Thursday, September 11, 2025

ગમે તેટલો સુંદર સમય હોય પણ
વીતી ગયા પછી પાછો મળતો નથી 
બસ યાદો મમળાવ્યા કરો 
ફરી ઈચ્છા થઈ આવે કે ફરી ફરી 
એ વસંતના સમયમાં પાછા જઈએ તો કેવું!!
એ પછી બાળપણ હોય
મિત્રો સાથે મસ્તી હોય કે
પ્રેમના અલ્પ દિવસો હોય
જે કંઈ પણ હોય
પણ પાછું મળવાનું નથી
સમય ચાલ્યા કરે છે તેમ
આપણે પણ
પગ ભરીને ચાલવું પડે છે!!
ખરું ને
સ્થિર કશું નથી જીવનમાં.

-- અંશ ખીમતવી 

No comments:

Post a Comment