બસ
સમય પસાર કરવાનું સાધન,
કે જેમાં ઘડીયો જ વીતે
પાણીને ગળણીમાં ભરવાનું કામ ?
કે પછી કોઈની લાગણીઓ સાથે રમત
અંતે હાથ ખાલીનો ખાલી!
જે સમજતા હો એ પણ સામેની વ્યક્તિનું શું?
એ વિચાર્યું ક્યારે ?
જે તમારી લાગણીઓમાં ઓળઘોળ થઈ હોય
જેને હંમેશા સાથે જીવવાના સપનાઓ સેવ્યા હોય?
સમય લઈને એકવાર વાત ચોખી કરી લેજો
નહિ તો
ઈશ્વર સમો પ્રેમ શબ્દ ફૂટતા જ દફન થઈ જશે!!
-અંશ ખીમતવી
No comments:
Post a Comment