એવું કોણ હતું કે જેને તે દિલ દઈ દીધું
એવું કોણ હતું કે જેને તારું દિલ જીતી લીધું
એવું કોણ હતું કે જેને તે દિલ દઈ દીધું...
પાંપણો ખૂલતાં દેખાય છે જેનો ચહેરો,
સ્પર્શ કરવા જતાં મલકાય છે તારો ચહેરો
એવું કોણ હતું કે જેને કામણ કરી લીધું
એવું કોણ હતું કે જેને તે દિલ દઈ દીધું ....
એ હસતી હતી તો ફૂલડાં ઝરતાં હતાં
એ નજરો કરતી તો ફૂવારા છૂટતાં હતાં
એવું કોણ હતું કે જેને કૌતુક મચાવી દીધું...
એવું કોણ હતું કે જેને તે દિલ દઈ દીધું...
તને રડતો જોઈને કુદરત પણ રડી પડી...
અંશના પ્રેમને કોણે નજર લગાડી દીધી....
એવું કોણ હતું કે જેને કાળજું કાપી લીધું !
એવું કોણ હતું કે જેને તે દિલ દઈ દીધું
એવું કોણ હતું કે જેને તારું દિલ જીતી લીધું
એવું કોણ હતું કે જેને તે દિલ દઈ દીધું...
- અંશ ખીમતવી
No comments:
Post a Comment