Tuesday, August 24, 2021

ખુશ રહેજે રે તું ખુશ રહેજે રે તું
આ દુનિયાના લોકો છે બે રંગી 
તડકા સમયે ના હોય સાથી સંગી
ટાઢ વેઠ જે રે તું દુઃખ  વેઠ જે રે તું
ખુશ રહેજે રે તું ખુશ રહેજે રે તું.......


હોય જ્યારે ખુશીઓ સામે આવી મળશે,
રાત ને દિવસ એ સાંથી સંગી બનશે 
ના ભોળવાજે રે તું ના લોભાજે રે તું
ખુશ રહેજે તું ખુશ રહે જે તું....


મંજિલ મળે ના તોય ચાલતો રે રહેજે
હારે થાકે તોય  હામ ભરતો રે રહેજે
ના ડગજે રે તું ફકત ચાલજે રે તું
ખુશ રહેજે રે તું ખુશ રહેજે રે તું...


સમય કદી એકનો એક રહેતો નથી,
ઉગે છે દિવસ રાત રહેતી નથી 
વિશ્વાસ રાખજે રે તું મક્કમ રહેજે રે તું
ખુશ રહેજે રે તું ખુશ રહેજે રે તું....


ખુશ રહેજે રે તું ખુશ રહેજે રે તું
આ દુનિયાના લોકો છે બે રંગી 
તડકા સમયે ના હોય સાથી સંગી
ટાઢ વેઠ જે રે તું દુઃખ  વેઠ જે રે તું
ખુશ રહેજે રે તું ખુશ રહેજે રે તું.......

- અંશ ખીમતવી

No comments:

Post a Comment