Friday, June 10, 2022

પ્રેમ અનહદ કરતો તને
તારા માટે નદી પૂર રડતો હતો 
પૂરા દિલથી અર્પણ હતો તને
પણ
સમય જતાં
તારા અવિશ્વાસ ના કારણે હું તૂટી
પડ્યો,
ત્યારે લાગ્યું કે પ્રેમના નામે લાગણી સાથે
રમત રમાય છે
વેરાન જિંદગીમાં હું એકલો તારા માટે તડપતો
હતો..ત્યારે પણ ઘણો હાથ ફેલાવ્યો
પણ તારા કાન સુના અને મો આડું થઈ ગયેલું..
એવા દુઃખ દાયક જૂઠા પ્રેમના 
સંભારણા ના પત્રો 
સાચવીને શું કરું?
ભડભડ ચિતામાં યાદો
આજે હોમુ છું.

- અંશ

No comments:

Post a Comment