Friday, January 29, 2021

ગઝલ

આંખના તું આંસુઓને ચાખી લે,
દર્દ ભીતર  કેટલું છે જાણી લે !

આભને ઓઢીને બસ ઊંઘતા હતા,
દુઃખ ઓછું હોય તો એ તાણી લે!

' હું નહિ જીવી શકું તારા વગર ,'
 સૌ કહે, છોડી ને ગઈ જાણી લે

જાતપર આવ્યા વગર ના રહે કદી,
શબ્દ પહેલો મુખે આવે ગાલી લે!

'અંશ' જેવા સાથે તેવું કર હવે ,
 ટેરવે નહિ ભૂલવાનું પાણી લે !

- Ansh khimatvi


No comments:

Post a Comment