Wednesday, August 17, 2016

Miss,,,,બહેન.....

બહેનડી બાંધતી ભઈલાને રાખડી સદા હસતી
ઘણું જીવો મારા ભઈલા  બાંધતીરાખડી હસતી.

છે દરિયો  સહેતો એ તો કદી ન વાતો કરતી ,
ભીતરે હોય  દુઃખ ભલા  સ્મિતે સ્મિતે બાંધતી
                           બહેનડી બાંધતી..........

માત સમુ હેત આપતી  કદી ન રડવા દેતી,
બાળપણની યાદ આવી આંખલડી ઊભરાતી.

છે આજ સૂનો સૂનો હાથ રાખડી નથી બાંધતી,
ઈશ્વરે ક્યાં સંતાડી છે મારી બેનડી  નથી મળતી ..
                   
બહેનડી બાંધતી રાખડી ભઈલાને સદા હસતી,
ઘણું જીવો મારા ભઈલા બાંધતી રાખડી હસતી.

_ મેવાડા ભાનુ " શ્વેત
18-08-2016

No comments:

Post a Comment