ના હાર તું ના હાર
ભીતર થી જાગ તું મત હાર
અંધારું છે ચારે કોર ભલે
સૂરજ આજ નહીં ઉગશે કાલે
હાર તું ના સ્વીકાર
ભીતરથી જાગ તું મત હાર.....
એકલો ભલે મુસાફર તું
ડગલાં ભરતો હુંકાર તું
મંજિલ ભણી તું વિચાર
ભીતરથી તું જાગ તું મત હાર....
દુનિયા ભલે નિષફળતા પર હસે,
કામ છે એનું એ કરે
વિશ્વાસ, સાહસ ભરી થા તૈયાર
ભીતરથી જાગ તું મત હાર....
ના હાર તું ના હાર
ભીતર થી જાગ તું મત હાર
=અંશ ખીમતવી
No comments:
Post a Comment