Thursday, March 24, 2022

બાળગીત 

મમ્મી મારા સપનાંનું આવું તે કેમ ?
આંખો ખોલું ને ઉડી જાય કેમ?
મમ્મી મારા સપનાનું આવું તે કેમ?

મમ્મી મારા સપનામાં પરીઓ આવે
પરીઓ જાદુથી બે પાંખો ઉઘાડે
આંખો ખોલું ને પાંખો ઉડી જાય કેમ?
મમ્મી મારા સપનાનું આવું તે કેમ?

મમ્મી મારા સપનામાં ચાંદામામા આવે,
ચાંદામામા મને તારલા સંગ રમાડે
આંખો ખોલું ને તારલા ઉડી જાય કેમ?
મમ્મી મારા સપનાનું આવું તે કેમ?

મમ્મી રાત પડે ને  સપના રે આવે,
સવાર પડે ને ઉડી જાય કેમ ?
મમ્મી મારા સપનાનું આવું તે કેમ?

-અંશ ખીમતવી

No comments:

Post a Comment