પાસે આવી દૂર ચાલી જાય છે ,
વેદના બહુ આ હદયને થાય છે !
પોતીકું જ્યારે છોડીને જાય છે ,
પારકાની વેદના સમજાય છે !
આંસુઓ તો ત્યારે રોકાતાં નથી ,
જ્યારે વીતેલી યાદો ઘોળાય છે !
પ્રેમમાં આવું ઘણું રે થાય છે ,
સાચે એ ના હોય ત્યાં દેખાય છે!
તારું મુખ મારે હવે જોવું નથી ,
પારકા સાથે કેવી હરખાય છે !
- અંશ ખીમતવી
No comments:
Post a Comment