ગઝલ


પ્રેમ તમને  મળશે એ સાચું નથી,
દુનિયા સુધરશે એ સાચું નથી ! 

ને ઘણા વર્ષો પછી મળશો તમે ,
આંખ એની રડશે એ સાચું નથી! 

પ્રેમમાં હું છેતરાયો આખરે ,
ઘાવ તમને મળશે એ સાચું નથી ! 

ચાંદ ને જોઈ લો બે ત્રણ વાર પણ,
ડોશી દળણું દળશે ,એ  સાચું નથી! 

છો રહ્યો નિષ્ફળ જ મારો પ્રેમ પણ,
યાદ એની ખરશે એ સાચું નથી ! 

- ansh khimatvi








જીદ કર /- 

ખુદને પડકારવાની  જીદ કર ,
ખુદથી તું જીતવાની જીદ કર !

નાવ હંકારી જ દીધી છે પછી,
બસ હલેસા મારવાની જીદ કર ! 

મોત આવે ત્યારે એ જોઈ લેશું ,
અંત વેળે જીવવાની જીદ કર! 

લાખ મુશ્કેલી પડી હો માથે પણ,
કૂંપળી  સમ ઉગવાની જીદ કર!

તીર લાગે કે ન લાગે 'અંશ' પણ 
એ પ્રથમ તું  તાકવાની જીદ કર!

- અંશ ખીમતવી







કેટલી દૂર છે તે છતાં પાસ છે,
જિંદગી જીવવા તું સદા શ્વાસ છે.

વિસરી જાઉં છું યાદમાં હું મને,
કારણે તું સદા મુજથી ખાસ છે. 

કેશ ધોળા થયા પણ તને શું કહું ,
આ હદયતો હજી સોળનું દાસ છે. 

ગામડે રોટલો ,ડુંગળી, છાશ છે ! 
 આપણે તોય દરરોજનો હાસ છે.  

 મન ભરી ને તને આજે જોઈ લઉ,
 કેટલા આયખાની મુને પ્યાસ છે.

@nsh khimtvi

@nsh khimtvi


આપ હદથી પણ વધું નમતાં હતાં,
એટલે શાયદ મને ગમતાં હતાં.

ક્યાં કમી છે જગ મહીં સૌંદર્યની,
તે છતાંયે આપ મનગમતાં હતાં.

શેર મારા ના ગમે સૌને જરૂર, 
ખુશ છું એથી, તને ગમતાં હતાં.

 વર્ષો વીત્યાં છે પણે આ  દર્દ ના ,
 ઘાવ ઊંડા, ક્યાં હજી શમતા હતા ! 

ખૂબ દૂર ચાલી ગયો છું આપથી ,
યાદમાં કાયમ તમે ભમતાં હતા.

અંશ ખીમતવી...



વેડફો ના સમય પ્રેમમાં ,
બેવફા સૌ મળે ટેમમાં.

રોટલો ભૂખને ભાંગે છે,
બંગલે રહો ભલે હેમમાં.

હાર થઈ ગઈ હવે દાવમાં ,
સાથ છે  તોય શું  ભેમમાં ?

યાદમાં આવતું બાળપણ,
ફૂલ હળવા હતા ટેમમાં !

અંતમાં જીવવું એ નથી,
હારતા, હારતા ડેમમાં! 

- @nsh khimtvi..












વાત જાણે એમ છે ,
 શું તને પણ પ્રેમ છે ? 

યાદ ક્યારે ના કરે ,
એ હવે હેમખેમ છે.

ના કદી સામે મળે ,
એ જ જાણે કેમ છે? 

દાવ આપે , દાવ લો,
જિંદગી પણ ગેમ છે! 

નાવ મારી હંકારી,
ઈશ તારી રહેમ છે! 

- @nsh khimtvi...



એકલો છોડી તમે ચાલી ગયા ,
સ્વપ્નમાં આવી તમે ચાલી ગયા. 

ભેટને હું સાચવીને  શું કરું ? 
પ્રેમ ઠુકરાવી તમે ચાલી ગયા ! 

આંસુઓ દડદડ વહેતા રહી ગયા,
પાંપણો કાપી તમે ચાલી ગયા ! 

સાચવી છે  દિલમાં તારી છબી,
ને પ્રણય આપી તમે ચાલી ગયા! 

ગાલગાગા, ગાલગાગા, ગાલગા,
 છંદ બાંધીને  તમે ચાલી ગયા ! 

- અંશ ખીમતવી







રાત કેવી જાય છે આવીને જો,
હાલ કેવા થાય છે આવીને જો.

જાન તારી ડોલીમાં ગઈ જોઈ પણ,
'જાન' મારી જાય છે આવીને જો! 

તું જીવે છે જિંદગી ફૂલસેજ પર,
શૂળ અહીં ભોકાય છે આવીને જો ! 

કેમ જાણે , આંચ આવી શું તને,
જીવ જો ગભરાય છે આવીને જો !

જો ગઝલ વાંચી ભરોસો થાય ના ,
યાદ ક્યાં ભુલાય છે આવીને જો !

- અંશ ખીમતવી


રાત કેવી જાય છે કોને ખબર ?
આંસુઓ વેરાય છે કોને ખબર?

મોત મારુ સાવ નિકટ બેઠું છે ,
જીવડો હરખાય છે કોને ખબર?

રોટલો આજે ય ખાવાને નથી ,
કેમ રે જીવાય છે કોને ખબર ? 

રોજ તારે કાજ લખતો હું ગઝલ ,
શું હોઠે વંચાય છે કોને ખબર ? 

આગ લાગી છે હદયમાં પ્યાસની,
ધડકનો સૂકાય છે કોને ખબર ?

- અંશ ખીમતવી


 અમારા વગર પણ  રહો છો મજામાં,
 અમારું ન મન લાગે ક્યાંયે   કશામાં.

પિતા સમજાવે પણ આ બેટો ન માને ,
દુનિયા ને શું સમજાવું હું ભલામાં ! 

કદીયે ન દિલને દઝાડો પ્રેમીઓ ,
મળે છે સદા  દર્દ બસ બેવફામાં !

તમારા વિના હું ન જીવું, ન મરું છું,
ફસાઈ ગયો છું કેવી આ દશામાં ! 

 ઘરોમાં રહેવામાં ભલાઈ છે આજે ,
 કરોના ના મુખમાં ફસાસો નકામાં ! 

- અંશ ખીમતવી





નહિ મળો તો જિંદગીમાં ચાલશે,
અમ ને તો , નારાજગીમાં ચાલશે ! 

ચાંદ છોને  વાદળોમાં છૂપાયો ,
આપ છો તો પસંદગીમાં ચાલશે ! 

દુઃખના મહેલોને જોઈતા નથી 
સુખ હશે તો સાદગીમાં ચાલશે.

દિલના દ્વારો બંધ કાયમ રાખું છું,
આપ ને પરવાનગીમાં ચાલશે ! 

વાત કહેતા હોઠ પણ અટકી ગયા,
'ના' હશે તો  ખાનગીમાં ચાલશે ! 

- ansh khimatvi


ઘાવ મારા રોજ ઊંડા જાય છે
વેદના મારી કદી સમજાય છે !

આપે છે ચુંબન એવું નિત થાય છે ,
શું ગઝલ હોઠે તારા  વંચાય છે ?

લટ ને ગાલો પર ન રહેવા દે સનમ,
છોકરા ભોળા બહુ  લોભાય છે ! 

બસ તને જોયા પછી શું થાય છે?
ક્યાં પછી બીજું મને દેખાય છે !

જાનથી પણ તું વહાલી છે મને,
 જાનની પરવા તને  ક્યાં થાય છે !

  - અંશ ખીમતવી







- અંશ ખીમતવી
છાની છાની વાત પણ કરતા હતા ,
એકબીજા માટે તો મરતા હતા .

વાત આજે જાણીતી સૌને કહું ,
સાથે સાથે તો અમે ભણતા હતાં !

હોઠપર આવેલા શબ્દો ચૂપ થયા,
વાત એવી ,કેતા શરમાતા હતા !

આટલો તે હાથ ગોરો કેમ છે ?
ચાંદનીમાં આપ શું ન્હાતા હતા ?

એના રૂપનો કોણ દિવાનો નથી ,
પ્રેમ તો એ 'અંશ'ને કરતા હતા !

- અંશ ખીમતવી

પારકી થઈ ગઈ મજા કર ,
ના કદીએ આવ, જા કર .

યાદ તારી મારી નાખે ,
ને હજી બીજી સજા કર !

દૂર તો થઈ ગઈ છે દિલથી,
જિંદગીથી જાવ જા કર !

સ્વપ્નોમાં આવ નહિ તું,
રોજની એ તું રજા કર !

ક્યારનો જીવ ગયો મારો,
ને જનાજા ઝટ તું , જા કર !

- અંશ ખીમતવી

તેને હું ખૂબ ધારીને જોતો હતો ,
મારી પાસે તેનો બસ ફોટો હતો ! 

માનતો હું તેને કાયમ બેવફા ,
જિંદગીમાં એજ તો  ધોકો હતો !

પારકી થઈ એ પહેલાં ,શું કહું ! 
હા ,પરણવાનો કને મોકો હતો ! 

એ મને કેમ ના મળી ભગવાન ઓ,
પ્યાર મારો ,કે એનો ખોટો હતો ? 

જિંદગીભર 'અંશ' નહિ ભૂલી શકે ,
જિંદગીમાં એનો ના  જોટો હતો ! 

- અંશ ખીમતવી


- અંશ ખીમતવી

સામુ ના બોલાય તારો બાપ છે , 
દીકરા સમજાય ,તારો બાપ છે ! 

નાનપણમાં આંગળી પકડી હતી ,
હાથ પણ પકડાય, તારો બાપ છે. 

સુખ તારી જિંદગીમાં આવતા ,
હાશકારો થાય, તારો બાપ છે !

તારી પર તૂટી પડે દુઃખ આકરા,
પીડા એને થાય ,તારો બાપ છે! 

" અંશ "ઘરડાઘર કદી ન બતાવશો ,
જીવ જ્યાં દુઃખાય; તારો બાપ છે. 

- અંશ ખીમતવી





આવતાને જાતા હોતો આવજો ,
આપના પગલાં હવે તો પાડજો .

વાટ જોઈ જોઈ સૂકાઈ ગયો ,
પ્રેમનું થોડું તો પાણી પાવ જો !

સાવ ખાલી હાથે ના રે આવતા ,
સાચવેલી યાદો સંગે લાવજો !

કેશ ધોળા માથે આવ્યા તો હશે ,
જે છો એવા ને એવા તમ આવજો !

અંશ' ની હાલત તમે જાણી જજો
ભીની આંખોને તમે લૂછી જજો !

- અંશ ખીમતવી

આજનું નક્કી ક્યાં હોય છે!
કાલનું નક્કી ક્યાં હોય છે !

જિંદગી મોજથી જીવીલે
મોતનું નક્કી ક્યાં હોય છે !

જે રમે એજ તો જીતે છે
હારનું નક્કી ક્યાં હોય છે !

મન મુકીને મળી લઈએ ચલ ,
શ્વાસનું નક્કી ક્યાં હોય છે.

આંખમાં આંસુ આવી જાએ
યાદનું નક્કી ક્યાં હોય છે !

- અંશ ખીમતવી





ખુદની સાથે રોજ લડતો હોય છે ,
મનમાં એવું શું બબડતો હોય છે ? 

હાથ માથે દઈ જે બેઠો હોય છે ,
રાહુ , કેતુ એને નડતો હોય છે ! 

જાત ભાઈ ઘાવ કરતો હોય છે ,
ઝાડવો ભીતરથી રડતો હોય છે. 

બંધાણી તો હું ય છું પણ, પ્રેમનો ,
જામનો જે તે લથડતો હોય છે ! 

ને સતત જે યત્ન કરતો હોય છે ,
એજ શિખર માથે ચડતો હોય છે ! 

- અંશ ખીમતવી




કોઈને પ્યાર હું નહિ કરું 
પ્રેમ વ્હેવાર હું નહિ કરું !

રાત ભર યાદ હું નહિ કરું ,
આંખ પર ભાર હું નહિ કરું !

નીકળી તું દગા બાજ પણ,
છેતરી વાર હું નહિ કરું ! 

પત્રિકા તું ભલે દઈ ગઈ ,
કોઈ વ્હેવાર હું નહિ કરુ!

ભેખ ધારણ કરી લઉ હવે ,
ઘર ને સંસાર હું નહિ કરું ! 

- અંશ ખીમતવી








ના કદી હારવું જોઈએ, 
બસ સતત ચાલવું જોઈએ ! 

જો તમે ગુજરાતી હોવ તો ,
જ્યાં ને ત્યાં ફાવવું જોઈએ ! 

દોષ ના આપવો કોઈ પર,
સાચું શું જાણવું જોઈએ ! 

આશ રાખો તમે, ના નથી ,
તે પ્રથમ વાવવું જોઈએ ! 

શક નથી, છોકરી ના કહે ,
'અંશ' જેવું લાગવું જોઈએ !

- અંશ ખીમતવી🌹































No comments:

Post a Comment