Saturday, August 20, 2016

ગઝલ 5

તરહી મિસરો :- બહેર:-
.કદાચિત   . . . મરીઝ સાહેબ
.......ગઝલ....

કદાચિત હતા દર્દ કારણ વગર,
સહેતા રહ્યા છીએ મારણ વગર.

નથી કાનુડો કે ન ગોવાળિયા,
આ ગોકુળ અહિ સૂનુ માખણ વગર.

ગઝલનાં આ ફેરા સફળ તો થયાં,
થયા છે લગન આજ સગપણ વગર.

એ કારણ તરી જાય છે આ  ફૂલો ,
વહેતા રહે છે   એ ભારણ વગર   .          

લખાઈ ગઈ છે અમારી ગઝલ ,
વિચારો મહી " શ્વેત " સમજણ વગર .

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment