Thursday, August 2, 2018

ગઝલ

જીવી ગયા ભાઈ, મજા આવી ગઈ
શીખી ગયા ભાઈ, મજા આવી ગઈ

ઉડી ગઈ જો રાખ ને કઈ ના બચ્યું
પોઢી ગયા ભાઈ ,મજા આવી ગઈ

જુદી જગા છે તે છતાં આવી ગયો,
ભૂલી ગયા ભાઈ, મજા આવી ગઈ

અક્કડ થઈ શકતો હતો હું પણ ભઈ !
ઝૂકી ગયા ભાઈ , મજા આવી ગઈ

વર્ષો પછી ચ્હેરો તમારો જોઈ ને
ઝૂમી ગયા ભાઈ , મજા આવી ગઈ !

અંશ ખીમતવી.

No comments:

Post a Comment