Sunday, August 18, 2019

ગઝલ

સામુ ના બોલાય તારો બાપ છે ,
દીકરા સમજાય ,તારો બાપ છે !

નાનપણમાં આંગળી પકડી હતી ,
હાથ પણ પકડાય, તારો બાપ છે.

સુખ તારી જિંદગીમાં આવતા ,
હાશકારો થાય, તારો બાપ છે !

તારી પર તૂટી પડે દુઃખ આકરા,
પીડા એને થાય ,તારો બાપ છે!

" અંશ "ઘરડાઘર કદી ન બતાવશો ,
જીવ જ્યાં દુઃખાય; તારો બાપ છે.

- અંશ ખીમતવી



No comments:

Post a Comment