Sunday, June 13, 2021

બાળગીત / તારા નાના બકુડા માટે

બાળગીત /  - સપનામાં ચાંદલો

આયો મને આજની રાતે 
સપનાંમાં ચાંદલો....

સપનાનો ચાંદલો ગોળ ગોળ લાગતો
ગોળ ગોળ લાગતો ,મને જોઈ હરખાતો
આયો મને આજની રાતે
સપનામાં ચાંદલો....


સપનાનો ચાંદલો સંતાકૂકડી રમતો
વાદળોની આડમાં સંતાઈ જાતો   
વાદળો ખસતા પકડાઈ જાતો
આયો મને આજની રાતે
સપનામાં ચાંદલો.....

સપનાનો ચાંદલો મૂછો મરડતો
વ્હાલું વ્હાલું કરી મને ગોદમાં લેતો
પોચા પોચા વાદળોમાં મને સુવાડતો 
આયો મને આજની રાતે
સપનામાં ચાંદલો......


 - અંશ ખીમતવી

No comments:

Post a Comment