Wednesday, April 6, 2022

બાળગીત

વાંદરા ભાઈ ના હાથમાં આવ્યો મોબાઈલ
એતો ઊંધો ફેરવે એ તો સીધો ફેરવે 
 એને ટચ કરતા ન આવડે ટેરવે 
 વાંદરા ભાઈના હાથમાં આવ્યો મોબાઈલ...

એ તો ઝાડ પર ચડે, ડાળ ડાળ ફરે
એ તો સ્વીચ ઓન કરે એ તો સ્વીચ ઓફ કરે
જ્યાં આંગળીઓ અડે ત્યાં ટચ ટચ કરે
વાંદરા ભાઈના હાથમાં આવ્યો મોબાઈલ.....

મોબાઈલમાં રિંગ ટોન વાગે  ,ગીત નવા વાગે,
કેમેરો ઓન કરી આડા અવળા ફોટા રે પાડે
એ તો નાચે ને કૂદે , હૂપા હૂપ રે કરે
વાંદરાભાઈના હાથમાં આવ્યો મોબાઈલ....

વાંદરા ભાઈ ના હાથમાં આવ્યો મોબાઈલ
એતો ઊંધો ફેરવે એ તો સીધો ફેરવે 
 એને ટચ કરતા ન આવડે ટેરવે 
 વાંદરા ભાઈના હાથમાં આવ્યો મોબાઈલ...

_અંશ ખીમતવી


🐵🐵🐵🐵🐵🐵🐵🐵

No comments:

Post a Comment