Monday, June 21, 2021

કુદરત / - અંશ ખીમતવી

કેટલા નજીક હતા 
કુદરત પણ કેવો ક્રૂર છે
પ્રેમની પાંખડીઓને ખીલવા ન દીધી
સુવાસ એકમેકમાં ફેલાવવા ન દીધી
કાજળ ભર્યા નેણને પીવા ન દીધા
તારા કોમળ હાથને ચૂમવા ન દીધો
પ્રેમીઓ માટે દુશ્મન બની ગઈ
પ્રેમનો પુલ જોડાતા પહેલા જ તોડી નાખ્યો!
વાહ રે કુદરત વાહ!
શું તું વસંત નહિ ઉજવે?

- અંશ ખીમતવી 

No comments:

Post a Comment