Wednesday, July 2, 2025

શું લખું...કઈ નહિ અંશ
કોને
વંચાવું છે જીવન.

Saturday, February 15, 2025

તે લખેલા પ્રેમ પત્રો
બાળવા નહોતા મારે
સાચવી રાખવા હતા.
પણ
સાચવી ને હું જ બળતો હતો
રોજે રોજ.
એટલે....
પણ
ભૂલ એક થઈ ગઈ
એ પત્રોમાં 
ભેગો પ્રેમ પણ 
રાખ થઈ ગયો !!

-- અંશ ખીમતવી

Sunday, December 29, 2024

ક્યારેય અડધી રાતે
આંખના ખૂણામાંથી
આંસુ
ટપક દઈને
વહ્યું હોય તો
સમજવું
તમારો પ્રેમ
અધૂરો રહ્યો છે!!

અંશ

Saturday, December 28, 2024

વર્ષો પછી

વર્ષો પછી તું સામે આવીશ તો 

શું થશે?

હદય હિલોળે ચડશે?

ચહેરો ઓળખાશે?

પ્રેમની વસંત ખીલશે ?

ભૂતકાળ ચકડોળે ચડશે?

આંખો ભીની થશે?

મિલનની ઝંખના થશે?

શબ્દો મૌન થશે?

મૌન ખુલશે?

શું

થશે આ બધું?

કે

પછી

જીવન કાવ્ય 

બની જ રહેશે

વર્ષો પછી !!


--અંશ ખીમતવી