માઈક્રો સ્ટોરી

  લઘુવાર્તા :  જીવદયા 

"તને ખબર નથી પડતી કે નળ પૂરેપૂરો બંદ કરીને આવીએ. જળ જીવન છે, તને ખબર નથી , કેટલી તંગી પડે છે આજ કાલ પાણીની. અને એમાંય આમ તું નળ ને ટપકતો રાખીને આવ્યો." સર એકી શ્વાસે ગુસ્સાથી બોલી ઉઠ્યા .પિન્ટુ કંઈક કહેવા માંગતો હતો પણ ...... એટલી જ વારમાં ફરી પક્ષીઓનું ટોળું આવી ને નળે પાણી પીવા લાગ્યું. ને સર સમજી ગયા... 

- અંશ ખીમતવી






શીર્ષક : ઝાડ
શબ્દ સંખ્યા :127

  મયંકકાકા આ ઝાડ ખરેખર અહીં શોભતું નથી. એમ કરો આ ઝાડને તમે અત્યારે જ મૂળ સમોત કાઢી નાખો એટલે તમારા ઘરની રોનક આવે. સાચું ચાર ચાંદ લાગી જશે ! અજય આગળ ગયો અને વચ્ચે સૂરજકાકાનું ઘર આવ્યું. ત્યાં પણ તેને ઘર આગળ ઝાડને જોઈ ને હટાવવાનું કહ્યું , પણ સૂરજ કાકા એક ના બે ન થયા.અને અજયે ત્યાંથી ચાલતી પકડી. અજયે આજ સુધી કેટલાય ઝાડને જીવતા કપાવી નાખેલા. અજય અને ઝાડને કેમ જાણે જન્મો જન્મનું વેર હોય ! અજયને જોઈને તો ઝાડ કંપી ઉઠતા.. રીતસર ધ્રૂજવા લાગતા..જાણે કાળ ભણી આવ્યો હોય !

  અજય રસ્તો કાપતો ગયો. તડકો ખૂબ તપી ગયો હતો. સૂરજ આગના ગોળા વરસાવતો હતો. ગરમ ગરમ લૂ લાગતી હતી એટલે અહીં બસ સ્ટેન્ડે જ થોડીવાર રોકાવાનું વિચાર્યું. ચા નાસ્તો કર્યો. અને અજયે એક ઘટાદાર ઝાડનીચે આરામ કરવા લંબાવ્યું...

- અંશ ખીમતવી





દર્દ.....

દિલમાં અનેક અરમાન લઈને આજે અંશ મૈત્રી ને મળવા જઈ રહ્યો હતો. રસ્તામાં જ નજરે પડી મૈત્રી કોઈના હાથમાં હાથ નાખીને ! અંશ ભાંગીને ભૂકો !

- અંશ ખીમતવી



 સૂરજ ઉગ્યો !

બારી ખોલી તો એજ ખૂંખાર દરિયો વિશાળ મહાકાય મોજાઓ રાક્ષશનું સ્વરૂપ ધારણ કરીને તાંડવઃ મચાવતો હતો. અને હું એ ભયંકર અકસ્માતના વિચારોમાં ડૂબી ગઈ. જ્યારે સૂરજ મને દાયકા પછી મળવા આવતો હતો. કાળો કેર બની આ દરિયો એને ભડખી ગયેલો! નિશા ડૂસકાં ભરતી ભરતી બારી બંધ કરી. સુમિતે આવતા જ નિશાને સંભાળી લીધી. અને કહ્યું કે હું સૂરજને પાછો તો લાવી નહિ શકું પણ હું તને એટલી જ સાચવીશ......અને નિશાની જિંદગીમાં ફરી સૂરજ ઉગ્યો !

અંશ ખીમતવી

No comments:

Post a Comment