તું કહેતી હતી ને
હું જીવનભર સાથ આપીશ ,
તારા હાથોમાં લાલ મહેંદી છે, સોળ શણગાર છે,
કંકુ પગલાં છે
શરણાઈના શૂર સંભળાતા હતા,
ચારેકોર ઉમંગ , ને તું
આમ સજીને ક્યાં જઈ રહી છે ?
પણ એ મૌન રહી,
એ પછી મારો અવાજ પણ બહાર ન નીકળી શક્યો
ચારે બાજુ તો આનંદની રમઝટ હતી, પણ
હું
ત્યાં જ લથડી પડ્યો !
ને એ ચાલી નીકળી કોઈના હાથમાં હાથ રાખી...
- અંશ ખીમતવી
No comments:
Post a Comment