બાળગીત/
ઉંદર મામાના શોખ જુદા જુદા
મૂછો મરડે ટોપી પહેરે
ચાલે જુદા જુદા
ઉંદર મામાના શોખ જુદા જુદા
પૂંછડીએ ઘંટડી બાંધે,
શરીરે પહેરે કાળો કોટ
કાળા કાળા લાગે જુદા જુદા
ઉંદર મામાના શોખ જુદા જુદા
અટક મટક કરતા ચાલે
કમર કેવી લટકાવે !
કાળા પહેરી ચશ્મા
હાથ હલાવે જુદા જુદા
ઉંદર મામાના શોખ જુદા જુદા
=અંશ ખીમતવી
No comments:
Post a Comment