Wednesday, January 6, 2021


અચાનક જોરથી પવન ફૂંકાયો
સરરર કરતો ...
અને ચૂ કરતો દરવાજો ખુલ્યો!
તારો ચહેરો સામે આવ્યો
મને
થયું ઓહ !
આખરે  
રણમાં ગુલાબ ઊગ્યું !
ક મોસમી છાંટાઓ !
પથરમાં લાગણી ફૂટી !
હદયમાં ધબકાર!
આંસુઓ ખારા! 
આખરે અંશની યાદ આવી ખરી..
ઘણા બધા એક સામટા વિચારો
આવીને
દરિયાના જળ સમાં
શાંત થઈ મારામાં વિલીન થઈ ગયા!
એ 
મારી નજીક આવીને
હાથ જોડી ઉભી રહી 
અને હું
હાર ચડાયેલા ફોટામાંથી
એકી ટશે 
જોતો રહ્યો!

- અંશ ખીમતવી








No comments:

Post a Comment