પ્રેમ એટલે.....
પ્રેમ એટલે સતત એકબીજાની
ફિકરમાં રહેવું,
એકના આંખે આંસુ અને બીજાના
ગાલનું ભીંજાવું.
તું ખુશ તો હું ખુશ ની સમજણમાં રહેવું.
દર્દ એક ને થાય તો બીજાને તત્કાળ અનુભવવું,
કોલની રાહ જોતાં જ રણકવું.
રોજ ઝગડવું પણ એક બીજા વગર ઘડીએ ન ચાલવું
તત્કાળ કહી દેવું કે તું મને હવે ભૂલી જા ! પણ સામે કાંઠે પૂરનું વહેવું.
જળની માફક લાગણીઓનું ભળવું,
પાસ પાસે થી રોજ એકબીજાની નજીક આવવું.
સ્વર ફક્ત કર્ણ પ્રિય જ નહીં પણ આખા તન મનમાં
મીઠા સંગીતનું રણજણવુ.
ખૂબ દૂર હોવા છતાં દિલમાં હોવું
પ્રેમ એટલે માત્ર એકમેકના વિચારોમાં ખોવાયેલા રહેવું
સ્વંયની જિંદગી ને ભૂલી એક બીજાના વિમાસણમાં રહેવું.
પ્રેમ એટલે ઘણું બધું પણ આમ કઈ નહિ ,
માત્ર
તું અને હું ...
અંશ ખીમતવી
No comments:
Post a Comment