Sunday, August 18, 2019

ગઝલ

પ્રેમ મારી પણ શકે
ને ઉગારી પણ શકે

જો પ્રકાશો પાપ તો ,
ઈશ તારી પણ શકે .

પ્રેમને જીતાડવા ,
દાવ હારી પણ શકે !

ભૂલ જો થઈ જાય તો ,
સુધારી પણ શકે !

વિચારોને જાણવા ,
એ વિચારી પણ શકો !

- અંશ ખીમતવી

No comments:

Post a Comment