હું તને ધારી ધારી જોતો હતો ,
મારી પાસે એ હવે ફોટો હતો !
માનતો હું તેને કાયમ બેવફા ,
જિંદગીમાં એ મોટો ધોકો હતો !
પારકી થઈ એ પહેલાં ,શું કહું !
હા ,પરણવાનો કને મોકો હતો !
એ મને કેમ ન મળી ભગવાન ઓ,
પ્યાર મારો ,કે એનો ખોટો હતો ?
જિંદગીભર 'અંશ' નહિ ભૂલી શકે ,
જિંદગીમાં એજ તો જોટો હતો !
- અંશ ખીમતવી
No comments:
Post a Comment