Friday, October 16, 2020

એ દિવસે તે મને સાથ આપ્યો
તો લાગ્યું કે કોઈ મારી જોડે સાવ પોતાનું છે 
કે જે મને સમજે છે 
હું ખુદને કહેતો કે તું ચિંતા ન કર હવે તારી જોડે
કોઈક છે જે તારું છે તારા દિલનું છે.
ત્યારે જાણે એવું લાગ્યું કે કીડીને પાંદડું મળી ગયું!
જાણે ખીણમાં પડતા પહેલા કોઈનો હાથ મળી ગયો!
સાચે જ મારી આંખોમાં  આનંદની રોનક વહેવા લાગી 'તી...
હું જીવવા લાગ્યો તો!
સાચે એ દિવસે હું સાવ એકલો હતો મારી જોડે.
એ હોસ્પિટલના રસ્તે મારી આંખોમાં આંસુઓ સિવાય કશું ન હતું..
પણ
એ વખતે મને તે સાચવી લીધો તો....
એનો ખૂબ આભારી છું..
પણ હવે કોણ સાચવશે? 

- અંશ...



No comments:

Post a Comment