Tuesday, January 12, 2021

ગઝલ

સાથ તારો જોઈતો 'તો શું કહું!
'અંશ 'આંખો લૂછતો 'તો શું કહું!

આગલે દિ પારકી તું થઈ ગઈ,
આજે તારો તૂટતો 'તો શું કહું!

નામ તારું એટલે ઘૂંટયા કરું ,
ખુદને હું ભૂલતો 'તો શું કહું!

એજ આંખો એજ ચહેરો સામે છે,
ચિત્ર તારું દોરતો ' તો શું કહું !

એનું ઘર વર્ષો પછી ખુલ્લું જોયું ,
ચોર સાલો ચોરતો'તો શું કહું !

- ansh khimatvi






No comments:

Post a Comment