતો  ભીની કરી.જેની સતત મને ખોટ વર્તાતી રહી.જેના વગર હું જીવીને પણ જીવી ન શકયો એ શ્વાસ એજ મારી મૈત્રી. મારી પ્રેમિકા. મારી જાન.મારી બકુ. આટલું કહેતા તો આંખો રડી પડી... છતાં એ બોલતા જ રહ્યા મૈત્રી મારી...મારી મૈત્રી..... પછી પાછા એકાએક સ્વસ્થ થઈ ધ્રૂજતા હાથે આંસુઓ લૂછયા. અચાનક એકદમ ગુસ્સેથી  બોલી ઉઠયા' નામ ન લો એનું કોઈ! એ મતલબી છે.સ્વાર્થી છે. જ્યાં સુધી એને જરૂરું હતી ત્યાં સુધી એ મારા પ્રેમમાં પાગલ રહી.અને જ્યારે એનો મતલબ પૂરો થઈ ગયો એટલે બસ..ભૂલી ગઈ મને.એને ઘણીવાર વિશ્વાસઘાત કરેલો પણ હું જ મૂર્ખ હતો કે એના પ્રેમમાંથી બહાર ન આવી શક્યો.આખરે હું એને પ્રેમ કરતો રહ્યો.પણ મને શુ ખબર કે જેને હું ભગવાન સમજીને પ્રેમ કરું છું.એજ એક દિવસ મને તડછોડી મુકશે.વચ્ચે ફરી વાત કાપતા દાદી બોલી ઉઠ્યા... "પણ તમે એને એટલી નફરત કેમ કરો છો?,.તમે હાલ કીધું કે એ મારો શ્વાસ હતી.મારી જાન હતી.તો પછી આમ આટલી નફરત પાછળ કયું કારણ છે?" હવે દાદીને પણ ઉત્સુકતા હતી દાદાના પ્રેમની વાત જાણવા માટે. દાદાએ વાતને આગળ વધારતા બોલ્યા..સાંભળ હું આજે પણ એને એટલો જ પ્રેમ કરું છું જેટલો કાલે કરતો હતો.પણ એને નફરત પણ બહુ કરું છું.
   એને જે હાલતમાં મને છોડ્યો હતો.એવી હાલતમાં કોઈ એના પ્રેમીને ક્યારે ન છોડે.પણ એને એકપળમાં વિચાર કરીને મને કહી દીધું હવેથી હું તમને વાત નહિ કરું.આમ તો એને પહેલા મને એની સગાઈની વાત પણ કહી હતી..મને શુ ખબર કે એના લગ્ન પણ ઘડિયે લેવાઈ જશે.એને એ પણ કહ્યું કે પ્રણય મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. એ કેટલી ગાંડી છે એને એ પણ ન વિચાર્યું કે આ વાત જાણી પ્રણય કેટલો દુઃખી થઈ પડશે.પણ પછી તો પ્રણય પણ શું કરી શકે.સમય જતા એ  કંકોત્રી પણ આપવા આવેલી.મેં ન સ્વીકારી. હું મનમાં એમ સમજતો હતો કે આ લગ્ન કરવા મૈત્રી પણ એટલી જ ઉત્સુકતા ધરાવે છે એટલે એ ખુશ થઈ મને કંકોત્રી આપવા પણ આવી ગઈ. મેં સ્વીકારી નહિ.પણ હું એ દિવસે બહુ રડ્યો.. પણ હું શુ કરું? મારાથી પણ કઈ થઈ શકે એમ નહતું.બસ ફક્ત રડ્યા સિવાય હું બીજું કઈ કરી શકું એમ નહતો.કારણ કે હું કોઈની આંખોમાં આંસુઓ જોઈ શકું એમ નહતો.. મારા કારણે કોઈ દુઃખી થઈ પડે એવુ હું કશું કરવા માંગતો ન હતો. નહિ તો હું મૈત્રીને ભગાડીને પણ લઈ જાત.પણ હું એવું બધું કરું એવો નહતો. કારણ  કે મૈત્રીના પપ્પા- મમી એ જ મારા હોય એવું હું માનતો હતો. આ બધું ન કરી શક્યો.. અને અંતે મેં મારી મૈત્રીને ખોઈ દીધી...આટલું
કહેતા તો ફરી દાદાનો અવાજ ભાવવિભોર થઈ ગયો.દાદી સમજતા હતા કે મારે કારણે એમની તબિયત ન ખરાબ થઈ જાય એટલે ફરી વચ્ચે વાત કાપતા એમને કહેલું કે શુ બધો વાંક મૈત્રી નો જ હોઈ શકે? શુ મૈત્રી તમને પ્રેમ નહોતી કરતી? એવી વાત હોય કે જે તમને પણ ન કહી શકી હોય.એની મજબૂરી હશે.તો જ એને એવું પગલું ભર્યું.તમે સમજુ છો તો.... વાત આગળ ધપાવતા મૈત્રીનું પક્ષ લેતા હોય એ રીતે દાદીએ એના પક્ષમાં બોલવાનું ચાલુ રાખ્યું..

     મૈત્રી પણ તમને લગ્ન કરવા ઇચ્છતી હોય એની પણ ઇચ્છા તો હશે જ ને.પણ એની કઈક મજબૂરી હશેને. એટલે તો એને હાથ પીળા કરવા પડ્યા..બાકી કોઈ પ્રેમી આવી હાલતમાં ના છોડે.. દાદાને ઘણું કહેવું હતું પણ દાદા પછી એકાએક ચૂપ રહ્યા અને દાદીની વાતો સાંભળતા રહ્યા..દાદીએ મૈત્રીની ભેરુ લેતા ઘણી વાતો રજૂ કરી.અંતે એ પણ ભાવવિભોર થઈ ગયા.. અચાનક બસ કંડકટર ની સિસોટી વાગી..અને સૌ ચોકી ઉઠ્યા. પાછળથી બુમો પડી  કે સૌ હવે જમવા ભેગા થઈ જાઓ.હવે આપણે જમી ને ફરી આશ્રમ તરફ એટલે વળતા થવાનું છે તો.સૌ જલ્દી જમવા વાડીમાં ભેગા થઈ જાય.બધા રાત્રે જમવા બેઠા.અને ત્યારબાદ નવ વાગે સૌ બસમાં ગોઠવાઈ ગયા.
    
      સવાર પડતા સૌ વૃદ્ધાશ્રમમાં આવી પોત પોતાના રૂમમાં ગોઠવાઈ ગયા..સૌ એ સામાન મૂકી થોડો આરામ કર્યો પછી ફરી સૌ સવારે નાસતો કરવા ભેગા થવાના હતા.. નાસ્તો આવી ગયો.. સૌની હાજરી બોલાતી હતી ..અને એક નામ કાને પડ્યું મૈત્રી જી..... કોઈએ હાજર એવું ન બોલતા  ફરી જોરથી બૂમ પાડી... મૈત્રીજી......અને જોયું તો સામેના રૂમમાંથી અવાજ આવ્યો આ રહી.દાદાએ નજર કરી તો  કાલે જે વાતે વળગેલા એ દાદી આવતા નજરે પડ્યા. જેમ જેમ નજીક આવતા ચહેરો સ્પષ્ટ દેખાયો.. આંખો લાલ થઈ ગઈ હતી કેમ જાણે એ આખી રાત કોઈની યાદમાં રડ્યા હોય......

"કર્મનિષ્ઠ આરીફભાઈ" 
હકીકત કહાની.....

સાંજનો સમય હતો. સૂરજદાદા પોઢવાની તૈયારીમાં જ હતા.. આછા કિરણો વાદળોમાં રંગો પૂરતા હતા. પંખીઓ આખા દિવસોની કમાણી કરી ને એક સામટા હવા પર તરતા તરતા માળા ભણી જઈ રહ્યા હતા. વૃક્ષો એકદમ નીરવ ઉભા હતા.રસ્તાપર અનેક લોકોની અવરજવર હતી... દૂધની ડેરીએ માણસો દૂધ ભરાવા લાઈનમાં ઉભા હતા.. 

ત્યારે એ જ સમયે અચાનક આખા ઘરમાં રોવાનો હદયદ્રાવક અવાજ સંભળાયો.વાતાવરણ બહુ ગંભીર બની ગયું હતુ. અચાનક સોળે કળાએ ખીલેલી સાંજ રડી પડી. રસ્તાઓમાં માણસો એકબીજાને પૂછવા લાગ્યા કે શું થયું? આરીફભાઈને ખબર પડી કે એમના સંબંધી કાકા ઓફ થઈ ગયા છે.... સાંભળતા જ એ ભાંગી પડ્યો! એ સાવ સૂનમૂન થઈ ગયો.આંખો ચોધાર રડવા લાગી.... આંખોના આંસુઓ ગાલે આવી ગયા હતા... 

રાત્રી થઈ તો આરીફભાઈને વિચાર આવ્યો કે ' કાલે તો મારો શાળામાં પ્રાર્થના સભામાં પ્રાર્થના ગાવાનો વારો છે. હવે ?
ચહેરો તો સાવ ઉતરી ગયો હતો. વિચાર્યું કે લાવ સાહેબને કોલ કરી ને રજા લઈ લઉ. પણ ફરી એને વિચાર માંડી વાળ્યો. અને એ પાછો ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. દસ વાગ્યાનો સમય થયો હશે...અને એ પછી સુઈ ગયેલો...

સવાર પડી.અનેક મહેમાનોનું આગમન થતું હતું. આરીફ ભાઈ પણ ઉતરેલા મુખે બેઠાં હતા.અને ત્યારબાદ મન મક્કમ કરી તૈયાર થઈ શાળાએ ગયા.... પ્રાર્થનાનો સમય થયો.બેલ વાગ્યો,અને સૌ હારબંધ વિધાર્થીઓ ગોઠાવા લાગ્યા. આજે વાતાવરણ થોડું અદકું લાગતું હતું. બધું અણગમતું લાગતું હતું. કોઈ મિત્ર સાથે વાત કરવાનું મન થતું નહોતું. બેલ વાગ્યો પણ જાણે કાનમાં પડ્યો જ નહીં. સાથીદાર મિત્રો પણ આવી ગયા.અને આરીફભાઈને હાથમાં માઈક આપ્યું.થોડી વાર તો પ્રકૃતિના ધબકારા વધવા લાગ્યા. વિચારવા લાગી કે આજે આરીફભાઈનો સ્વર નીકળશે નહિ ! ઓર્ડર મળતાં જ ફરફર પાંદડાઓ ફરકવા લાગ્યા.. ઝાડવા ઝૂલવા લાગ્યા... ખંજરી ઢોલક તબલા એક શુરે રેલાવા લાગ્યા. શિક્ષક મિત્રોના તન મન ડોલવા લાગ્યા. આખું વાતાવરણ આરીફભાઈના સ્વરમાં મગ્ન થઈ ગયું હતું... 

પ્રાર્થના પૂર્ણ થઈ તો અચાનક જ એ વિધાર્થી સૂનમૂન મુખે સાહેબ જોડે ગયો.' શું છે આરીફ ભાઈ આજે તો સરસ પ્રાર્થના ગાઈ, સાહેબ બોલ્યા.' પણ આરીફ ભાઈ ચૂપ ઉભા હતા. સાહેબની નજર એના ચહેરા પર પડી તો સાહેબ આશ્ચર્ય સાથે બોલ્યા ' શું થયું આરીફભાઈ ? અવાજ ગળામાંથી બહાર આવતો ન હતો. ડૂમો ભરાઈ ગયો હતો.આંસુઓ ને માંડ રોકી રાખ્યા હતા. થોડા પ્રયત્ન પછી રડતા સ્વરે બોલ્યો ' સાહેબ , રજા જોઈએ છે.' કેમ ? 'સાહેબ, મારા સંબંધી કાકા' ....બોલતાં જ આંખોમાંથી આંસુઓ ઉભરાઈ આવ્યા. સાહેબે સંભાળ્યો. માથાં પર હાથ ફેરવ્યો. પાણી પાયુ. અને પછી કહ્યુ બોલ બેટા શું હતું ? ' સાહેબ, કાલે સાંજે મારા સંબંધી કાકા ઓફ થઈ ગયા હતાં. એટલે મારે ઘરે જવાનું છે'.

સાહેબે રજા આપી. પણ એટલું સાંભળતા જ પગ તળેથી ધરતી ખસી ગઈ. વિચારોમાં ઊંડા ઉતરી ગયા. પણ એક વાતે એમને ખુશી થઈ કે સંબંધી કાકા ઓફ થવા છતાંય એ આજે પ્રાર્થનામાં હાજર રહ્યો.અને માત્ર હાજર જ નહીં રોજ ગાવે એટલા જ સુંદર સ્વરે પ્રાર્થના ગાઈ.. વાહ ...વાહ...એ મનોમન ખૂબ ખુશ થયા. અને ગર્વની લાગણી અનુભવી.... 

સવાર પડતા જ પ્રાર્થનાસભામાં સમગ્ર ઘટના આચાર્ય શ્રી અરવિંદભાઈ જોશીએ વર્ણવી... અને એના કર્મનિષ્ઠાના વખાણ કર્યા. તેમજ એનું સન્માન કરી પ્રોત્સાહક ઈનામ આપ્યું....તાળીઓના ગડગડાટ ગુંજાવા લાગ્યાં. આ બાજુ શાળાનું મકાન, અડાબીડ ઉભેલો વડ પણ ગર્વ લેતા રહ્યા.....

-અંશ ખીમતવી

 અધૂરી ઈચ્છા ( એક આત્માની પ્રણયકથા)

રજત ,તું અહીં કેમ આવ્યો ? મેં તને ના પાડી છે ને કે હવે આપણે નહિ મળીએ. મેં તને કેટલી વાર કહ્યું છે કે હવે આપણે પહેલા જેમ મળતા હતા, વાતો કરતા હતા, એ હવે હવે શક્ય નથી. તું સમજ ને , તું સમજુ છે પ્લીઝ! સમજ ને રજત !
અનુએ દિલગીરીથી અને આજુ બાજુ કોઈ જોઈ ન જાય એ રીતે ડરતા ભાવે કહ્યું.

રજત અનુની વાતોને કાન દેતો નહતો.બસ એને તો એક જ ધૂન સવાર થઈ હતી એની અંતિમ ઈચ્છા પૂરી કરવાની . એમ તો એ અનુને લગ્ન કરવા માંગતો હતો પણ અનુની મજબૂરીના કારણે એને અનુને ખોવી પડી હતી. આજે અનુના લગ્ન થયા ને બે વર્ષ થવા આવ્યા . પણ ન અનુ ભૂલી હતી ન રજત. ના છૂટકે અનુએ કહ્યું બોલ તારી અંતિમ ઇચ્છા શુ છે ? રજત મનમાં જ બોલી ઉઠ્યો કે મારી ઈચ્છા તો તને મારી બનાવાની હતી પણ ! પછી પાછો ભાનમાં આવીને બોલ્યો "અનુ તને યાદ છે એક દિવસ આપણે મળ્યા હતા જ્યારે તને હું આલિંગન માં લેતો જ હતો ત્યાં તારું કોઈ સંબંધી આવી ગયેલું. આપણને જોયા તો ન હતા પણ આપણે સતેજ થઈ ગયા હતા. ' હા યાદ છે મને' અનુ બોલી. તો અનુ મારી ઈચ્છા છે આપણા દિલની ધડકનોને નજીકથી સાંભળવાની. દિલ એક કરવાની. બોલ ને તું મારી વાત માનીશ ને .મારી બાહોમાં આવીશને ?

અનુ રજતને ખૂબ જ પ્રેમ કરતી હતી. એ પણ એના વગર દિવસ રાત તડપતી હતી પણ એ હવે વિવશ હતી. બિચારી શુ કરે. એને પહેલી વાર તો ના પાડી દીધી. કારણ કે એ માનતી હતી કે આમ લગ્ન પછી કોઈને મળવું એ યોગ્ય નથી. અને આલિંગન તો ક્યારેય નહીં. રખેને કોઈ જોઈ જાય તો !! પણ રજતનું ગાંડપણ જોઈ એને સ્વીકારી લીધું. અને કહ્યું સાંભળ રજત , હવે પછી તું મને ક્યારેય આમ મળવા ન આવતો .નહિ તો મારી જિંદગી પણ બગડશે. રજતની આંખો ભીની ભીની થઇ ગયેલી. એક બાજુ અનુને ગુમાવ્યાનુ દુઃખ હતું અને એના વિરહમાં એ અડધો થઈ ગયેલો. દિવસ રાત એ અનુના યાદમાં ખોવાયેલો રહેતો.

એક દિવસતો ઘરની બહાર નીકળી ગયેલો. અને જ્યારે સાંજે ઘરે આવ્યો ત્યારે મમ્મીએ પૂછ્યું કે બેટા, 'ક્યાં ગયો હતો? અને તે જમયુ કે નહીં? ' ત્યારે એને મમ્મીને તો હા કહી દીધેલી , પણ એ સવારનો ભૂખ્યો હતો.એને કઈ જ ભાન હતું નહીં. આજે અનુને મન ભરીને એની બાહોમાં લઈ લીધી હતી. એની ધડકનો ધડકવાનું ભૂલી ને અનુના પ્યારમાં એક થઇ હતી. સમય ઘડીક ભર આ દ્રશ્ય જોવા માટે સ્થગિત થઈ ગયો હતો. ઝાડવાઓ પણ આંખો ફાડી ફાડી ને જોતા હતા. આકાશમાંથી ફૂલડાં વેરાઇ રહ્યા હતા.સ્વર્ગ લોકમાં પણ એની મહેક પ્રસરી રહી હતી. પરી લોકમાં પણ એની અસર જોવા મળેલી. ચારે દિશાઓમાં પણ આલોક પરલોકમાં પણ આ દ્રશ્ય ઘડીક ભર સ્તંભી ગયેલું. આજ બન્ને નો જીવ એક થઈ ગયો હતો.અનુએ ભલે અસ્વીકાર કર્યો હોય પણ એના દિલમાં તો અનુજનું નામ જ હતું. એના દિલને પણ આજ ટાઢક થઈ હતી. બન્નેને હૈયું અને આંખો ભરાઈ ગઈ હતી. પછી અનુ એકદમ આંખોને લૂછી ઉતાવળા પગે ઘર તરફ દોડી . રજત હાથ ફેલાવીને ઉભો જ રહી ગયેલો....

અનુ મહિના પછી પિયરીએ આવતી હતી. બસમાં રજતની મમ્મી મળેલી. સાવ સૂનમૂન હતી. એ મને બરોબર ઓળખતી હતી. કારણ કે હું નાની હતી ત્યારે ઘણીવાર મમ્મી સાથે એમના ઘરે જતી . એમને મારા પર હાથ ફેરવીને કહ્યું , બેટા, મજામ છે ને સાસરીએ બધાં મજામ છે ને ? બસ એટલું કહી ને એ મૌન થઈ.ચૂપચાપ બેસી ગઈ. મેં મજામ છે એમ કહી વાત આગળ લંબાવી. મેં પૂછી લીધુ મા રજત કેમ છે ? રજત નામ સાંભળતા જ એમની આંખોમાંથી ચોધાર આંસુ ઓ વહેવા માંડ્યા.અનુએ માજીને સંભાળ્યા. પણ મનમાં થયું કે માજીને આમ અચાનક થયું શુ હશે, કેમ માજી આમ રડવા લાગ્યા ? આમ તો માજીનો સ્વભાવથી હું બરાબર વાકેફ હતી. એમનો હસમુખો સ્વભાવ. જયારે અમે નાનપણમાં શેરીમાં રમવા જતા ત્યારે એ અમને સરસ મજાની વાર્તા કહેતા. અને હસાવતા પણ ખરા.અનુ ભૂતકાળમાં ડૂબી ગઈ.

માજી એ ધીરેથી મૌન તોડતા કહ્યું બેટા, હવે રજત નથી રહ્યો !અનુના દિલમાં ધ્રાસકો પડયો! માજીએ આગળ વાત લંબાવતા કહ્યું કે એક વર્ષ પહેલાં એ મૃત્યુ પામ્યો. રજત ઘરથી બહાર ગયેલો એ વખતે મને કહેલું કે મમ્મી હું મારી નાનપણની સખીને મળવા જાઉં છું. બસ સાંજે પાછો આવી જઈશ. એ સાંજે પાછો તો આવેલો. પણ મરેલો !

સ્ટેશન આવી ગયું હતું. બસ જેવી થોભી કે અનુ ઉતાવળા પગે ઘરે પહોંચી, ધ્રૂ સકે ધ્રૂસકે રડવા લાગી. એના મનમાં એક જ દ્રશ્ય ગોળ ગોળ ભમ્યાં કરતું હતું કે હજી મહિના પહેલા અનુજ મને મળવા આવ્યો હતો. ..... વિચારતા જ એ બેભાન થઈ ઢળી ગઈ.

- અંશ ખીમતવી

ઓળખીતો ચહેરો...( અધૂરી પ્રેમ કહાની)
   
     એની માના ખોળામાં એક વર્ષની બેબી આનંદથી હસતી ખેલતી રમતી હતી.બે નાજુક કોમળ હાથ એની માને પકડીને ઉભી થવાના નિષફળ પ્રયત્ન કરી રહી હતી. એના મુખ પર કાલુ ઘેલું કિલ કિલાટ હાસ્ય વેરાતું હતું. આજુ બાજુના મુસાફરોની પણ નજરો ત્યાં મંડાતી હતી. બેબીના નિખાલસ હાસ્યએ બેઠેલા દરેક મુસાફરોનું મન મોહી લીધું હતું. પણ એની મા એના પતિના વાતમાં મગ્ન હતી.
    આ ચિત્ર હું પણ એકી ટશે જોઈ રહ્યો હતો. બસ ચાલતી હતી એનો ખરખર અવાજ પણ આજે એકદમ સ્થિર થઈ ગયો હતો. મને કેવળ એ બેબીનું હાસ્ય જ નજરે પડતું હતું. હું પણ ઘરની માયાજાળ ભૂલી ને આ બેબીમાં ધ્યાનસ્થ થઈ ગયો હતો.
    ને અચાનક કીકીયારીનો અવાજ સંભળાયો. મેં જોયું તો આજુ બાજુના બેઠેલા મુસાફરો પેલી બેબીની સીટની આજુબાજુ ધસી આવ્યા .બધા પૂછતાં હતા કે શું થયું ? શુ થયું ? હું પણ ઝડપભેર પેલી બેબીની સીટ પાસે આવી ગયો.જોયું તો બેબીની આંગળીએ લોહીવહી રહ્યું હતું. એનો નાજુક હાથ પેલી કાચની બારીમાં આવી ગયો હતો. મેં જલ્દીથી પ્રાથમિક સારવારની પેટીમાંથી રૂ અને દવાની ટ્યુબ ,પાટો લાવ્યો. અને બેબીની નાજુક આંગળીપર પાટો બાંધ્યો.પેલી બેબી તો છાની રેવાનું નામ જ લેતી ન હતી. એનું આ રડવું મારા હદયને હિલોળે ચડાવી દેતું હતું. એ બેબી પર મારો પ્રેમ કેમજાણે ઓળઘોળ થઈ ગયો હતો.
    બસ્ટ સ્ટેન્ડ આવતા જ હું પાછો મારી સીટ તરફ ગયો.અને એક ઘંટડી વગાડી. બસ ધીમે ધીમે ઉભી ઊભી રહેવાની તૈયારીમાં હતી. હું નહોતો ઇચ્છતો કે આ બેબી મારાથી દૂર થાય.એનું મીઠું હાસ્ય મારા તન મનને મોહી લીધું હતું. સીટ પરથી ઉભા થતા જ એ બેબીની નજર પણ મારા પર મંડાઈ.એની આંખો હસતી હતી.મનમાં એવું થતું હતું કે એને તેડીને મીઠી બકી કરી લઉં. પણ શું કરું ?આખરે એમનું સ્ટેન્ડ આવી ગયું હતું.હવે એ બસમાંથી નીચે ઉતરતા હતા. ઉતરતા દરવાજો બંધ કરતા જ એની મમ્મીની સાડીનો છેડો દરવાજામાં ફસાઈ ગયો. મેં દરવાજો જરાક ખોલ્યો અને સાડી એમાંથી મુક્ત થઈ. તે વખતે મારી નજર બેબીની માં પર મંડાઈ. ચહેરો ઓળખીતો હતો. કેમ જાણે જન્મો જનમનો એની જોડે નાતો હોય એવું મને લાગી રહ્યું હતું.
    મારા દિલની ધડકનો તેજ થઈ ગઈ હતી. પછી દરવાજો બંધ કરી મેં બે ઘંટડી મારી અને બસ ચાલવા લાગી. પણ મારા વિચારો તો ત્યાં સ્થિર થઈ ગયા હતા. પેલી ભૂતકાળની મારી ગઝલ પર...મેં જ્યારે પાછળ નજર કરીને જોયું તો એ પણ મારી તરફ નજર કરી જોતી હતી મને બારીના કાચમાંથી સ્પષ્ટ નજરે દેખાતું હતું. હું પણ ભૂતકાળના પ્રેમમાં ફરી જીવંત થઈ ગયો....
          અંશ ખીમતવી

   એક રહસ્યમય પ્રેમ કથા....
          - અંશ ખીમતવી
   
     આજ ઠંડીએ પોતાનું રૂપ બદલ્યું હતું. ક્યારેય ન પડી હોય, અને છેલ્લા વીસ વીસ વર્ષોનો રેકોર્ડ આજે તોડી નાખ્યો હતો. પાકું મકાન હતું છતાં પણ મયૂરી આખે આખી ધ્રૂજતી હતી. ટાઈશ બરફ જેવી થઈ ગઈ હતી. વાયરો ફોડી નાખે એવો ફૂંકતો હતો.. પશુઓ પણ પોતાના અંગોને સંકેલીને જ્યાં જગ્યા મળી ત્યાં ભરાઇ ગયા હતા. બહાર માણસો પણ ઓછા ફરતા જોવા મળતા હતા.આજે વેપારીઓએ પણ વહેલી દુકાનો બંધ કરી ને પોત પોતાના ઘરમાં ગોઠવાઈ ગયેલા. ઘરડાઓ માટે તો આજે ખૂબ જ કપરો દિવસ હતો . અને હા એમાંય હજી તો સાંજ હતી, પણ રાત તો હજી પડવાની બાકી હતી !મયૂરી વિચારતી હતી કે રાતે શુ થશે ?
   મયૂરી જ્યારે પેઢલા પર રોટલી મુકવા આવી ત્યારે એને એક દ્રશ્ય નજરે પડ્યું.એ જોઈ ને એ આખીય લાગણીઓથી કંપી ઉઠી. એના મનમાં દયાના ભાવ ઉભરાવા લાગ્યા. એ દ્રશ્ય જોઈ એને ખૂબ દુઃખ થયું.
એ ઝડપભેર ઘરમાં આવી અને એક કાબળો લઈ ને પેલા ઠર ઠર કંપતા ભિખારીને આપ્યો. ભીખારીએ કાબળો તીવ્રતાથી ઓઢી લીધો. અને પોતાના આખા શરીરને સંકેલી બેસી ગયો. કઈ પણ બોલ્યો નહિ .
પણ મયૂરી સમજતી હતી કે બિચારો કઇ રીતે બોલે ,આટલી ઠંડીમાં, અને એ પણ ખુલ્લા આકાશની નીચે. બિચારાને ઘર પણ નથી ! અને આવી ગરીબીમાં કઈ રીતે માણસ જીવે તો જીવે !
   મયુરી ગરીબીની ચિંતા કરતી કરતી ઘરમાં ગઈ. હજીયે એના વિચારો શમ્યા નહોતા. એના તો વિચારો પેલા ભિખારીની ચિંતામાં પડ્યા હતા. જમી લીધું . હવે ધીમે ધીમે ઠંડીનો દોર વધતો જતો હતો.મયુરીએ ભગવાનને પ્રાર્થના કરી: હે ભગવાન ! આટલો કોપાયમાન ન થા, થોડી માણસોની પણ ચિંતા કર. સુતા પહેલા એને વિચાર્યું કે પેલા ભિખારી ને કઈ થાય ના !
   આંખો ધીમે ધીમે ઢળી ગઈ... આજે જાણે રાત્રી બહુ લાંબી હતી એવું લાગ્યું . આંખો ખુલી. દરવાજો ખોલી ને બહાર જઈ પેલા ભિખારીને એકવાર જોઈ લઉ, એવું વિચારી ને એને મેંન દરવાજો ખોલ્યો... ત્યાં તો ત્યાં લોકોનું ટોળું ઉમટેલું જોયુ.. આવતા જતા લોકો વાતો કરતા હતા કે આ આજની રાતની ઠંડી ના કારણે જ થયું છે. કેટલી ઠંડી અને એ પણ આ તો ઘર વગરનો માણસ શુ કરે? બિચારો છોડી જ દે પ્રાણ ! મયૂરી ત્યાં જાય એ પહેલા હવે ભીડ પણ ઓછી થવા લાગી હતી. માણસો ના મુખ પર એકજ વાત ફરતી હતી બસ આ તીવ્ર ઠંડીની.....
   મયૂરી પણ શુ કરી શકે બિચારી આમ અજાણ્યા માણસને કઈ રીતે પોતાના ઘરે રાખે. રાખી પણ લો ત પણ એ ઘરે ન હતા એટલે શું કરે બિચારી. અને કઈ રીતે એ કોઈ પર ભરોશો મૂકે...મનમાં અનેક વિચારો ફરતા હતા..
   હવે એ જગ્યા પર ન તો પેલો ભિખારી હતો કે ન લોકોની ભીડ હતી . હતી તો માત્ર મયૂરીની લાગણીઓની વેદના એ દયા .. કેમ જાણે આજે હદય એટલું દુઃખી દુઃખી થતું હતું. આંખોમાંથી આંસુઓ ગાલ પર આવી ગયા હતા. ચારે બાજુ દર્દનો મૌન છવાઈ ગયેલો હતો. કોઈ પુરાણો નાતો હોય એવું લાગતું હતું.મયૂરી સાથે આજ અજુગતું ઘટવા લાવ્યું હતું .. કેમ જાણે ? આ ભિખારી પ્રત્યે આજે આટલો ભાવ ઉભરી આવ્યો હતો...
   અચાનક એની નજર એક લોકેટ પર પડી.કોનું હશે આ ? એકવાર તો એને નજર અંદાજ કર્યું, પણ જેનું હોય એનું હાથમાં લીધું. એના પર કાટ લાગી ગયો હતો.. એ બહુ વર્ષો જૂનું હોય એવું દેખાતું હતું.સાથે એ ફોટો ફ્રેમ વાળું હતું. એને ખોલવાનો પ્રયત્ન કર્યો પણ ખોલ્યું નહિ. અંતે ઘરે આવીને એને મહામહેનતે ખોલ્યું . જોયું તો બન્ને બાજુ સાફ સાફ ફોટાઓ દેખાતા હતા. એજ યુવાની ,એ જ ચમક . એજ આંખો . જોતા જ એ સાન ભાન ભૂલી ગઈ. શ્વાસ પણ રોકાઈ ગયા.સમય પણ સ્થિર થઈ ગયો . મયૂરી ત્યાં જ ઢળી પડી !ને જીવ છોડી દીધો ! એના હાથમાં રહેલા લોકેટમાંની તસ્વીર, અને એની બન્ને એક ચહેરો નજરમાં પડતો હતો મયૂરીનો!!
             -અંશ ખીમતવી

હર્ષ અને વિધિ ...(એક અધૂરી પ્રેમ કહાની)
   હર્ષની ભીની આંખ બહાર આવેલા મહેમાન જોઈ ન જાય એ માટે બે મિનિટ ડોરબેલ વાગી છતાં પણ એને દરવાજો ન ખોલ્યો. બરાબર મોઢું પાણીથી ધોઈને એકદમ સ્વસ્થ થઈ એને દરવાજો ખોલ્યો.
જોયું તો એનો મિત્ર સૂરજ આવ્યો હતો. આવ ,બેસ સૂરજ .હર્ષે મીઠો આવકારો આપ્યો. અંદર નજર પડતા બધું વેર વિખેર પડેલું હતું. ચાના કપ પણ ધોયા વિના પડ્યા હતા.આ બાજુ અનેક પુસ્તકો પણ વેર વિખેર પડેલા, આ બધું આડું અવળું જોઈ સૂરજ બોલ્યો ," મેં તને કેટલી વાર કહ્યું દોસ્ત! તું માનતો કેમ નથી તું લગ્ન કરીલે પ્લીઝ !
    ના હાલ નહિ ,એમ કહી વળતો પ્રશ્ન
કર્યો ,દોસ્ત ઘરે બધા કેમ છે ?મજામ છે ને ?
સૂરજે હા કહી.એ મનમાં સમજી ગયો કે હર્ષ પોતાની વાત પર અડગ જ રહેશે એ માનશે નહિ. ચાલ દોસ્ત આવજે , એમ કહી ને સૂરજે તરત જ રજા લીધી.
   સૂરજ ચાલતો થયો પણ એના મનમાં અનેક વિચારોના વાયરા ફૂટવા લાગ્યા. હર્ષ ને 40 વર્ષ થવા આવ્યા પણ કેમ આ ઘર વસાવતો નથી. એવી તો શુ વાત છે જે મને પણ કહેતો નથી. આમતો એવું કશું લાગતું નથી એના ચહેરાપર હમેશા ખુશીઓ જ રમતી હોય છે . ખેર જે હોય એ તો એ જ જાણે !
   આ બાજુ હર્ષ રૂમમાં ગયો .એક એક જગ્યા પર વિધિના ફોટાઓ લગાવેલા હતા.એક પણ જગ્યા એવી નહોતી જોવા મળતી જ્યાં વિધિનો ફોટો લગાવેલો ન હોય.આખો દિવસ એ આ ઓરડામાં પુરાયેલો રહેતો અને વિધિના દર્દમાં ઝૂરતો. એને મનમાં વિચારી લીધું હતું કે હવે કોઈને પ્રેમ નહિ કરે, કે ઘર પણ નહિ વસાવે . એને આખી જિંદગી વિધિના વિરહમાં ઝૂરવામાં કાઢવી એવો મનસૂબો ઘડી નાખેલો. આ વાતની કોઈને પણ જાણ થવા દીધી નથી.
   ઘણા વર્ષો પછી વિધિનો કોલ આવ્યો એને હર્ષને મળવા આવું છું એમ કહી કોલ કટ કરી નાખ્યો. હવે તો એને નવી જિંદગી જીવવાનું શરૂ કરી દીધું હશે. એની પત્ની કેવી હશે? અને હા કદાચ હવે તો એના છોકરાઓ પણ મોટા થઈ ગઈ ગયા હશે વિધિ વિચારોમાં ખોવાઈ ગયેલી.
   બીજે દિવસે જ્યારે વિધિ એના ઘરે મળવા આવી ત્યારે મેંન દરવાજે લોક મારેલું હતું. પાસે પડોશમાં રહેતા સવજીભાઈને પૂછ્યું તો કહ્યું કે એનો મિત્ર સૂરજ આવેલો અને કસમ આપીને એના માટે છોકરી જોવા ગયા છે. " બેટા ,બેસ તું થાકીને આવી લાગે છે એ સાંજ થતા આવી જશે. " સવજીભાઈએ કહ્યું. વિધિને મનમાં ધ્રાસકો પડ્યો શુ હજી એ હર્ષે લગ્ન નહિ કર્યા ! અને એ ઝડપભેર આંસુઓને દબાવીને ચાલી ગઈ. વિધિ ઘેર જઈ ધ્રૂ
સકે ધ્રૂસકે બહુ રડી એને વિચાર્યું કે એની જિંદગી મારા કારણે બગડી છે ,પણ હું ય શુ કરું આ સમાજ ક્યાં અમને એક થવા દેતી હતી અને પછી અમે બેય અંતે પરિવારની ખુશીઓ માટે મજબૂરીમાં દૂર થવાનું સ્વીકારેલું. આ બાજુ હર્ષ અને એના મિત્રો પણ ઘરે આવી ગયા હતા.ઘેર આવતા જ સવજીભાઈ એ કહ્યું કે તમને કોઈક મળવા આવેલું. હર્ષ સમજી જ ગયેલો કે વિધિ એના પરિવાર સાથે મને મળવા આવી હશે . તો એ ક્યાં છે ? હર્ષે ઉત્સુકતાથી પ્રશ્ન કર્યો.
   " એ ખબર નહિ, અચાનક એ ક્યાં ગઈ મેં એને કીધું કે હર્ષ એના મિત્રો સાથે પગ તાણી તાણી ને છોકરી જોવા ગયો છે ,એના મિત્રો એને પરાણે લઈ ગયા છે બસ પછી હું ઘરમાં ગયો ને બહાર આવ્યો તો એ ગાયબ ! "
   "ભલે ને એ એના પરિવાર સાથે સુખેથી રહેતી ,એ પણ અહીં ખોટી આવે છે. હર્ષે મનમાં જ સ્વંયની સાથે વાત કરી."
   હર્ષે તો મનમાં ગાંઠ વાળી જ દીધેલી કે એ ક્યારેય લગ્ન નહિ કરે એ તો એના મિત્રોની વાત રાખવા ખાલી અમસ્તો ગયો હતો એને ક્યાં કોઈ છોકરી ગમાડવી હતી !
પણ એ બધી વાત માં હર્ષ એ ભૂલી જ ગયો હતો કે એ જેટલો વિધિને પ્રેમ કરે છે એટલો જ પ્રેમ વિધિ એને કરે છે જેટલો એ એના વિયોગમાં ઝૂરે છે એટલી જ વિધિ એના વિયોગમાં એક એક પળ ઝૂરે છે . એને ક્યાં ખબર છે કે વિધિ એ પણ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે એ પણ હર્ષ સિવાય કોઈનીય નહિ થાય ! બસ આમ જ બન્ને પ્રેમીઓ પોતાની જિંદગી અશ્રુઓભરી વિતાવે છે! સમય એનો સાક્ષી છે ....

             અંશ ખીમતવી

લાસ્ટ મેસેજ.... લઘુવાર્તા...અધૂરી પ્રેમ કહાની.....
   આજ કેમ મને સાવ અજુગતું લાગે છે ? રોજની જેમ જ સંધ્યા તો સોળે કળાએ ખીલી છે, જો પેલા પંખીઓનું ટોળું કેવું સંપીને સુખ, દુઃખની વાતો કરતું માળા ભણી જાય છે ,અને હા ,આજે તો સાંજ અનેરા લ્હેકામાં છે. પવન પણ સરર કરતો મધુર ગીત ગાતો હતો. ઝાલરનો સમય થઇ ગયો હતો. તારલાઓ અને તારલી ઓ પ્રેમની વાતોમાં ગળાડૂબ હતા.પણ કેમ જાણે મારુ મન વિચારોના ચકડોળે ચડી રહ્યું હતું.....
    મેં મારા મનને રાજી કરવા નેહાના વિચારોમાં ડૂબકી લગાવાનું વિચાર્યું... આહા ! શુ તારી આંખો હતી અને હા તારી આંખોમાં ભરેલું એ કાજલ જોઈ હું સાચેજ મારું ભાન ભૂલી જતો.અને તને એકી ટશે જોઈ રહેતો. ઘણી વાર આપણે એકલા મળ્યા છીએ.એકવાર તને યાદ છે તે જ્યારે પહેલો પહેલો તારો કોમળ હાથ મારા હાથમાં આપેલો એ દિવસે તો મારા હદયમાં ખળભળાટ મચી ગયેલો . ધબકારા વધી ગયેલા. પણ સાથે સાથે તારો હાથ મારા હાથમાં જોઈ મારા તન મનમાં અનેરો આનંદ પણ છવાઈ ગયેલો હતો. કઈક ખળભળાટ થયો અને હું પાછો વિચારોમાંથી બહાર આવ્યો. જરાક હસ્યો ,ચ્હેરાપર ભાવ બદલાઈ ગયેલા સ્પષ્ટ નજરે પડતા હતા. મેં વિચાર કર્યો કે નેહાને વાત કર્યા ને કેટલા મહિનાઓ વીતી ગયા છે!
     એ ક્યાં હશે ? કેવી હશે ? એ મને યાદ કરતી હશે કે નહીં વગેરે વગેરે.. . પણ મને વિશ્વાસ હતો કે એ એક દિવસ તો જરૂર મને કોલ કરશે કારણ કે એ મને ખુબ જ ચાહતી હતી. એ ફક્ત ચાહતી જ નહતી પણ સુખ દુઃખ માં પણ સાથ આપતી હતી. સાચું કહું તો એ મને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરતી હતી. એ મારામાં ડૂબી ગઈ હતી. એ મને કહ્યા કરતી કે અંશ હું તારા વગર રહી નહિ શકું આ દુનિયામાં..... હાથ પર ટપ ટપ કરતા આંસુઓ પડ્યા જોયું તો મારી આંખો ભીની ભીની થઇ ગઇ હતી. હું એના વિચારોમાં ગળાડૂબ હતો...
     અચાનક મારા મોબાઈલની મેસેજ ટોન વાગી. મને એમ કે કમ્પનીનો મેસેજ હશે પણ થોડું ધ્યાન પૂર્વક નજર કરી તો એ મેસેજ નેહાનો હતો. અને મારા ધબકારા વધવાના શરૂ થયા . મેં મેસેજ ઓપન કર્યો તો એમાં લખેલું હતું એ જોઈ હું સ્તબ્ધ થઈ ગયો ! હું શ્વાસ લેવાનું ભૂલી ગયો આખી ધરતી ગોળ ગોળ ફરવા લાગી મારી આંખો એ અંધારા આવવા લાગ્યા એમાં સ્પષ્ટ પણે લખ્યું હતું . અંશ , "માફ કરજે મને ,હું તને ખૂબ પ્રેમ કરું છું પણ મારી મજબૂરી છે પ્લીઝ મને માફ કરજે સોરી... આ મારી લાઇફનો લાસ્ટ મેસેજ છે હવે હું તને ક્યારે મળી પણ નહીં શકું કે વાત પણ ......."
અંશ ખીમતવી

લઘુકથા "અણસમજ " 

   ઘણા સમયથી બન્ને બહેનપણીઓ એકબીજાને બોલતી નહોતી કેમ જાણે જાની દુશમનો હોય. જ્યારે જ્યારે એ રસ્તામાં એક બીજાની સામ સામે મળતી ત્યારે મો ફેરવી લેતી. આવું તો ઘણી વાર થયું. ઘણા સમયથી હું આ ઘટનાનું નિરીક્ષણ કરતો હતો. એકવાર તો મારાથી ન રહેવાયું અને અંતે પૂછી જ લીધું ' જાનવી, તારે અને ઉષા વચ્ચે કોઈ ઘટના બની છે ? કેમ તમે એકબીજાને બોલતા નથી ? ઘણા સમયથી હું જોઉં છું. ' જાનવી એ હળવેકથી જવાબ આપતા કહ્યું કે 'એ મને નથી બોલતી એટલે હું પણ નથી બોલતી. 'કેમ નથી બોલતી? 'ખબર નહિ' . ' કોઈ કારણ નથી તો વળી એમ શુ કામ મૂંગા રહેવાનું ? એકવાર તું ઉષાને મળી ને તો જો , એ કેમ નથી બોલતી. એકવાર તું મળીને પૂછી જો એટલે ખબર પડે કે વાત છે શું ?' 

   હા, જાનવીએ શ્વાસ લઈને હળવેકથી મને વળતો જવાબ આપ્યો. એકવાર મોલ પર ઘરની વસ્તુઓ ખરીદતા બન્ને સામ સામે ભડકાણી, પણ બન્ને મૌન થઈ પોતપોતાના કામમાં પરોવાઈ ગઈ. મોલની બહાર આવતા જાનવી ને મેં કીધેલી વાત યાદ આવી અને મનોમન વિચારી લીધું કે આજે તો ફેંસલો થઈ જ જાય .. 

   ઉષા , ' તું મને કેમ બોલતી નથી , હું ઘણા દિવસથી જોઉં છું પણ તું નજર ફેરવીને ચાલી જાય છે . શુ થયું છે મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે ? ' ના , એ તો તું નથી બોલતી એટલે હું નથી બોલતી બસ ! 
   રવીનો કોલ આવ્યો હતો એટલે મારે હવે ઘેર જવું પડશે ચાલ કાલે મળીએ એમ કહી ઉષા ઝડપભેર ઘર તરફ વળી...

   આ બાજુ જાનવી મનમાં ને પોતાના પર હસતી રહી અને બોલતી રહી , અરે યાર કઈ હતું જ નહીં ખોટા અમે બેય વ્હેમમાં રહ્યા. સાવ બન્ને અણસમજુ . જાનવી આનંદ સાથે ઓટો ...ઓટો ! ઓટો ઉભી રહી અને બેસી ને ઘર તરફ.... 

- અંશ ખીમતવી

No comments:

Post a Comment