Wednesday, October 12, 2022

ગીત

આવી દિવાળી મને કોણ પહેરાવે વાઘા?
હું થઈ ગયું જર્જરિત ઘર ઓ માધા!
આવી દિવાળી મને કોણ પહેરાવે વાઘા?

ગોરા હાથોથી મારી ભીંતો લીંપાતી,
ઘોડા,હાથી, મોરની ભાતો દોરાતી
સૌ તડછોડી નવા ઘરમાં થયા આઘા
આવી દિવાળી મને કોણ પહેરાવે વાઘા?

દેશી નળીયા વર્ષે વર્ષે પ્રેમથી સાવરતા,
સાફ સફાઈથી પ્રેમ મુજપર વરસાવતા
કોઈ આવતું નથી આલિંગનમાં મારા 
આવી દિવાળી મને કોણ પહેરાવે વાઘા?

આવી દિવાળી મને કોણ પહેરાવે વાઘા?
હું થઈ ગયું જર્જરિત ઘર ઓ માધા!
આવી દિવાળી મને કોણ પહેરાવે વાઘા?

- અંશ ખીમતવી

No comments:

Post a Comment