મન કહે જોતો રહું બસ,
ખુદને ખોતો રહું બસ .
જો તમે પાસે બેસો તો,
દુનિયા ભૂલતો રહું બસ !
ક્યાંય ઈશ્વર આવે નજરે,
આંસુઓ વેરતો રહું બસ.
તારી આંખોમાં ડૂબીને ,
તુજમાં મરતો રહું બસ !
ને ભવોભવ ફક્ત તારા,
પ્રેમમાં પડતો રહું બસ.
જો નયન સાથે લડાવે ,
એકી ટશ લડતો રહું બસ!
ધૂન એવી લાગી તારી,
ધૂનમાં ફરતો રહું બસ !
પાનખર આયુની આવી,
'અંશ' હુંય ખરતો રહું બસ !
- ansh khimatvi

No comments:
Post a Comment