બાળગીત
મીની માસીએ પહેરી સાડી
બનીઠની ને પટીયા પાડી
મીની માસીએ પહેરી સાડી....
હાથમાં લીધી ચોપડી પેન
ટીચર બની આજ મીની બેન
મ્યાઉ મ્યાઉ કરતી નિશાળે ચાલી
મીની માસીએ પહેરી સાડી.....
સૌ ઉંદરો મસ્તીએ ચડ્યા
મીની માસીએ ડોળા કાઢ્યા
મ્યાઉ મ્યાઉ ના બરાડા પાડી
મીની માસીએ પહેરી સાડી..
શિસ્ત,સંસ્કારના પાઠ ભણાવ્યા
સૌ ઉંદરો એ ચુ ચુ ચુ ગાયા
મીની માસી તો થઈ રાજી રાજી
મીની માસીએ પહેરી સાડી....
-અંશ ખીમતવી
No comments:
Post a Comment