Friday, October 16, 2020

તે આપેલા રૂમાલથી ક્યારેય હું
આંસુઓ લૂછતો નથી,
મતલબ એ નથી હું તારી યાદમાં રડતો નથી!
પણ 
એ રૂમાલમાં તારી હાજરી પ્રતીત
થાય છે .
હું એને દિલની નજીક ચાંપુ છું તો
દિલની ધડકન વધી જાય છે મારી 
જાણે કે તું આલિંગનમાં હોય!
સાચે 
એ માત્ર કાપડ નથી પણ
અંશ માટે સ્વંય તું જ છે.
પણ 
તું નથી મારી પાસે!!
એવુ વિચારતા તારો અંશ રડી જાય છે
પણ તને શું મતલબ ?

- અંશ

No comments:

Post a Comment