કર્મમાં જે પણ લખ્યું છે એ થશે,
બેઠો બેઠો શું ધરાશે વાઘડો ?
- અંશ ખીમતવી
તમારી જ વાતો તમારા વિચારો
તમારી ગઝલ છે પળે આ પળે તો
==========
આવતે ભવમાં મળીશું શું કહ્યુ ,
ને અમે મૃત્યુ સ્મરણવા ને બેઠા !
==========
કેટલાક શેર
લખીને લખું હું શું આગળ ?
થયા ભીના શબ્દો ને કાગળ !
========
એ જાદું એવું શું કરી ગ્યાં ,
પહેલી નજરમાં ગમી ગ્યાં !
=========
ઉદાસી ભરી સાંજ જોઈ વિચાર્યું
અરે તારું મોઢું તે કોણે બગાડ્યું ?
==========
ખબર કંઈ રીતે પડે આહ ! ભરતી ,
પવન વાય ના ભીનો એ બાજુએ થી !
==========
છોકરીની હસ્યાની જ આ વાત છે
પ્રેમમાં તો પડ્યાની શરૂઆત છે
=======
પૂર્ણ ના થઈ ગઝલ એકપણ
પ્રેમ મત્લા હજી આપણો !
=======
જે થવાનું તે થઈ ગયું વાત મૂકો
ઊગતા સૂરજ ને પૂજો રાત મૂકો
======
મળીને પડી જાય છે સૌ વિખૂટા
મળીશું કહી જાય છે સૌ વિખૂટા
======
પડાય જ નહિ પ્રેમમાં કહું
હસાય જ નહિં ઘેનમાં કહું
=======
હસાવે , રડાવે અમે એ કરી શું
ખુદાની લખેલી કહાની ભજી શું !
=======
જે રીતથી ભૂલી ગયાં
એ રીતને શીખી ગયાં
======
No comments:
Post a Comment