બાળગીત
એક વાંદરાની ટોળી કરતી હૂપાહૂપ
આખા ગામમાં બોલાવતી બૂમાબૂમ
એક વાંદરાની ટોળી કરતી હૂપાહૂપ
મંગુ ડોશીના નળિયા રે ફોડયા
ભગાકાકાના પતરા રે ફોડયા
છોરાઓની થઈ શેરીઓ સૂમાસૂમ
એક વાંદરાની ટોળી કરતી હૂપાહૂપા
પશાકાકાની વાડીમાં પેઠા ...
જામફળીના ફળ બધા પાડ્યા હેઠા
બધી ડાળીએ ડાળીએ કરે કૂદાકૂદ
એક વાંદરાની ટોળી કરતી હૂપાહૂપ
મગનાકાકાએ લાકડી ફેંકી
વાંદરા ભાઈના પગમાં વાગી
પૂંછડી લઈને ભાગ્યા છૂપાછૂપ
એક વાંદરાની ટોળી કરતી હૂપાહૂપ
એક વાંદરાની ટોળી કરતી હૂપાહૂપ
આખા ગામમાં બોલાવતી બૂમાબૂમ
એક વાંદરાની ટોળી કરતી બૂમાબૂમ
- અંશ ખીમતવી
No comments:
Post a Comment