Saturday, March 20, 2021

આજે વિશ્વ કવિતા દિવસ છે સૌ મિત્રોને શુભેચ્છાઓ......માં સરસ્વતી દેવીને મારા વંદન.... મારા દિલમાં અપાર શબ્દ સ્નેહ આપવા બદલ.... આઈ લવ .....ગઝલ....કવિતા..હું જેમ બને સૌ કોઈ ને અપાર પ્રેમ કરું છું પુરા દિલથી.... શુ તમે કોઈ ને kiss કરી છે? કેમ આટલા રાજી થાઓ છો તમે નથી કરી? મેં કરી છે મારી રચનામાં..વાંચો

Kiss નું નામ આવે એટલે કોઈ ને
કોઈ નું નામ miss થાય...
શુ તમે કોઈને પ્રેમ કર્યો?
જો કર્યો હોય તો
શુ તમે kiss કરી?
શરમાઓના 
મેં કરી છે મારી" કવિતા" ને 
 કરી છે ગઝલના એક એક વર્ણ ને...
એના નાજુક લય ને
 છંદોના પ્રણય ને
એ કહાનીના પ્રસંગને
મેં કરી છે  kiss
વૃક્ષોને , નદીને, પર્વતને
આકાશ ને વાદળને ફૂલ ને ,દરિયાને,પેલા પતંગિયાને.
ખળખળ વહેતાં ઝરમર ઝરણાને,અલ્પ જીવી પરપોટાને,ઝાકળને,લાગણીને ,વેદનાને
સ્પર્શને,આંસુઓને,આંખોને
પેલા આકાશી ચાંદને !
ભીતરના આનંદને 
મેં કરી છે kiss 
 તારા અને 
તારા ગુલાબી.............

- અંશ ખીમતવી

No comments:

Post a Comment