અડધી રાતે જાગી જાઉં યાદમાં,
ને પછી ક્યાં ઊંઘ આવે સાદમાં !
ક્યાં કદીએ બે કિનારા એક થયા,
હોય રોજે ભાઈઓ વિવાદમાં !
ફક્ત તું મારી ગઝલમાં વાહ કહે!
જોઈએ શું બીજું જીવન દાદમાં!
જ્યારે તું મારી જ સામે હોય છે,
સાવ ફીકી ચાંદની પણ ચાંદમાં !
એ પછી રીપ્લાય ક્યારે ના મળ્યો,
થઈ ગયો મેસેજ એક વિખવાદમાં !
- અંશ ખીમતવી
No comments:
Post a Comment