બાળગીત / રાતરાણી
રાતરાણી તમે કાળી કાળી કેમ ?
તમે કાળી કાળી કેમ ?
તમારા ચણીએ મોતી ટાંક્યા,
ટમક ચાંદલા ચમક્યા
તમે ચૂંદડી ઓઢી કાળી કાળી કેમ?
તમે કાળી કાળી કેમ?
તમે દિવસે ન દેખાઓ ,
તમે ક્યાં જઈ સંતાઓ?
તમે રમત રમી કાળી કાળી કેમ?
તમે કાળી કાળી કેમ?
રાતરાણી તમે કાળી કાળી કેમ ?
તમે કાળી કાળી કેમ ?
-અંશ ખીમતવી
No comments:
Post a Comment