ચકીબેન સાથે 2 મિનિટ.....
અચાનક ફરરર કરતી ચકલી નીચે પડી...ઓહ નો અરે રે આ ગઈ ચકી કહેતા હું ચકલીને શોધવા લાગ્યો ક્યાં ગઈ ? હાલજ તો પડી બિચારી પંખામાં આવતા...મનમાં એમ થયું કે હવે ઉનાળાની શરૂઆત છે તો પંખો ચકીના જીવ લેશે... બહાર પોળમાં જઈને જોયું તો તડકામાં ચકલીબેન તડફડિયા મારતા હતા...આજુ બાજુ ચી..ચી..કરતી ચાર પાંચ ચકલી બચાવવાનો પ્રયાસ કરતી હતી... મનમાં થોડું હાસ થયું કે ચલો લોહી નથી દેખાતું..મતલબ ચકલી જીવી જશે.એકદમ પાસે જઈને જોયું તો ચકલી ચાલી નહોતી શકતી.
મેં પ્રેમથી હાથમાં લીધી.ઘરની અંદર લાવીને જરાક પાણી છાંટયું.. ચકલીનું આખું શરીર ધ્રુજતું હતું.. માણસ પણ થરથરવા લાગે. કોઈ અકસ્માત સહેજ ટળી જાય અથવા તો કોઈ એવી અચંબો ભરી વાત સાંભળે તો પગ તળેથી જમીન નીકળી જાય..અને આખું શરીર ધ્રૂજવા લાગે.એવી જ વેદના ચકલી અનુભવતી હતી એ બરાબર જોતો હતો... આજે એકદમ નજીકથી ચકલીને જોઈ.એની મસ્ત નાની આંખો...પાંખો અને એના પગના નખ જોયા..ખૂબ વધેલા હતા પણ કોમળ હતા.મેં વ્હાલથી એના માથા પર હાથ ફેરવ્યો.ચકલી મારી તરફ જોવા લાગી અને હું ચકલી તરફ કેમ જાણે એકબીજા પત્યે લાગણી વરસાવતા હોઈએ.ચકલીને પગમાં વાગ્યું હતું જોકે લોહી નહતું નીકળ્યું મેં એને ઉભી કરી તો ઉડવાની તો વાત જ ક્યાં બરાબર ઉભી પણ રહી શકતી નહતી..મેં એને ફરી હાથમાં પકડીને એના પગ હળવેકથી હલાવવાનો પ્રયાસ કર્યો. મનમાં એમ હતું હવે ચકલી નહિ રહે પણ બસ આમ જ થોડી વાર પગ એકદમ નાજુકાઈથી હલાવતો રહ્યો...
અને વિચારતો કે હવે આને ક્યાં મુકું ? એનો શિકાર તો નક્કી થઈ જવાનો.... પણ થોડી ક વાર માં હાથમાં ફરરર થયું
અને મેં નાજુકાઈથી પકડેલી ચકલી ફરરરર કરતી છૂટી ને ઉડી ગઈ...અને થોડે દૂર જઈ પડી.હું એને ફરી પકડવા ગયો તો એ તો ફરરરરર કરતી ઉડી ગઈ ચી ચી ઓના ટોળામાં..અને હું આનંદથી હસતો રહી ગયો!!!!
ચાલો ચકીબેન જીવી ગઈ એનો હરખ થયો!
No comments:
Post a Comment