Tuesday, August 7, 2018

લઘુ કાવ્ય

મને ખબર છે મારો દીકરો
જમવા આવશે ને
ઉતાવળમાં એ ઘી તો નહીં જ લે,

ફિકરમાં
છવીસ વરસના દીકરાને પણ
મમ્મીએ રોટલી અને ઘી નું
ચૂરમું અગાઉથી કરી રાખ્યું..

અંશ ખીમતવી... (મમ્મી,પપ્પા અને હું માંથી )

No comments:

Post a Comment