અછાંદસ * આયુ*
હું જીવું છું ,મરુ છું તારા માટે
તું જ મારો શ્વાસ ને
તું જ મારો વિશ્વાસ છે.
તું મને ભલે મળી નથી પણ
તું જન્મો જન્મથી અને જન્મો જન્મની મારી છે અને રહેશે.
મારા દિલમાં તારું નામ અમર છે અને રહેશે.
તું જ મારા રાધા, તું જ મારી આશા
મારો જીવ પણ તું જ છે.
ઈશ્વરને પ્રાર્થના કરું કે તારું જીવન
ખુશીઓથી ભરી દે , રંગમય કરી દે
ઉમંગમય કરી દે.....
અને
મારા જીવનની
"આયુ"
તારા જીવનને લાગી જાય!!
- અંશ ખીમતવી
No comments:
Post a Comment